Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચૉકલેટ મૂસ

28 September, 2012 06:27 AM IST |

ચૉકલેટ મૂસ

ચૉકલેટ મૂસ







સામગ્રી


  •  બે કપ દૂધ
  •  ૧૦ ચમચી સાકર
  •  ત્રણ ચમચી કોકો પાઉડર
  •  ૧૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ
  •  ૧૦ ચમચી ચાયના ગ્રાસ
  •  બે ચમચી કસ્ટર્ડ પાઉડર
  •  ૨૦૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
  •  બે ચમચા દળેલી સાકર
  •  એક ચમચી વૅનિલા એસેન્સ
  •  સજાવટ માટે ફ્રેશ ક્રીમ અને ચૉકલેટના ટુકડા


રીત

ચાયના ગ્રાસને પોણો કપ પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો. ત્યાર બાદ એને એક કડાઈમાં ટ્રાન્સફર કરી ગરમ કરો. પીગળી જાય એટલે બાજુ પર રાખી દો.  એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો. એમાં સાકર, કોકો પાઉડર અને ડાર્ક ચૉકલેટ ઉમેરીને હલાવો. અડધો કપ દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરીને હલાવો અને એને ગરમ કરો. આ મિશ્રણ ઊકળે એટલે એમાં કોકો પાઉડરવાળું દૂધ ઉમેરીને બરાબર હલાવો. એને બે મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણમાં ચાયના ગ્રાસ ઉમેરીને હલાવો અને ફરી ઉકાળો. ત્યાર બાદ આ મિશ્રણને ગૅસ પરથી ઉતારીને ગાળી લો અને થોડું ઠંડું થાય ત્યાં સુધી સતત હલાવો. એક બાઉલમાં ફ્રેશ ક્રીમ અને દળેલી સાકર લઈને ખૂબ ફીણો. એમાં વૅનિલા એસેન્સ ઉમેરીને બરાબર મિક્સ કરો. ક્રીમને કોકોવાળા તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરીને હલાવો અને સેટ થવા દો. સેટ થઈ જાય એટલે નાના સર્વિંગ ગ્લાસમાં મૂકી ક્રીમ અને ચૉકલેટથી સજાવીને ઠંડું સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2012 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK