Coronavirus: ઘરમાં બંધ રહેવું પડે ત્યારે મનની સ્વસ્થતા માટે કરવું આમ

Updated: Mar 24, 2020, 12:49 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પેનિક અટેક અને ડિપ્રેશનથી દૂર રહેવા માટે અત્યારનાં સંજોગોમાં હકારાત્મક માનસિકતા બહુ અનિવાર્ય છે

તાજેતરમાં મારે એવા લોકોને મળવાનું થયું છે જેઓ સતત ઘરમાં રહેવાની પરિસ્થિતી અને અલગ અલગ માધ્યમો પરથી મળતા રહેતા માહિતીનાં ઓવર લોડને કારણે તાણમાં રહે છે. આવા લોકોમાં મોટે ભાગે મને એકસરખી ફરિયાદો જોવા મળી છે જેમકે  કાયમી રૂટિન ન હોવાથી કંટાળો અને ફ્રસ્ટ્રેશન, ઘરે કુશળતા પૂર્વક કામ ન થતું હોવાથી ગુસ્સો કે અકળામણ (બાળકો કે બીજા સદસ્યોને કારણે પડતી ખલેલ, બીજા કામોમાં પોતાનું કામ પડતું મુકીને કરવી પડતી મદદ), રિલેશનશીપ ઇશ્યુ કારણકે એકસાથે અચાનક જ ઘરમાં બધાં એક સાથે રહી રહ્યાં છે અને પોતાને કોઇ રીતે COVID-19નો ચેપ તો નહીં લાગેને તેની ચિંતા, સાથે દૂકાનોમાં સામાન ખલાસ થઇ જશે તો શું, જે લોકો સાવચેતીનાં પગલાં ન લઇ રહ્યા હોય તેમની સામે ચીઢ વગેરે.

શું કરીને રહી શકો છો બિઝી?

આ મોટાભાગનાં પ્રશ્નો પરિસ્થિતિ પરનો કાબુ ગુમાવતા ની અસલામતી અજાણ્યા રોગ નો ડર અને એકાંત ને કારણે ખડા થતાં હોય છે. અત્યારના સંજોગોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતર કેળવી રહ્યા છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ માત્ર શારીરિક અંતર છે લાગણીઓથી અંતર નથી. આ તબક્કા દરમિયાન આપણે આપણો સમય સૌથી પહેલાં તો જાત સાથે જોડાવા માટે ઉપયોગમાં લેવો જોઈએ.  ત્યાર બાદ કુટુંબીજનો તથા મિત્રો સાથે સંપર્ક સાધવો જોઈએ સોશિયલ મીડિયાને કારણે આપણે આપણાથી દૂર રહેતા સ્વજનો સાથે તરત જ સંપર્ક સાધી શકીએ છીએ આપણે આ સમયનો ઉપયોગ એવા લોકો સુધી પહોંચવા માટે કરવો જોઈએ જેમને પણ આ જ પ્રકારની ચિંતા કે હતાશાનો અનુભવ થતો હોય.  તમે વર્ચ્યુઅલી કોઈની સાથે ફિલ્મો જોઇ શકો છો અને ઓનલાઈન પાર્ટી પણ કરી શકો છો ખરું ને!  

પેનિક અટેક અને એન્ગ્ઝાયટીથી આમ રહો દૂર

પેનિક અટેક અને ઍન્ગ્ઝાયટી થી દૂર રહેવા માટે તમારે સતત સમાચારો જોવાનું ટાળવું જોઈએ. કેટલા કેસ થયા કઈ રીતે આ રોગચાળો પ્રસરી રહ્યો છે તે વગેરે અંગે સમાચારો જોવું ઇન્ટરનેટ પર તેના વિશે માહિતી શોધવી એ બધું તમારે ટાળવું જોઈએ. આમ કરવાથી તમને પરિસ્થિતિમાં સારું ફીલ થાય એવી શક્યતા બહુ ઓછી છે. માટે જ વારંવાર સમાચારો ચકાસવાનો ટાળો કિસનું ટ્રેકિંગ પણ દિવસમાં એકથી વધારે વાર ન કરો. વળી  એવા જ સ્ત્રોતનો આધાર રાખવો જે વિશ્વસનીય હોય. મિત્રો સાથે અને સમાચારોની વાત કરો ત્યારે તમને પોતાને કેવી લાગણી થાય છે તમે આ ત્રણ સાથે કઈ રીતે ડીલીટ કરો છો તેની ચર્ચા કરો કેસના આંકડાની વાત ન કરો આમ કરવાથી તમે તમારી લાગણીઓને અને સ્વીકારશો અને જાતની ચિંતા અને કાળજી બંને સમજી શકશો તમારા દિવસનો વધારે સર્જનાત્મક રીતે ઉપયોગ કરો. પુસ્તક વાંચો, પેઇન્ટિંગ કરો, સંગીત સાંભળો, કંઈક નવું શીખો અથવા તો તમને જે આવડે છે તેની પ્રેક્ટિસ કરો, ઓનલાઇન અભ્યાસ કરો, મિત્રો સાથે વાત કરો, ફિલ્મ જોવો, ઘરમાં એક્સરસાઇઝ અથવા તો કરો બોર્ડ ગેમ રમો, ઓનલાઇન મલ્ટિપ્લેયર વાળી ગેમ રમો, ધ્યાન ધરો ઘરમાં  સફાઇ કરો, તમારી વસ્તુઓ ગોઠવો, તમારા ફોન, લેપટોપ, ઈમેલ વગેરેનો ક્લટર દૂર કરો. મને ખાતરી છે કે એવી ઘણી બધી ચીજો હશે જે તમારે પહેલા કરવી હશે પણ તમારા રોજના કામમાં તમે એ બધું નહીં કરી શકતા હો અને ખાસ કરીને જો એ કૌટુંબિક પ્રવૃત્તિ હશે તો એ કરવાનો તો આ યોગ્ય સમય છે કારણકે પહેલાંની વ્યસ્તતામાં તમે નહોતા કરી શકતા.  આ સમય દરમિયાન એ બધું જ કરી શકશો, આમ તમારું મન વધારે તાજગી અને હકારાત્મક રહેશે.

નવા રૂટિનમાં સંતુલન જાળવો

નવું રૂટિન ઘડો જે તમે ઘરેથી કામ કરતા હોય તો તે રીતે અથવા તો ઘરમાં સતત આસપાસ રહેનારા લોકો સાથે તમે તાલ મેળવી શકો તે પ્રમાણે બનેલું હોય. ઘરમાં બધા જ એકબીજાનું રૂટિન સમજે તે જરૂરી છે અને કોઈપણ વ્યક્તિની કામની કે અંગત સ્પેસને મામલે ગૂંગળામણ ન થાય તે રીતે બધું ગોઠવો.  ખાંડ અને કેફિનનો તમારો ઇન્ટેક ઘટાડો કારણ કે તેનાથી તમને વધારે અકળામણ કે વ્યાકુળતા થાય તેવી શક્યતા છે.  પોષક આહાર લો, પૂરતું પાણી પીવો, સરખી ઉંઘ લો, તથા સાવચેતીના પગલા લો. તમને લાગે કે તમે હજી પણ સંજોગો સંભાળી નથી શકતા તો તમે ઓનલાઇન પણ કોઈ થેરાપિસ્ટ નો સંપર્ક કરી શકો છો.

રિતિકા અગ્રવાલ મહેતા, કન્સલ્ટન્ટ સાયકોલૉજિસ્ટ, જસલોક હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK