Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > COVID-19 & Face Masks: માસ્ક પહેરતી વખતે તમે પણ આ ભૂલ તો નથી કરતા ને?

COVID-19 & Face Masks: માસ્ક પહેરતી વખતે તમે પણ આ ભૂલ તો નથી કરતા ને?

11 June, 2020 02:54 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

COVID-19 & Face Masks: માસ્ક પહેરતી વખતે તમે પણ આ ભૂલ તો નથી કરતા ને?

માસ્ક પહેરવાની રીત

માસ્ક પહેરવાની રીત


ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસના કહેરે અમુક જ મહિનામાં વિશ્વભરના મોટાભાગના દેશોને પોતાનો શિકાર બનાવી લીધો છે. ઝડપથી ફેલાતા આ જીવલેણ વાયરસને અટકાવવા માટે ઘણાં દેશોમાં મહિનાઓથી લૉકડાઉન જાહેર છે, પણ હવે ભારત સહિત અન્ય ઘણાં દેશોએ અર્થવ્યવસ્થાને સંભળવા માટે લૉકડાઉન પૂરું કરવાનો નિર્ણય લીધો છે. કારણકે આ સમયે વાયરસની ન તો કોઇ સારવાર છે અને ન તો કોઇ વેક્સીન, આ માટે ઑફિસ કે અન્ય કારણે પણ ઘરમાંથી બહાર નીકળવા પર માસ્ક પહેરવું ફરજિયાત છે.

એક તરફ આ સારી વાત છે કે સરકાર સાછે લોકો પણ આ વાયરસના કહેરને ઘટાડવા માટે મળીને કામ કરી રહ્યા છે. જો કે, ડરવાની વાત એ છે કે મોટાભાગના લોકોને માસ્ક પહેરવાની યોગ્ય રીત ખબર જ નથી.



એક્સપર્ટનું માનવું છે કે જો તમને માસ્ક પહેર્યા પછી ખૂબ જ મુંજવણ અનુભવાય છે, તો તમે માસ્ક યોગ્ય રીતે પહેર્યું નથી. સૌથી મોટી ભૂલ જે લોકો કરે છે તે એ છે કે સાર્વજનિક જગ્યા પર કોઇની સાથે વાત કરતી વખતે તેને દાઢીથી નીચે સરકાવી દે છે, જે ખૂબ જ અયોગ્ય છે.


અહીં જણાવીએ કે માસ્ક પહેરતી વખતે 5 એવી બાબતો જે તમારે ન કરવી જોઇએ.

1. માસ્કને નાકની નીચે ન પહેરવું.


2. દાઢીપણ માસ્કથી કવર કરવી.

3. એવો માસ્ક ન પહેરવો જે ઢીલો હોય.

4. માસ્કથી નાકને પણ સારી રીતે ઢાંકી દેવું. આ ફક્ત તમારા નાકની ટિપ પર ન હોવું જોઇએ.

5. જ્યારે કોઈની સાથે વાત કરતાં હોવ તો, માસ્ક ડોક પર ન સરકાવી લેવું.

માસ્ક પહેરવાની યોગ્ય રીત
માસ્ક તમારા નાકથી શરૂ થઈને દાઢી સુધી પહોંચવું જોઇએ. એટલે કે તમારા નાકના બ્રિજ, જ્યાંથી નાક શરૂ થાય છે ત્યાંથી લઈને માસ્કથી દાઢી પણ ઢંકાયેલી હોવી જોઇએ. માસ્ક કોઇપણ ગૅપ વગર તમારા મોઢાની આસપાસ સારી રીતે લાગેલું હોવું જોઇએ. માસ્ક બરાબર ફિટ હોવું જોઇએ.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 02:54 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK