15 વર્ષ જૂની કાર કરશે તમારું ખિસ્સુ ખાલી, રજિસ્ટ્રેશન પર ચૂકવવી પડશે આટલી ફી

Updated: Oct 13, 2019, 16:54 IST | મુંબઈ ડેસ્ક

સરકાર પોતાના આ નિયમો વર્ષ 2020ના મધ્યથી લાગૂ પાડી શકે છે. આ સિવાય સરકાર સ્ક્રેપિંગ માટે અપ્રૂવ્ડ સેંટર્સ વધારવાનો લક્ષ્ય રાખ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જો તમે પણ 15 વર્ષ જૂની ગાડી ચલાવો છો તો આ તમને કંગાલ કરી શકે છે. એક તો જૂની ગાડીઓનું મેન્ટેનન્સ અને બીજીવાર રજિસ્ટ્રેશન પર 25 ગણી વધારે આપવામાં આવતી કિંમત એક નવા વાહનની કિંમત કરતાં પણ વધારે મોંઘી પડી શકે છે. એક અંગ્રેજી સમાચાર પ્રમાણે રસ્તા પર પરિવહન મંત્રાલયે કૉ-વૉલ્યન્ટ્રી સ્ક્રેપિંગ ઑફર જો સરકારે સ્વીકાર કરી લીધું તો તમને તમારા વાહનની રજિસ્ટ્રી કરાવવા માટે 25 ગણી વધારે કિંમત ચૂકવવી પડશે.

જુના ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન ફીમાં 25 ટકાનો વધારો થઇ શકે છે
ભારતના જાણીતા અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવેલા સમાચાર પ્રમાણે રોડ ટ્રાન્સપોર્ટેશન ઑફિસે પ્રસ્તાવ આપ્યો છે કે તે જૂના પ્રાઇવેટ વ્હિકલની બીજીવાર રજિસ્ટ્રેશન કરાવવાની ફીમાં 25 ટકાનો વધારો કરવામાં આવે. એટલું જ નહીં, જૂના કોમર્શિયલ વાહનોની વાર્ષિક ફિટનેસની ફીમાં 125 ટકાનો વધારો કરી શકાય છે. એવામાં બધાં જ વિભાગોને મિનિસ્ટ્રીએ આ વિશે પૉલિસી પેપર મોકલીને તેમનો મત માગ્યો છે. જણાવીએ કે સરકાર પોતાના આ નિયમો વર્ષ 2020ના મધ્યથી લાગૂ પાડી શકે છે. આ સિવાય સરકાર સ્ક્રેપિંગ માટે અપ્રૂવ્ડ સેંટર્સ વધારવાનો લક્ષ્ય રાખ્યો છે.

નવો પ્રસ્તાવ જો લાગૂ પાડવામાં આવશે તો 15 વર્ષ જૂની પ્રાઇવેટ ગાડીઓની ફક્ત રજિસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવશે. ફિટનેસ સર્ટિફિકેશન મેળવવાની ફીમાં કંપની કોઇજ વધારો નહીં કરે. આ સિવાય ટુ વ્હિલર્સ અને થ્રીવ્હિલર્સ વાહનોની રિન્યુઅલ ફી 2,000થી 3,000 રૂપિયા થઈ શકે છે. તો, ફોર વ્હિલરની અત્યારની ફી 600 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા થઈ શકે છે. જણાવીએ કે, નવું રેજિસ્ટ્રેશન પ્રાઇવેટ વાહનો પર પાંચ વર્ષ માટે માન્ય રહે છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

આ સિવાય નવા પ્રસ્તાવ પ્રમાણે 15 વર્ષથી વધુ જૂના ટ્રક કે બસની ફિટનેસ ટેસ્ટની ફી 200 રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા થઈ શકે છે. તો કેબ અને મિનીટ્રક માટે આ ફી 15 હજારથી 20 હજાર રૂપિયા થઈ શકે છે. કમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ કરાવવું દરવર્ષે અનિવાર્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયએ સલાહ આપી છે કે ફક્ત વાહન રસ્તા પર ચાલવા માટે ફિટ છે કે નહીં, આ નિર્ણય ફક્ટ ફિટનેસ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે, ન તો વાહનની ઉંમર પરથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK