Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ચીઝી પેપર રાઇસ

05 October, 2012 05:34 AM IST |

ચીઝી પેપર રાઇસ

ચીઝી પેપર રાઇસ







સામગ્રી

  •  ચાર સૂકાં લાલ કાશ્મીરી મરચાં
  •  બે ચમચા તેલ
  •  અડધો કપ બારીક સમારેલાં લાલ, લીલાં અને પીળાં કૅપ્સિકમ
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  બે ચમચા ખમણેલું ચીઝ


રાઇસ માટે

  •  ત્રણ ચમચા તેલ
  •  દોઢ કપ બાસમતી ચોખા
  •  મીઠું સ્વાદ પ્રમાણે
  •  સજાવટ માટે બે ચમચા ખમણેલું ચીઝ


રીત


ચોખાને ૩૦ મિનિટ સુધી પલાળો. ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં ચોખાને બે-ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સાંતળો. ત્યાર બાદ એમાં ત્રણ કપ જેટલું પાણી ઉમેરો. પછી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો અને આઠ-દસ મિનિટ સુધી ચડવા દો. થોડી વાર હલાવતા રહેવું. ચોખા ચડી જાય એટલે બાકીનું પાણી નિતારી લેવું.

હવે એક નૉન-સ્ટિક પૅનને ગરમ કરી એમાં સૂકાં લાલ મરચાંને બે-ત્રણ મિનિટ સુધી શેકો. ત્યાર બાદ એને અધકચરાં ખાંડી લો.

એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં કૅપ્સિકમને બેથી ત્રણ મિનિટ સાંતળો. એમાં તૈયાર કરેલો કાશ્મીરી લાલ મરચાંનો ભૂકો ઉમેરીને ફરી સાંતળો. હવે એમાં રાંધેલો ભાત ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી મીઠું ઉમેરીને એક મિનિટ ચડવા દો. છેલ્લે ખમણેલું ચીઝ ઉમેરીને બરાબર મિક્સ કરો અને ફરી એક મિનિટ ચડવા દો.એને સર્વિંગ પ્લેટમાં કાઢી ખમણેલા ચીઝથી ગાર્નિશ કરીને તરત સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2012 05:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK