શા માટે લોકોને સેક્સમાં રસ રહેતો નથી?

Published: 1st October, 2020 21:47 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘણા એવા કારણો છે જેના લીધે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રત્યે આકર્ષણ ન રહે એટલું જ નહીં પરંતુ સેક્સમાંથી જ રસ ઉડી જાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોઈ રિલેશનશીપની શરૂઆતમાં બંને પક્ષ તરફથી શારીરિક આકર્ષણ જબરદસ્ત હોય છે. પરંતુ સમય જતા તે ઓછુ થતુ જાય છે, આનું કારણ ફક્ત એકબીજા સાથે વધુ સમય પસાર કર્યો એ નથી. ઘણા એવા કારણો છે જેના લીધે વ્યક્તિને પોતાના પાર્ટનર પ્રત્યે આકર્ષણ ન રહે એટલું જ નહીં પરંતુ સેક્સમાંથી જ રસ ઉડી જાય છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, જો વ્યક્તિને સ્ટ્રેસ હોય તો તેને સેક્સમાં રસ રહેતો નથી. પાર્ટનર સાથેનો મતભેદ પણ મુખ્ય કારણ હોઈ શકે છે. આવામાં પોતાના પાર્ટનર સાથે સંબંધિત મુદ્દાઓને સ્પષ્ટ કરવા જોઈએ જેથી તમારી સેક્સ લાઈફ ઉપર તેની પ્રતિકૂળ અસર પડે નહીં.

ઘણી વખત થાક પણ સેક્સમાંથી રસ ઉડી જવાનું એક કારણ બને છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં લોકોનું જીવનધોરણ ખૂબ જ વ્યસ્ત હોય છે, ક્યાં આખો દિવસ નીકળી જાય એ ખબર પડતી નથી એવામાં રાતના તમને ફક્ત એક પુરતી ઉંઘની જ જરૂર હોય છે. અન્ય કોઈ વિચાર તમારા મનમાં આવે જ નહીં.

હોર્મન્સમાં અસમતોલન થવાથી પણ સેક્સ કરવાનું મન ન થાય એવુ બનતું હોય છે. હોર્મન્સમાં ફેરફાર થવાથી તમારી સેક્સ લાઈફ ઉપર સૌથી વધુ અસર પડે છે. નિષ્ણાતોનું પણ માનવું છે કે ‘પેઈનફૂલ’ સેક્સમાંથી વ્યક્તિ આગળ જતા સેક્સ ન કરવાનો જ ઈરાદો બનાવી દેતો હોય છે. સેક્સ એ એક આનંદ કરવાની પ્રક્રિયા છે પરંતુ તે પિડાદાયક બને તો તેનો કોઈ અર્થ જ રહેતો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK