Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પતિની જૉબ છૂટ્યા પછી સેક્સલાઇફ પર પણ અસર પડી શકે?

પતિની જૉબ છૂટ્યા પછી સેક્સલાઇફ પર પણ અસર પડી શકે?

19 November, 2020 09:39 PM IST | Mumbai
Dr.Ravi Kothari

પતિની જૉબ છૂટ્યા પછી સેક્સલાઇફ પર પણ અસર પડી શકે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવાલ : અમારી સેક્સલાઇફ પહેલાં ઘણી જ સારી હતી, પણ છ મહિના પહેલાં તેમની જોબ છુટી ગઈ. એ પછીનો આખો મહિનો તેમને ચારથી પાંચ જગ્યાએથી એપ્લિકેશન રિજેક્ટ થઈ. એ પછી તેઓ શૅરબજારનું કામ કરવા તરફ વળ્યા. આ સમયગાળા દરમ્યાન તેમને મારી તરફ જોવાની પણ ઇચ્છા નહોતી થતી. અમે એ બે મહિનાઓમાં માંડ એક વાર ઇન્ટિમસી માણી હશે. જોકે પછી તો શૅરમાં પણ ફટકો પડવા લાગ્યો. સૅલરી તો નહોતી જ, પણ મૂડીમાં પણ ફટકો પડ્યો. ત્યારથી ખાસ વાતચીત નથી કરતા, પણ ખબર નહીં તેમને સેક્સના આવેગો ખૂબ આવે છે. ઑલમોસ્ટ રોજેરોજ તેમને સમાગમની ઇચ્છા થાય. એ છતાં હું તેમને પૂરતો સાથ નથી આપતી એ બાબતે ચિડાઈ જાય છે. હું સામે અકળાવાને બદલે ચૂપ રહી જાઉં છું, પણ આનું કરવું શું એ સમજાતું નથી.
જવાબ : તમે પત્ર અહીં ટૂંકાવીને રજૂ કર્યો છે. પત્રમાં વિગતવાર માહિતી પરથી તમારા પતિની આ સમસ્યા કામના સ્ટ્રેસને કારણે જ છે. ઘણી વાર વ્યક્તિ અંદર ને અંદર ખૂબ મૂંઝાતી હોય, પૈસાના ટેન્શનને કારણે રોજિંદા ખર્ચની ચિંતાઓ સતાવે ત્યારે અત્યંત સ્ટ્રેસ ફીલ થાય છે. કેટલાક કિસ્સાઓમાં અતિશય સ્ટ્રેસ અને ડિપ્રેશનને પગલે વ્યક્તિ કામપ્રવૃત્તિમાં વધુ ને વધુ રત રહેવા લાગે છે. એનાથી ટેમ્પરરી ધોરણે સારું લાગે છે, પણ એ કાયમી ઉકેલ નથી.
તમે સામો જવાબ ન આપીને વાતને વણસતી અટકાવો છો એ ખૂબ જ સારું છે. મને લાગે છે કે તમારા પતિ સાથે બેસીને તમારે તેમના દિલમાં શું ચાલી રહ્નાં છે એ સમજવાની જરૂર છે. આર્થિક મુશ્કેલીઓમાં તેઓ એકલા નથી, તમે પણ તેમનો સાથ આપો છો એની ખાતરી કરાવો. તેમને પીડે એ રીતે નહીં, પણ મનમાં ઘુમરાતી ગુંગળામણ તમારી સાથે શેઅર કરીને હળવા થાય એવું તમારે કરવું જોઈએ. બીજી તરફ તેઓ વધુ ડીપ ડિપ્રેશનના કોચલામાં ઘુસી ન જાય એ માટે સતત તેમને સાથ અને હૂંફ આપો. જરૂર લાગે તો કોઈ સારા કાઉન્સેલરને કન્સલ્ટ કરો.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:39 PM IST | Mumbai | Dr.Ravi Kothari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK