શું હું એકાદ-બે દારૂના પેગ લીધા પછી વાયેગ્રા લઈને સંભોગ કરું તો ચાલે?

Published: Jan 10, 2020, 16:58 IST | Dr. Ravi Kothari | Mumbai

આલ્કોહૉલ અને વાયેગ્રા સાથે લેવાથી કોઈ તકલીફ થાય?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મને અઠવાડિયે એકાદ વાર બિયર કે વ્હિસ્કી પીવાની આદત છે. મારી પત્નીને વાંધો નથી એટલે ઘરમાં જ પીઉં છું. એ પછી મને તીવ્ર કામેચ્છા જાગે છે અને લાગે છે કે આ વખતે તો બહુ જ પૅશનેટ સેશન થશે. જોકે એ પછી મારો સમાગમ બહુ લાંબો નથી ચાલતો. હું ખૂબ ઉત્તેજનામાં હોઉં છું એટલે આમ થતું હશે એવું મારા ફ્રેન્ડ્સનું કહેવું છે. શું હું એકાદ-બે પેગ લીધા પછી વાયેગ્રા લઈને સંભોગ કરું તો ચાલે? આલ્કોહૉલ અને વાયેગ્રા સાથે લેવાથી કોઈ તકલીફ થાય? મને બીપી, ડાયાબિટીઝ કે અન્ય કોઈ બીમારી નથી. બધી રીતે હેલ્ધી છું, પણ થોડો વધુ સમય સમાગમ ચલાવવા માટે આ પ્રયોગ કરવા માગું છું. શું એની લાંબા ગાળે કોઈ તકલીફ તો નહીં થાયને?

જવાબ: સૌથી પહેલી વાત કે તમને કોઈ તકલીફ ન હોવા છતાં વાયેગ્રા લેવી હિતાવહ નથી. બીજું, એ તમારે જે કારણસર લેવી છે એમાં પણ કોઈ ફાયદાકારક નથી. વાયેગ્રા વ્યક્તિની ઇચ્છા નથી વધારતી કે સમાગમ લાંબો સમય ટકાવવામાં મદદ નથી કરતી. વાયેગ્રા માત્ર આવેલી ઉત્તેજનામાં વધારો કરે છે. એટલે એક વ્યક્તિની ઇન્દ્રિયમાં જો ૩૦ ટકા મજબૂતી આવતી હોય તો વાયેગ્રા એને ૮૦થી ૯૦ ટકા સુધી લઈ જઈ શકે છે. જો તમને ઉત્તેજના આવવામાં અને સમાગમ કરવામાં કોઈ તકલીફ ન પડતી હોય તો વાયેગ્રા લેવાનો કોઈ મતલબ જ નથી. આલ્કોહૉલની આદતથી તમને આગળ જતાં સેક્સલાઇફની વધુ સમસ્યા પણ નડી શકે છે અને એટલે અત્યારે જે ટેમ્પરરી પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ છે એના કરતાંય વધુ ગંભીર તકલીફ માટેનાં દ્વાર ખૂલી જશે. દારૂ સેક્સની ઇચ્છા જગાડે છે, પણ ખરેખર સેક્સક્રીડામાં એ અવરોધરૂપ બને છે. કદાચ શરૂઆતમાં દારૂ લેવાથી તમને કામેચ્છા વધુ જાગે એવું બને, પણ લાંબા ગાળે એ સેક્સલાઇફને ખતમ કરી નાખે છે. દારૂના નશામાં તમે સેક્સના આનંદને ખરેખર એન્જૉય નથી કરી શકતા.

જો તમે સમાગમ સારી રીતે કરી શકતા હો તો વધુ લાંબો સમય સમાગમ ચલાવવાના ચક્કરમાં દારૂ અને વાયેગ્રા વાપરીને ઊલમાંથી ચૂલમાં ન પડો એ બહેતર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK