કોરોનાની દવા હજી શોધાઈ નથી, એટલે ફલાણી જગ્યાએ મળે છે એવું માનશો નહીં

Published: Mar 25, 2020, 18:56 IST | Health Bulletin | Mumbai

હેલ્થ બુલેટિન: કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીં એ જાણવાની કિટ વેચાતી મળે છે...

કોરોના વાઈરસ
કોરોના વાઈરસ

કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીં એ જાણવાની કિટ વેચાતી મળે છે... આ ચેપ ન લાગે એ માટેની રસી ફલાણી જગ્યાએ મળે છે એવા સમાચારો આએદિન વૉટ્સઍપ યુનિવર્સિટી પર ફરતા જોવા મળે છે. આ તમામ સમાચારો એક પ્રકારનાં તિકડમ જ છે. સરકારે બહુ ગણીગાંઠી જગ્યાએ જ એનું નિદાન થાય એ માટેની ટૂલ-કિટ ઉપલબ્ધ કરાવી છે.

હાલમાં જે એક વાઇરસે આખી દુનિયાને ઊંચીનીચી કરી દીધી છે એ કોરોના ફૅમિલીનો નવો વાઇરસ છે. મેડિકલ સાયન્ટિસ્ટોએ નામ આપ્યું છે કોવિડ-૧૯. સાર્સ અને મર્સના જ ફૅમિલીના ગણાતા આ વાઇરસની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. ડિસેમ્બર મહિનામાં વુહાનમાં જ્યારથી આ રોગચાળો શરૂ થયો છે ત્યારે બહુ શરૂઆતના તબક્કામાં જ આ વાઇરસનું જિનેટિકલ બંધારણ વૈજ્ઞાનિકોના હાથમાં આવી ગયેલું. જોકે એ પછી પણ એના મારણ અને નિવારણ સમી દવાઓ કે રસીઓ શોધાયાના ઠોસ સબૂત નથી. હાલમાં વિશ્વભરમાંથી ૩૫ કંપનીઓ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ એની દવા અને રસી શોધવાના સંશોધનમાં મચી પડી છે. ઇઝરાયલ અને અમેરિકાની કંપનીઓ એમાં સૌથી મોખરે છે. અમેરિકાની બોસ્ટનસ્થિત કંપની મૉડર્નાએ તૈયાર કરેલી વૅક્સિની ટ્રાયલ હાલમાં ત્રણ જણ પર થઈ છે. જે લોકો પર એ રસી અપાઈ છે તેમને થોડાક મહિનાઓ સુધી ઑબ્ઝર્વ કરવામાં આવશે અને એ પછી રસીની ક્લિનિકલ ટ્રાયલ બીજા તબક્કામાં પ્રવેશશે. બીજા ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ જ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા એને વર્લ્ડવાઇડ રસી તરીકે માન્યતા મળી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK