Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ક્રીમી પાસ્તા

17 October, 2011 08:20 PM IST |

ક્રીમી પાસ્તા

ક્રીમી પાસ્તા


 



- મીતા ભરવાડા

સામગ્રી :-


  • ૧૦૦ ગ્રામ પાસ્તા
  • ૧૦૦ ગ્રામ લાંબા
  • સમારેલા મશરૂમ
  • એક લાંબો સમારેલો કાંદો
  • ચાર કળી વાટેલું લસણ
  • બે વાટેલાં લીલાં મરચાં
  • એક ચમચી પેપરીકા-પાઉડર
  • અડધો કપ ફ્રેશ ક્રીમ
  • બે ચમચી ઝીણા સમારેલા તાજા હર્બ્સ
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
  • ત્રણ ચમચા ઑલિવ-ઑઇલ


રીત :-

સૌપ્રથમ એક પૅનમાં થોડું પાણી લઈ એમાં થોડું મીઠું નાખી ઉકાળો. પાણી ઊકળે એટલે એમાં પાસ્તા નાખી બૉઇલ કરો. નરમ થાય એટલે ચાળણીમાં કાઢી ઠંડા કરો. એમાં એક ચમચી ઑલિવ-ઑઇલ મિક્સ કરી અલગ રાખો. હવે બીજી એક પૅનમાં એક ચમચી ઑલિવ-ઑઇલ ગરમ કરી સમારેલા કાંદાને સાંતળો. એ બ્રાઉન થાય એટલે એને તેલમાંથી કાઢી લો. હવે એ જ તેલમાં સમારેલા મશરૂમ, મીઠું અને મરી-પાઉડર નાખી સાંતળો. એને પણ કાઢી અલગ રાખો. હવે એ જ પૅનમાં થોડું ઑલિવ-ઑઇલ ગરમ કરી એમાં વાટેલું લસણ અને સમારેલાં લીલાં મરચાં સાંતળો. એમાં પાસ્તા નાખી ક્રીમ ઉમેરી હલાવો. હવે ઝીણા સમારેલા હબ્ર્સ, પેપરીકા-પાઉડર, કાંદા, મશરૂમ, મીઠું અને મરી નાખી મિક્સ કરો. બે મિનિટ એને ચડવા દો અને ગરમ-ગરમ પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2011 08:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK