સવાલ- બાળપણમાં હું બળજબરીનો ભોગ બનેલી અને એ પછી મારી મમ્મી મને બહુ જ પ્રોટેક્ટ કરીને રાખતી હતી. હવે મારી વય ૨૬ વર્ષની છે અને કૉલેજમાં પણ કદી કોઈ છોકરાની નજીક આવી નથી. હવે ઇન્ટરનેટ પણ ઘણું વાંચું છું ત્યારે ચિંતા થાય છે બળજબરી દરમ્યાન મારી વર્જિનિટી જતી રહી હશે કે કેમ? અત્યારે મૅસ્ટરબેશન દરમ્યાન જી-સ્પૉટ શોધવા માટે આંગળી અંદર નાખવાની કોશિશ કરું છું તો આસાનીથી અંદર જાય છે. કોઈ અવરોધ નથી આવતો અને દુખાવો પણ નથી થતો. આમ કરવાથી કોઈ ઉત્તેજના પણ નથી થતી. મારે ફર્સ્ટ અનુભવ વર્જિન અવસ્થામાં જ કરવો છે. ભારતમાં પણ હવે તો બધા જ લોકો વર્જિનિટી અકબંધ રાખવાની સર્જરી કરાવે છે. આ સર્જરી કરાવી શકાય? વર્જિન છું કે કેમ એની તપાસ કરવા જતાં વર્જિનિટી તૂટી જાય એવું બને ખરું? આ માટે પ્લાસ્ટિક-સર્જ્યન પાસે જવાનું હોય કે ગાયનેકોલૉજિસ્ટ પાસે?
જવાબ- ઇન્ટરનેટ જેમ જ્ઞાન પીરસે છે એમ અધકચરું જ્ઞાન પીરસીને ખોટી માન્યતાઓ ઘુસાડવાનું કામ પણ કરે છે. તમે સેક્સ્યુઅલ રિલેશનશિપ બાબતે ખોટી કલ્પનાઓ અને માન્યતાઓ બાંધી બેઠાં છો એટલે કોઈ જ કારણ વિના જીવનમાં એન્ગ્ઝાયટી સર્જાઈ છે. કોઈ પણ વ્યક્તિ પહેલી વાર જાતીય પ્રવૃત્તિમાં પળોટાય છે ત્યારે તેને વિશિષ્ટ આનંદ આવે છે. લોકો એને વર્જિનિટીનો આનંદ માની બેસે છે. બાકી હકીકત એ છે કે કૌમાર્યપટલ અખંડિત હોય કે ન હોય એને અને સેક્સ્યુઅલ પ્લેઝરને કોઈ જ લેવાદેવા નથી. તમારા કે તમારા પાર્ટનરના આનંદમાં એનાથી કોઈ જ ફરક નથી પડવાનો. એટલે જો કોઈ ડૉક્ટર તમને કહે કે કૌમાર્યપટલ તૂટી ગયો છે તો પણ તમારા ભાવિ પતિ સાથેની સુંદર પળોના આનંદમાં કોઈ જ ઓટ આવવાની નથી.
બાકી ઘણી વાર કેટલીક યુવતીઓમાં કૌમાર્યપટલ સમાગમ પછી પણ અકબંધ રહે છે અને ક્યારેક ભારે વજન ઉપાડવાથી કે હેવી સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી પણ તૂટી જાય છે. મને લાગે છે કે કૌમાર્યપટલની હયાતી હશે કે નહીં હોય એનાથી તમારા લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી થવાની એટલું સમજો. એ છતાં સમાધાન કરવું હોય તો કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને મળો.
પત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 IST