બ્રેસ્ટફીડ કરાવતા હોઈએ તે સમયગાળામાં અમે કૉન્ડોમ વિના સેક્સ કરી શકીએ?

Published: Dec 11, 2019, 16:24 IST | Dr. Ravi kothari | Mumbai Desk

સેક્સ-સંવાદ : આ દરમ્યાન પ્રોટેક્શન રાખવું કે નહીં એની ચિંતા થાય છે. દુખાવો અને ચિંતાને કારણે શું કરવું એની ખબર નથી પડતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને તાજેતરમાં મારી વાઇફે નૉર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપ્યો છે. અમને ફર્ટિલિટી રિલેટેડ ઇશ્યુઝ ક્યારેય આવ્યા જ નથી. ફૅમિલી પ્લાનિંગ માટે તે હંમેશાં ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ લેતી હતી અને જ્યારે અમારે બાળકની ઇચ્છા હતી ત્યારે ગોળીઓ છોડતાં જ ત્રીજા મહિને તેને સારા દિવસ રહેલા. બીજા લોકોને ડિલિવરી પછી ડિપ્રેશન દેખાતું હોય છે, પણ મારી વાઇફ સ્વસ્થ છે. હવે તેને જે ટાંકા લીધેલા એ રુઝાઈ ગયા છે અને અમે ફરીથી સંબંધ શરૂ કર્યો છે. મારે જાણવું એ છે કે શું હવે બાળકને ફીડ કરાવતી હોય ત્યારે ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ ગોળી લેવાની જરૂર ખરી? મારી વાઇફનું કહેવું છે કે જ્યાં સુધી બાળકને બ્રેસ્ટફીડ કરાવતા હોઈએ ત્યાં સુધી પ્રેગ્નન્સી નથી રહેતી. તો શું આ સમયગાળામાં અમે કૉન્ડોમ વિના સેક્સ કરી શકીએ? તેને ઇન્ટિમસીની ઇચ્છા થાય છે, પણ પેનિટ્રેશન દરમ્યાન દુખાવો થાય છે. બીજું, આ દરમ્યાન પ્રોટેક્શન રાખવું કે નહીં એની ચિંતા થાય છે. દુખાવો અને ચિંતાને કારણે શું કરવું એની ખબર નથી પડતી.

જવાબઃ તમારી વાઇફને પોસ્ટ-નેટલ ડિપ્રેશન નથી આવ્યું તો એ સારું જ છે. જોકે પત્નીને સહેજ પણ અસહજ ફીલ થતું હોય કે એકલવાયું લાગતું હોય તો એને અવૉઇડ ન કરવું. બીજું, બાળકને બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે શરીરમાં પ્રોલૅક્ટિન હૉર્મોન્સ ખૂબ વધારે હોય છે. જ્યારે આ હૉર્મોનની માત્રા વધુ હોય ત્યારે પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી પડે છે. અલબત્ત, એવું જરાય ન કહી શકાય કે બ્રેસ્ટ-ફીડિંગ દરમ્યાન તમે સંપૂર્ણપણે સેફ છો અને અનપ્રોટેક્ટેડ સંબંધ રાખશો તો પણ ચાલશે. આ સંજોગોમાં પણ કૉન્ડોમ ઇઝ મસ્ટ. ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ બને ત્યાં સુધી ન લેવી કેમ કે એની અસર બાળકને મળતા દૂધ પર પણ થઈ શકે છે.
નૉર્મલ ડિલિવરી થઈ હોય ત્યારે બાળકનું માથું બહાર કાઢવા માટે યોનિમાર્ગ પાસે મૂકેલા ચીરા પરના ટાંકા ભરાઈ ગયા હોય તો તમે જરૂર સમાગમમાં રાચી શકો છો. પેનિટ્રેશન વખતનો દુખાવો ટાંકાનો તો નથીને એ ચેક કરવું. જો રુઝ આવી ગઈ હોય અને પછી પણ પેનિટ્રેશનમાં તકલીફ હોય તો લુબ્રિકેશન વાપરવું. કૉન્ડોમમાં પ્રોટેક્શન અને લુબ્રિકેશન બન્ને મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK