ક્રૅકલિંગ સ્પિનિચ

Published: 19th October, 2011 15:41 IST

સૌપ્રથમ કાશ્મીરી લાલ મરચાંને બારીક સમારી અલગ રાખો. પાલકનાં પાનને ધોઈ લો. હવે એને લૂછી સૂકાં કરો અને એકદમ બારીક સમારો. હવે એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો. એમાં થોડી-થોડી સમારેલી પાલક નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. એને ટિશ્યુ પેપર પર કાઢી વધારાનું તેલ કાઢી લો. હવે એમાં સમારેલાં લાલ મરચાં, દળેલી સાકર, મીઠું અને મરી નાખી મિક્સ કરો.

 

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી

  • ત્રણ ઝૂડી પાલક
  • ત્રણ કાશ્મીરી લાલ મરચાં
  • બે ચમચી તલ
  • એક ચમચી દળેલી સાકર
  • મીઠું અને મરી સ્વાદ પ્રમાણે
  • તળવા માટે તેલ


રીત

સૌપ્રથમ કાશ્મીરી લાલ મરચાંને બારીક સમારી અલગ રાખો. પાલકનાં પાનને ધોઈ લો. હવે એને લૂછી સૂકાં કરો અને એકદમ બારીક સમારો. હવે એક પૅનમાં તળવા માટે તેલ ગરમ કરો. એમાં થોડી-થોડી સમારેલી પાલક નાખી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. એને ટિશ્યુ પેપર પર કાઢી વધારાનું તેલ કાઢી લો. હવે એમાં સમારેલાં લાલ મરચાં, દળેલી સાકર, મીઠું અને મરી નાખી મિક્સ કરો. એને સર્વિંગ-પ્લેટમાં કાઢી તલ છાંટી પીરસો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK