Coronavirus: વિદેશમાં વધી ગયા છે આદુ-લીંબુના ભાવ, જાણો શું કામ

Published: Apr 08, 2020, 16:50 IST | Chirantana Bhatt | Mumbai

આ રોગચાળાને કારણે વિદેશમાં પણ લોકો ભારતીયોની માફક ઘરગથ્થુ ઉપચારો કરવા માંડ્યા છે

વિદેશમાં આદુ અને લીંબુની માંગ પાંચ ગણી થઇ ગઇ છે.
વિદેશમાં આદુ અને લીંબુની માંગ પાંચ ગણી થઇ ગઇ છે.

આપણે ત્યાં ભારતમાં તો સહેજ ગળું પકડાય ત્યાં આદુ વાળી ચ્હા પીવાય અથવા તો શરદીમાં ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીવાય.વળી હેલ્થફ્રિક્સ માટે સવારે નવશેકા પાણીમાં લીંબુ નિચોવીને પીવું એ નિયમ હોય છે.પણ તમે માનશો કે આ રોગચાળાને કારણે વિદેશમાં પણ લોકો ભારતીયોની માફક ઘરગથ્થુ ઉપચારો કરવા માંડ્યા છે. રશિયા જેવા દેશમાં આદુનો ભાવ પાંચ ગણો વધ્યો છે અને આજકાલ તો લીંબુ સરળતાથી ત્યાં મળતા સુદ્ધાં નથી.રશિયન્સને  ઘરેલુ ઉપચાર માફક આવી ગયો છે.પૂર્વિય યુરોપમાં લોકોને ઘરેલુ ઉપચાર પર જલ્દી વિશ્વાસ નથી બેસતો પણ રશિયામાં તો ઝારના સમયથી અમુક પરંપરાઓ અનુસરાય છે.

રશિયામાં આદુની અછત થવાનું કારણ છે કે ચીનથી સપ્લાય નથી મળી રહી અને રશિયામાં ચાઇનિઝ ચીજો પુરેપુરી પ્રતિબંધિત નથી થઇ છતાં પણ તેની પર સખત નિયમો લાદી તે ઘટાડી દેવાઇ છે.જે ચીજો મળતી હતી તેના ભાવ બમણા હતા.આદુ અને લીંબુની વાત કરીએ તો H1N1 વાઇરસ ફેલાયો ત્યારે 2009માં યુક્રેઇનનાં વડા યુલિયા ત્યમોશેન્કોએ લીંબુ પર મારો બોલાવ્યો હતો અને નાગરિકોને ગરમ પાણીમાં લીંબુ પીવા કહ્યું હતું જેથી બિમારીથી બચી શકાય.અત્યારના સંજોગોમાં પણ રશિયા અને યુક્રેઇનમાં આદું અને લીંબુની માંગ વધી ગઇ છે કારણકે તે ઇન્ફ્લુએન્ઝાના ઘરગથ્થુ ઉપચાર તરીકે વપરાય છે. પૂર્વિય સંસ્કૃતિ અનુસાર ઘરગથ્થુ ઉપચારો નોર્થ મેસેડોનિયામાં બહુ પ્રચલિત છે.હળદર,મરી, ગોજી બેરી વગેરેની પૉપ્યુલારિટીને પગલે હેલ્થફૂડ સ્ટોર્સ પણ ખુલવા માંડ્યા છે.આદુનો ઉપયોગ મેસેડોનિયામાં પણ વધી ગયો છે. તુર્કસ્તાનનાં લોકો લીંબુ વાળા યુડિકોલોનથી હાથ ધોવાનું પસંદ કરે છે અને આ ફ્લેવર ફ્રેગરન્સ વાળા યુડિકોલોનનો ભાવ પણ વધી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK