સેક્સ હોર્મન્સ ઉપર આ રીતે અસર કરી રહ્યો છે કોરોના

Updated: Sep 30, 2020, 22:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કોરોના પુરુષોમાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન પર હુમલો કરી રહ્યુ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોવિડ -19ના લીધે અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં મોટાભાગના પુરુષો છે. દરમિયાન, એક નવા અધ્યયનમાં, કોરોના વાયરસને કારણે વધુ મોત અંગે ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. અભ્યાસ અનુસાર, કોરોના પુરુષોમાં મુખ્ય સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન (Testosterone) પર હુમલો કરી રહ્યુ છે. આને કારણે તેની તબિયત લથડી રહી છે અને ચેપ લાગ્યાં બાદ શરીર નબળું પડી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મૃત્યુ થઈ જાય છે.

ધ એજિંગ પુરુષ મેગેઝિનમાં જણાવવામાં આવ્યું છે કે, મેર્સિન યુનિવર્સિટીનાં રિસર્ચર્સ અને તુર્કીની મર્સિન સિટી એજ્યુકેશન એન્ડ રિસર્ચ હોસ્પિટલના સંશોધનકારોએ 'ધ એજિંગ' નામના પુરુષ મેગેઝિનમાં આ માહિતી આપી છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, 'પહેલીવાર, અમારું ડેટા સૂચવે છે કે COVID-19 SARS-CoV-2 થી સંક્રમિત પુરુષ દર્દીઓમાં સીરમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર નબળું પાડી શકે છે. લો સીરમ કુલ ટેસ્ટોસ્ટેરોનના સ્તરને ઘટાડે છે જેથી દર્દીનું શરીર વાયરસ સામે લડવામાં અસમર્થ હોય. તેને સીધા આઈસીયુની જરૂર પડે છે. આવા દર્દીઓનાં મોતની સંખ્યા વધારે છે.

અભ્યાસ કહે છે કે 40 વર્ષ પછી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન દર વર્ષે 0.8-2 ટકાનો ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા વૃદ્ધ પુરુષ દર્દીઓના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે. તેમની રિકવરી મોડી થાય છે અથવા થતી જ નથી.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મુજબ માણસના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની નોર્મલ રેન્જ ડેસીલીટરદીઠ 300 થી 1 હજાર નેનોગ્રામ હોવી જોઈએ, પરંતુ જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 300 ની નીચે જાય છે ત્યારે તેને ટેસ્ટોસ્ટેરોન સ્તરની ઉણપ તરીકે જોવામાં આવે છે છે. કિશોરાવસ્થા અને યુવાનીમાં આ હોર્મોન ઝડપથી વધે છે, પરંતુ પછીથી જેમ જેમ ઉંમર વધવાની શરૂ થાય છે તેમ તેનું સ્તર પણ ઘટવાનું શરૂ કરે છે.

આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત એક અધ્યયનમાં, 438 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંના 232 પુરુષો હતા. "આ વસ્તીમાં, ટેસ્ટોસ્ટેરોનથી સંબંધિત SARS-CoV-2 ચેપગ્રસ્ત હાયપોગોનાડલ પુરૂષ દર્દીઓમાં રિકવરી બહુજ ધીમી હતી અથવા તો ના બરાબર હતી.

આ સ્ટડીમાં યોગદાન આપનારા યુરોલોજીના પ્રોફેસર સેલાહિટિન જણાવે છે, 'ટેસ્ટોસ્ટેરોન શ્વસન અંગોની ઈમ્યૂનિટી સિસ્ટમ સાથે જોડાયેલું છે. તેનું નીચલું સ્તર શ્વસન ચેપનું જોખમ વધારી શકે છે. જેના કારણે દર્દી પણ પાછળથી મૃત્યુ પામે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK