Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બૉડી-હગિંગ ડ્રેસનો છે ટ્રેન્ડ

બૉડી-હગિંગ ડ્રેસનો છે ટ્રેન્ડ

02 August, 2012 06:15 AM IST |

બૉડી-હગિંગ ડ્રેસનો છે ટ્રેન્ડ

બૉડી-હગિંગ ડ્રેસનો છે ટ્રેન્ડ


loos-drassસ્ટાર & સ્ટાઇલ

હાલમાં હૉલીવુડની એક ડિઝાઇનર બૉલીવુડની બ્યુટીઓને ખૂબ ગમી ગઈ છે અને તેઓ તેણે જ ડિઝાઇન કરેલો એક ખાસ ડિઝાઇનનો ડ્રેસ પહેરેલી જોવા મળે છે. ઇન્ટરનૅશનલ ડિઝાઇનર વિક્ટોરિયા બેકહૅમના ડિઝાઇન કરાયેલા આ બૉડી-હગિંગ ડ્રેસ જોવામાં ખૂબ સિમ્પલ છે પણ પહેર્યા બાદ શરીરને નિખારે છે. તાજેતરમાં પ્રિયંકા ચોપડા, નેહા ધુપિયા, મલઇકા અરોરા અને સોનમ કપૂર આવા જ વિક્ટોરિયા બેકહૅમ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસની ખાસિયત એ છે કે એ ગોઠણથી થોડી વધુ લંબાઈના હોય છે અને ટૉપથી બૉટમ સુધી શરીરને ચોંટી જાય એવું ટાઇટ ફિટિંગ ધરાવે છે. ચારે ઍક્ટ્રેસોએ ડ્રેસ સાથે ન્યુડ શેડનાં શૂઝ પહેર્યા છે. સોનમ કપૂર પહેલાં પણ વિક્ટોરિયા બેકહૅમ ડ્રેસ પહેરેલી જોવા મળી છે અને ખુદ વિક્ટોરિયા બેકહૅમે તેની સ્ટાઇલને ખૂબ વખાણી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 06:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK