Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્લિન્ક ઍન્ડ શાઇનિંગ લુક સાથે કરો ન્યુ યરને સેલિબ્રેટ

બ્લિન્ક ઍન્ડ શાઇનિંગ લુક સાથે કરો ન્યુ યરને સેલિબ્રેટ

24 December, 2020 03:37 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બ્લિન્ક ઍન્ડ શાઇનિંગ લુક સાથે કરો ન્યુ યરને સેલિબ્રેટ

બ્લિન્ક ઍન્ડ શાઇનિંગ લુક સાથે કરો ન્યુ યરને સેલિબ્રેટ


નવા વર્ષની ઉજવણીની આપણે દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, પણ આ વખતે ન્યુ યર સેલિબ્રેશનમાં જોઈએ એવો ઉત્સાહ દેખાતો નથી. ૨૦૨૦નું વર્ષ વિશ્વભરના લોકો માટે કપરું રહ્યું હોવાથી સૌકોઈ ઇચ્છે છે કે વર્ષ જલદી પૂરું થાય અને બધા પોતપોતાની રૂટીન લાઇફમાં ફરીથી ગોઠવાઈ જાય. તાજેતરમાં લેટ નાઇટ પાર્ટી અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવતાં રહ્યો-સહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયો છે. જોકે મહિલાઓ ખૂબ આશાવાદી છે. પરિવારના સભ્યો આનંદ કરી શકે એ માટે બધા જ તહેવારોમાં તેમણે વેરિએશન ઍડ કર્યું હતું. નવા વર્ષને પણ તેઓ હટકે સ્ટાઇલમાં આવકારવા તત્પર છે ત્યારે હાઉસ પાર્ટીમાં મહિલાઓનો ડ્રેસકોડ કેવો હોવો જોઈએ એ સંદર્ભે નિષ્ણાતોએ શૅર કરેલા આઇડિયાઝ જાણી લો.

બ્લિન્ક ઍન્ડ શાઇનિંગ લુક



આ વર્ષ બધાનું એકદમ ડલ ગયું હોવાથી નવા વર્ષને ચમકદમક સાથે આવકારવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ માટે ૨૦૨૦ આફત બનીને ત્રાટક્યું છે એમ કહી શકાય. બાળકો અને હસબન્ડની સતત ઘરમાં હાજરી અને કામવાળાની ગેરહાજરી, વર્ક ફ્રૉમ હોમ અને વર્ક ફૉર હોમનું પ્રેશર હૅન્ડલ કરીને હવે તેઓ ચોક્કસ થાકી છે ત્યારે તેમના માટે કંઈક સ્પેશ્યલ સેલિબ્રેશન હોવું જોઈએ. ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા કહે છે, ‘ન્યુ યર પાર્ટીમાં રાત્રે મોડે સુધી બહાર રહેવાની પરવાનગી નથી તેમ જ કોરોનાનો ડર ગયો નથી એટલે ગણપતિ, નવરાત્ર‌િ, દિવાળી એમ બધા જ તહેવારોની જેમ ન્યુ યરનું સેલિબ્રેશન પણ ઘરમાં રહીને કરવાનું છે. હાઉસ પાર્ટીમાં ગ્લિટર, શાઇન ઍન્ડ બ્લિન્ક ડ્રેસકોડ રાખવો. રેઇનબો બ્લિન્ક, ન્યુડ બ્લિન્ક, વેલ્વેટ ફૅબ્રિક જેવા ઘણા ઑપ્શન છે. ફૅમિલી મેમ્બર્સ સાથે સેલિબ્રેટ કરવાના છો, ફૅમિલી વિથ ફ્રેન્ડ્સ મળીને એન્જૉય કરવાના છો કે પછી લેડીઝ પાર્ટી પ્લાન કરી છે એ પ્રમાણે ડ્રેસિસમાં ચેન્જિસ લાવી શકાય. ફૅમિલી પાર્ટીમાં કલરફુલ ડ્રેસ પહેરી શકાય. ફૅમિલી વિથ ફ્રેન્ડ્સ પાર્ટીમાં મહિલાઓનો ડ્રેસકોડ હોવો જોઈએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ઝગમગ કરતી સાડી. બેસ્ટ સાડી અને બેસ્ટ સ્માઇલ માટે ગિફ્ટ પણ આપવી. મહિલાઓ માટે ગૉસિપ પાયજામા પાર્ટી, ક્વીન તેમ જ ઝુમ્બા પાર્ટી બેસ્ટ ચૉઇસ છે.’


યસ, મહિલાઓએ લૉકડાઉનમાં ડબલ કામ કર્યું હોવા છતાં તેમનો અપ્રોચ પૉઝિટિવ રહ્યો હોવાથી ન્યુ યર સેલિબ્રેશનમાં ઘણાં ઇનોવેશન્સ જોવા મળશે. ફૅશન-ડિઝાઇનર કિંજલ પંડ્યા કહે છે, ‘કોરોનાકાળમાં મહિલાઓ રોલ મૉડલ બનીને ઊભરી છે. આ વખતની ન્યુ યર થીમમાં સીક્વન્સ અને શ‌િમર લુક તેમની પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી શકે છે. નવા વર્ષને આવકારતી વખતે રેડ, વાઇટ અને બ્લૅક આ ત્રણ કલર્સ પર ફોકસ રાખવું. આ એવા રંગો છે જે બધાની પાસે હોય છે. દરેક વયના લોકો પાર્ટિસિપેટ કરી શકે એવી હાઉસ પાર્ટીમાં સીક્વન્સ (ટીકીવાળાં વસ્ત્રો) બ્લાઉઝ સાથે શિફોન સાડી ગ્લૅમરસ લુક આપશે. ઘરમાં બધા કમ્ફર્ટેબલ હોય તો ટીકીવાળાં શૉર્ટ ડ્રેસ અથવા ગાઉન પણ પહેરી શકાય.’

પૉકેટ-ફ્રેન્ડ્લી ડ્રેસિસ


હાઉસ પાર્ટીમાં શાઇનિંગ લુક બેસ્ટ રહેશે, પરંતુ જો તમારી પાસે એવા ડ્રેસ ન હોય તો ખર્ચો કરવાની આવશ્યકતા નથી. ઇકૉનૉમિકલ ક્રાઇસિસને ધ્યાનમાં રાખી દરેક મહિલા પોતાની ક્રીએટિવિટી ઉમેરી પૉકેટ-ફ્રેન્ડ્લી ડ્રેસકોડ રાખી શકે છે. ઇનોવેટિવ આઇડિયાઝ શૅર કરતાં કિંજલ કહે છે, ‘દરેક મહિલા પાસે વાઇટ ટી-શર્ટ હોય જ છે. ફૅબ્રિક ગ્લુ વડે ટી-શર્ટ પર સીક્વન્સ, સ્ટ‌િકર્સ ચોંટાડી શકો છો. સ્કેચ પેન અથવા ગ્લિટર પેન વડે મોટા અક્ષરોમાં ગુડબાય 2020 અને વેલકમ 2021 લખી શાઇનિંગ લુક આપી શકાય. ફૅમિલી પાર્ટીમાં વાઇટ ટી-શર્ટ પર ક્રીએટિવિટી કરવાની ગેમ્સ પણ રાખી શકાય. બધાને મજા આવશે. આખું વર્ષ માસ્ક પહેરીને આપણે કંટાળી ગયા છીએ. આવનારા વર્ષમાં માસ્કથી છુટકારો મળે અને કોરોના જેવી મહામારીનો નાશ થાય આ થીમ પર ડ્રેસકોડ રાખવાથી પૉઝિટિવ વાઇબ્સ આવશે. ટી-શર્ટ પર આકર્ષક ડિઝાઇનમાં વેલકમ 2021 લખો. એની બરાબર નીચે માસ્કને ફૅબ્રિક ગ્લુ વડે ચીપકાવી એના પર ક્રૉસની સાઇન કરો. વાઇટ ઉપરાંત રેડ કલર પણ અટ્રૅક્ટિવ લાગશે. વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ક્રિસમસ અને ન્યુ યર પાર્ટીમાં રેડ ઍન્ડ વાઇટ કલર ઑલ્વેઝ ટ્રેન્ડમાં હોય છે. ટી-શર્ટ ઉપરાંત જૂના વનપીસ અને ગાઉનમાં પણ ચેન્જિસ કરી શકાય. ઘરમાં અવેલેબલ હોય એમાં જ ક્રીએટિવિટી ઍડ કરી અનોખું આકર્ષણ ઊભું કરી શકો છો.’

ઓન્લી ફૉર લેડીઝ

હસબન્ડ અને ફૅમિલી મેમ્બરોએ ઘરના મહિલા સભ્યો માટે થૅન્ક્સ ગિવિંગ સ્ટાઇલમાં ક્વીન થીમ પાર્ટીનું આયોજન કરવું જોઈએ. આઇડિયાઝ શૅર કરતાં પરિણી કહે છે, ‘આ વર્ષે મોટા ભાગના લગ્ન સમારંભમાં રિસેપ્શન થયાં નથી એટલે ઇન્ડો-વેસ્ટર્ન ગાઉન વૉર્ડરોબમાં જ પડ્યા છે. આ થીમમાં મહિલાઓ ગાઉન પહેરીને બેસી રહે અને બાકીના મેમ્બરો તેમને ક્વીનની જેમ પૅમ્પર કરી શકે છે. ફૅમિલી અને નજીકના ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેશન કર્યા બાદ મહિલાઓએ પોતાના માટે અલગથી ગૉસિપ પાયજામા પાર્ટી રાખવી જોઈએ. તમારી પાસે એક્સ્ટ્રા રૂમની સગવડ હોય અથવા ફ્રેન્ડ્સ સર્કલમાં જેન્ડ્સ ઍન્ડ લેડીઝ માટે રાતના બાર વાગ્યા પછી અલગ પાર્ટી મૅનેજ થઈ શકે એમ હોય તેમના માટે પાયજામા પાર્ટી બેસ્ટ છે. ડ્રેસકોડમાં તો કંઈ કરવાનું જ નથી. બધી લેડીઝે પોતાના મનગમતા નાઇટ ડ્રેસ સાથે સૅન્ટા કૅપ પહેરવી. ગૉસિપિંગ માટે ફ્રી રહી શકો એ માટે ખાણી-પીણીને સાઇડ પર મૂકી માત્ર ડિઝર્ટ રાખવું. આજકાલ મહિલાઓમાં વર્કઆઉટનો ટ્રેન્ડ છે તેથી ઝુમ્બા થીમ પણ અનેરું આકર્ષણ ઊભું કરશે. ઝુમ્બામાં સામાન્ય રીતે ટ્રેક પૅન્ટ પહેરવાનું હોય એમાં કોઈ ચેન્જિસ નહીં કરો તો ચાલશે. ઉપર શાઇનિંગવાળું જૅકેટ પહેરો અને પગમાં શૂઝ. આ સીઝનમાં ગ્લિટર જૅકેટ અને વેલ્વેટનાં શૂઝ સહેલાઇથી મળી જશે. આ વર્ષ નિરાશાજનક રહ્યું હોવાથી કોઈ પણ થીમ રાખો, તમારા લુકમાં શાઇનિંગ ફૅક્ટર ઍડ કરવું જોઈએ.’

આ વખતે ઓન્લી ફૉર લેડીઝ પાર્ટી ઓછી થશે, કારણ કે પુરુષો માટે રાત્રે મોડે સુધી બહાર રહેવાની પરમ‌િશન નથી. તેઓ બહાર હોય ત્યારે જ તેમને પાર્ટી કરવા માટે ઘર ખાલી મળે. કિંજલ કહે છે, ‘બાય ચાન્સ તમને પાર્ટી કરવા મળે તો પૉટ પાર્ટી બેસ્ટ છે. મહિલાઓને આમ પણ આવી પાર્ટી બહુ ગમતી હોય છે. નવું વર્ષ છે એટલે પૉટ પાર્ટીમાં શૉર્ટ્સ અથવા હાફ લેંગ્થ સ્કર્ટ વિથ ક્રૉપ ટૉપ પહેરો. ગુજરાતી મહિલાઓને આ પ્રકારનાં વસ્ત્રો પહેરવાની તક ઓછી મળતી હોય છે તો ઝડપી લો અને ખૂબ એન્જૉય કરો.’

આપણા બધાનું ૨૦૨૦નું વર્ષ ડલ ગયું હોવાથી નવા વર્ષની ઉજવણીમાં રેઇનબો બ્લિન્ક, ન્યુડ બ્લિન્ક, ગ્લિટર, વેલ્વેટ જેવા ચમકદમકવાળા ડ્રેસકોડ પસંદ કરવા. ફૅમિલી વિથ ફ્રેન્ડ્સ પાર્ટીમાં મહિલાઓએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ઝગમગ કરતી સાડી પહેરવી. વૉર્ડરોબમાં પડેલા ઇન્ડો-વેસ્ટર્ન ગાઉનને બહાર કાઢી ક્વીનની જેમ તૈયાર થાઓ. ઓન્લી ફૉર લેડીઝ માટે ગૉસિપ પાયજામા પાર્ટી તેમ જ ઝુમ્બા પાર્ટી બેસ્ટ ચૉઇસ છે. પાયજામા થીમમાં નાઇટ ડ્રેસ સાથે સૅન્ટા કૅપ પહેરવી. ગૉસિપિંગ માટે ફ્રી રહી શકો એ માટે ખાણી-પીણીને સાઇડ પર મૂકી માત્ર ડિઝર્ટ રાખવું. આજકાલ મહિલાઓમાં વર્કઆઉટનો ટ્રેન્ડ છે તેથી ઝુમ્બા થીમ પણ અનેરું આકર્ષણ ઊભું કરશે. આ પાર્ટીમાં ટ્રેક પૅન્ટ સાથે શાઇનિંગવાળું જૅકેટ પહેરો અને પગમાં વેલ્વેટ શૂઝ પહેરવાં. ઇન શૉર્ટ ન્યુ યર સેલિબ્રેશનમાં શાઇનિંગ ફૅક્ટર ઍડ કરવું.

- પરિણી ગાલા, ફૅશન-ડિઝાઇનર

દરેક વયના લોકો પાર્ટિસિપેટ કરી શકે એવી હાઉસ પાર્ટીમાં સીક્વન્સ બ્લાઉઝ સાથે શિફોન સાડી ગ્લૅમરસ લુક આપશે. ઘરમાં બધા કમ્ફર્ટેબલ હોય તો ટીકીવાળા શૉર્ટ ડ્રેસ અથવા ગાઉન પણ પહેરી શકાય. વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ક્રિસમસ અને ન્યુ યર પાર્ટીમાં રેડ ઍન્ડ વાઇટ કલર ઑલ્વેઝ ટ્રેન્ડમાં હોય છે તેથી એના પર ફોકસ રાખી પોતાની ક્રીએટિવિટી પ્રમાણે ડ્રેસકોડ ડિઝાઇન કરી શકો છો. વાઇટ ટી-શર્ટ પર આકર્ષક ડિઝાઇનમાં વેલકમ 2021 લખો. એની બરાબર નીચે માસ્કને ફૅબ્રિક ગ્લુ વડે ચીપકાવી એના પર ક્રૉસની સાઇન કરો. આવનારા વર્ષમાં માસ્કથી છુટકારો મળે અને કોરોના જેવી મહામારીનો નાશ થાય આ થીમ પર ડ્રેસકોડ રાખવાથી પૉઝિટિવ વાઇબ્સ આવશે. ઓન્લી ફૉર લેડીઝ પૉટ પાર્ટીમાં શૉર્ટ્સ અથવા હાફ લેંગ્થ સ્કર્ટ વિથ ક્રૉપ ટૉપ પહેરવાની તક ઝડપી લો અને એન્જૉય કરો.

- કિંજલ પંડ્યા, ફૅશન-ડિઝાઇનર

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 03:37 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK