છોકરીનો સ્વભાવ કેવો છે તે જણાવશે તેની લિપ્સ્ટિકનો રંગ, જાણો કયો કલર શું કહે છે...

Published: 28th July, 2020 19:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

જો તમે કોઇ પણ છોકરીને માત્ર જોઇને તેના વર્તન વિશે જાણવા ઉત્સુક હોવ છો તો તેની લિપ્સ્ટિકના કલર પરથી તમે ઘણું બધું જાણી શકો છો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લિપ્સ્ટિક(Lipstic) ફક્ત છોકરીઓ(Girls)ની સુંદરતા(Beauty) વધારે છે પણ તેનો કલર(Color) તેમની પર્સ્નાલિટી(Personality) વિશે પણ ઘણું બધું ઉજાગર કરે છે. હા ખરેખર, જો તમે કોઇ છોકરીને જોઇને તેના વર્તન વિશે જાણવા માગો છો તો તેની લિપ્સ્ટિકના કલરથી તમે ઘણું બધું જાણી શકો છો. જ્યોતિષ વિજ્ઞાન પ્રમાણે કલર્સનો લોકોના જીવન પર ઊંડો પ્રભાવ પડે છે. આ જ કારણ છે કે જે કલર લોકોને ગમતાં હોય છે, તે જ કલર તેઓ સૌથી વધારે પહેરે છે અથવા ઉપયોગમાં લે છે, લોકોનો વ્યવહાર પણ તે પ્રમાણેનો જ હોય છે. હકીકતે રંગ વ્યવહારને દર્શાવે છે. તો જાણો લિપ્સ્ટિકના કલર જેનાથી તમે છોકરીના વ્યક્તિત્વને કેવી રીતે ઓળખી શકશો...

પિંક કલર (Pink Color)
જો કોઇ મહિલા કે સ્ત્રીને ગુલાબી લિપ્સ્ટિક ગમતી હોય તો તમે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકો ચો. આ યુવતીઓને મસ્તી-મજાક ખૂબ જ ગમતું હોય છે. આમના મનમાં કોઇના પણ પ્રત્યે ઇર્ષ્યા-દ્વેષ નથી હોતો. તેમની મિત્રતાની લિસ્ટ પણ ઘણી લાંબી હોય છે ઘર હોય કે કાર્યક્ષેત્ર આ બધે જ બધાંની ફેવરિટ હોય છે.

રેડ કલર (Red Color)
જો કોઇ મહિલાને રેડ કલરની લિપ્સ્ટિક ગમે છે તો સમજી લો કે તે ખૂબ જ બોલ્ડ અને કૉન્ફિડેન્ટ સ્વભાવની છે. પોતાના વિશે હંમેશાં સજાગ રહે છે. તેમને તૈયાર થવું, શણગાર ખૂબ જ ગમતું હોય છે. આ જ કારણ છે કે ઘરમાં રહેવું હોય કે બહાર પણ જવું હોય તો તે હંમેશાં સારી રીતે તૈયાર થઈને જાય છે. કહેવામાં આવે છે કે આમને ફ્રેન્ડશિપ કરવી ખૂબ જ ગમે છે.

પીચ કલર(Peach color)
કહેવામાં આવે છે કે જો કોઇને પીચ કલરની લિપ્સ્ટિક ગમે છે તો તેમના કામમાં વચ્ચે આવવું તમને ભારે પડી શકે છે. આ કલર પસંદ કરનારી મહિલાઓને કે છોકરીઓને પોાના કામ અને જીવનમાં બીજાનું ઇન્ટરફિયરન્સ બિલકુલ ગમતું નથી. એ પણ કહેવામાં આવે છે કે આ છોકરીઓ પોતાના કરિઅરને લઈને ખૂબ જ સિરીયસ હોય છે. અને સ્વભાવે ખૂબ જ શાંત પણ હોય છે.

પ્લમ કલર (Plum Color)
જેમને પ્લમ કલરની લિપ્સ્ટિક ગમે છે આવી છોકરીઓને ચેલેન્જ લેવા ખૂબ જ ગમે છે. આ એક વાર જે કામ પૂરું કરવાનું નક્કી કરી લે તો પછી તેમ કામ પૂરું કરીને જ માને છે. જીવનમાં આવતી મોટામાં મોટી મુશ્કેલી પણ આમના મનોબળને ડગાવી નથી શકતી. આ ખૂબ જ પ્રામાણિક હોય છે.

ન્યૂડ કલર (Nude Color)
જો કોઇ યુવતીને ન્યૂડ કલરની લિપ્સ્ટિક ગમે છે તો સમજો કે તે ખૂબ જ એક્સપરિમેન્ટલ સ્વભાવની હશે. આ મોટા ભાગે પોતાના પર નવા-નવા એક્સપરિમેન્ટ્સ કરતી હોય છે. જો કે, થોડીક શરમાળ પણ હોય છે પણ જ્યાં પોતાને પ્રેઝેન્ટ કરવાની વાત આવે ત્યારે આમનામાં ખાસ પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળે છે.

મોવ કલર (Mauve Color)
જો કોઇને મોવ કલરની લિપ્સ્ટિક ગમે છે તો સમજજો કે આ પ્રકારની યુવતીઓને સમજી શકવું સરળ નથી. આમના મનમાં કંઇક હોય અને ચહેરા પર કંઇક. આ પોતાના મનની વાતો પણ કોઇની સાથે શૅર નથી કરતી. કહેવામાં આવે છે કે આ કલર પસંદ કરતી યુવતીઓ ખૂબ જ રહસ્યમયી હોય છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી મિડ-ડે આ સમાચારનું પુષ્ઠિ નથી કરતું.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK