પ્રાઇવેટ પાર્ટ્સના વાળ કાઢવા માટે વેક્સિંગ કે બ્લીચ કરાવી શકાય?

Published: Apr 07, 2020, 19:52 IST | Dr. Ravi Kothari | Mumbai

સેક્સ-સંવાદ: મને ચિંતા એ થાય છે કે મારા ફિયાન્સને પ્રાઇવેટ પાર્ટ્સમાંના વાળ નહી ગમે તો? ટ્રીમ કરું છું તો થોડા તો રહી જ જાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર લગ્નલાયક છે અને થોડા જ મહિનામાં મારાં લગ્ન થવાનાં છે. ફિયાન્સે ઘણો જ કૅરિંગ અને રોમૅન્ટિક છે. હું પણ ગુડલુકિંગ છું, પણ મારા કરતાં મારો ફિયાન્સે સહેજ ગોરો છે એને કારણે મને કૉમ્પ્લેક્સ રહે છે. તેને ત્વચાના રંગમાં કોઈ વાંધો નથી. અલબત્ત, તેને મારાં બૉડી-હેર નથી ગમતા. તેનો આગ્રહ હોય છે કે હું નિયમિત વાળ દૂર કરાવીને સ્મૂધ સ્કિન રાખું. અમે હજી સુધી કદી અંગત બાબતોમાં આગળ નથી વધ્યાં. એને કારણે મને ચિંતા એ થાય છે કે પ્રાઇવેટ પાર્ટ્સમાંના વાળ તેને નહીં ગમે તો? હું એ ભાગના વાળ શેવિંગ કરીને કાઢું છું તો ખૂબ ઝડપથી પાછા વધી જાય છે. ટ્રીમ કરું છું તો થોડા તો રહી જ જાય છે. શેવિંગ કરવાથી એ ભાગ બાકીની બૉડી કરતાં કાળો પડવા લાગ્યો છે. વૅક્સિંગ કે બ્લીચ કરાવી શકાય? કેમિકલ્સથી કોઈ રીઍક્શન તો ન આવેને?

જવાબ : લગ્ન પહેલાં છોકરીઓ પોતાના સૌંદર્યને વધુ ને વધુ નિખારવા માગતી હોય એ સમજી શકાય. પણ તમે પ્રાઇવેટ પાર્ટ્સ બાબતે નાહકની ચિંતા કરો છો. કોઈ પણ વ્યક્તિના શરીરની વાત કરીએ તો લગભગ તમામ માણસોના પ્રાઇવેટ પાર્ટ્સની સ્કિન તેમના ઓવરઑલ સ્કિન-ટોન કરતાં ડાર્ક જ હોય છે. એ ભાગમાં વાળ ઊગવા એ પણ એટલું જ કુદરતી છે. કેટલાકને વધુ વાળ ઊગે તો કેટલાકને ઓછા. જો ફિઝિકલ ઇન્ટિમસી દરમ્યાન વાળ ન ગમતા હોય તો જેમ તમે શરીરના બાકી વાળ દૂર કરાવો છો એમ પ્રાઇવેટ પાર્ટ્સના વાળ પણ દૂર કરાવી શકો. વજાઇનાની આસપાસના વાળ કાઢવા માટે વૅક્સિંગ કરાવવું હોય તો એ માટે એક્સપર્ટની મદદ લેવી આવશ્યક છે. અલબત્ત, એ ભાગમાં બ્લીચિંગ કરવું હિતાવહ નથી. ત્યાંની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એના પર કેમિકલનો મારો જેટલો ઓછો થશે એટલી એ વધુ સ્વચ્છ રહેશે. બીજી એક વાત, ગોરું હોય એ જ સુંદર હોય એવી માન્યતા મનમાંથી કાઢી નાખો. પ્રાઇવેટ પાર્ટ્સ સુંદર હોવા કરતાં સ્વચ્છ હોવો વધુ અગત્યનું છે. દિવસમાં બે વાર સાદા સાબુથી એ ભાગ સાફ કરીને કોરો કરવાનું રાખો. કાળી-ગોરી ત્વચાથી તમારી સેક્સલાઇફને કોઈ ફરક નહીં પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK