સવાલઃ હું છેલ્લા દોઢ વર્ષથી એક રિલેશનશિપમાં છું. હું સંબંધોની બાબતમાં ખૂબ કન્ઝર્વેટિવ છું. મને ખબર છે કે ક્યારે કઈ મર્યાદા તોડવી. અલબત્ત, એને કારણે અમારી વચ્ચે બહુ આર્ગ્યુમેન્ટ્સ પણ થાય છે. તેને લાગે છે કે હું ભાવ ખાઉં છું. જ્યારે હું તેને કહેતી કે રિલેશનશિપને કંઈક સ્ટેટસ મળ્યા વિના હું કોઈ રીતે આગળ વધવા નથી માગતી. જોકે હમણાં મને જાણવા મળ્યું કે તે મારા વિશે તેના દોસ્તો સાથે કંઈક વાત કરી રહ્યો હતો અને મારાથી કંટાળ્યો છે એવું કહેતો હતો. મને બહુ ગુસ્સો આવ્યો અને મેં તેને મળવા બોલાવીને મોં પર આ વાત પૂછી લીધી. પહેલાં તો તેણે સફાઈ આપવાનું શરૂ કર્યું, પણ મને લાગતું હતું કે તે માત્ર પોતાનું બોલેલું ફેરવી તોળવા માગે છે. વાત ઝઘડામાં પરિમણી. તેણે મને એ પણ કહી દીધું કે તે કદી મારાથી અટ્રૅક્ટ થયો જ નહોતો. તેને બીજા કોઈ તરફથી ક્લિયર લાઇન નહોતી મળી રહી એટલે મારી સાથે ફરતો હતો. સ્વાભાવિક છે કે આ દલીલ પછી મારું મગજ બોઇલરની જેમ ફાટ્યું. મેં એકઝાટકે રિલેશન તોડીને ત્યાંથી ચાલતી પકડી લીધી. બીજા દિવસે તેનો ફોન આવ્યો અને મને મળવા બોલાવી. હું ન ગઈ. ત્રણેક વાર મને બોલાવી, મેં કહ્યું કે જે હોય તે ફોન પર કહી દે, પણ તે ન માન્યો. અમે મળ્યાં એટલે તેણે મને દોસ્તી ન તોડવાનું કહ્યું. એક વાર તૂટેલો ભરોસો ફરી બંધાય એમ નથી લાગતો. જોકે તેનું હવેનું વર્તન બહુ સાલસ હોય છે. આવા સંજોગોમાં મારે તેને એક મોકો આપવો અને બધું ભૂલી જવું જોઈએ? ગુસ્સામાં બોલાયેલી વાત ઘણી વાર દિલમાંથી નીકળેલી હોય છે એટલે એ જ ખરેખર હકીકત છે કે તે મારાથી અટ્રૅક્ટેડ નથી છતાં હજીયે બીજી કોઈ ન મળી હોવાથી મને મનાવી રહ્યો છે?
જવાબઃ સી, પ્રેમમાં પડ્યાં હો ત્યારે હંમેશાં વ્યક્તિના શબ્દોને જ પકડવા ન જોઈએ, વર્તન પણ એની સાથે મેળ ખાતું હોય એ જરૂરી છે. જોકે ગુલાબના ફૂલ સાથે રોમૅન્ટિક અદાથી આઇ લવ યુ બોલનારો જ તમને ખરેખર પ્રેમ કરે છે એવું નથી હોતું. એટલે વર્તન-વાણી ઉપરાંત પણ બીજું કંઈક એવું હોય છે જે તમને એકમેક વચ્ચે ખરેખર કૉમ્પેટિબિલિટી છે કે નહીં એનો અંદાજ આપે. તમે જ્યારે ખૂબ ગુસ્સામાં હો અથવા તો અતિશય મોહિત થઈને અભિભૂત થયેલાં હો એ બન્ને અંતિમ સ્થિતિમાં આ અંદાજ બાંધી શકવા સક્ષમ નથી રહેતાં. એ માટે તમારે ખૂબ શાંત થવું પડે. અત્યારે તમે અંદરથી ખૂબ ખળભળી ઊઠેલાં છો એટલે પહેલાં તો થોડો સમય એમ જ જવા દેવાની જરૂર છે.
તે ખરેખર સાચો છે અને તમને પ્રેમ કરે છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ તે સાવ ખોટો છે અથવા તો નકામો દેખાડો કરીને તમને મનાવવાની કોશિશ કરી રહ્યો છે એવું ધારી લેવું પણ અત્યારે યોગ્ય નથી. મને એવું લાગે છે કે તમારે આ ઘટનાને સાવ મગજમાંથી ભૂંસીને હતા એવા સંબંધો કરી દેવાની જરૂર નથી, પરંતુ તેની સાથે દોસ્તી જરૂર નિભાવો. ગર્લફ્રેન્ડની જેમ
વધુ પઝેસિવ થવાની કે તેનામાં વધુ ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. જસ્ટ ઍઝ અ ફ્રેન્ડ ત્રણ-ચાર મહિના જવા દેશો તો થોડા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ઝશે.
15થી 20 મિનિટ સુધી સમાગમ કરી શકીએ છીએ. સ્પ્રે વાપરવાથી લંબાય ખરું?
Dec 10, 2019, 12:58 ISTકોઈ વખાણ કરે તો હું હવામાં ઊડવા માંડું અને જો કોઈ ટીકા કરે તો દુઃખ થાય
Dec 10, 2019, 12:24 ISTએકવાર સમાગમ કર્યા બાદ બીજી વાર પ્રયત્ન કરું તો પૂરતી ઉત્તેજના નથી આવતી. કોઈ ઉપાય બતાવો
Dec 09, 2019, 14:39 ISTમને ગમતી છોકરીને પણ મારામાં રસ છે, જોકે એ જસ્ટ ઇન્ફૅચ્યુએશન છે. શું કરુ
Dec 09, 2019, 14:24 IST