બીન બર્ગર

Published: 2nd October, 2012 05:23 IST

એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ અને કાંદા નાખી થોડું સાંતળો.સામગ્રી

પૅટીસ માટે

 •  એક ચમચો તેલ
 •  એકથી બે કળી લસણ
 •  એક મિડિયમ કાંદો સમારેલો
 •  એક ચમચી આદું-મરચાંની પેસ્ટ
 •  અડધો કપ કૅપ્સિકમ બારીક સમારેલાં (લાલ, ગ્રીન અને પીળાં)
 •  અડધો કપ બેક્ડ બીન્સ (બજારમાં રેડીમેડ મળતું ટિન વાપરવું)
 •  અડધો કપ બાફેલા અને મેશ કરેલા રાજમા
 •  પા કપ બાફીને અધકચરા વાટેલા મકાઈના દાણા
 •  મીઠું સ્વાદ પ્રમાણે
 •  એક ચમચી ચિલી ફ્લેક્સ
 •  બે ચમચી મિક્સ હબ્ર્સ
 •  એક ચમચી કૅપ્સિકો સૉસ
 •  બે ચમચા ઝીણી સમારેલી કોથમીર
 •  એક કપ બ્રેડ ક્રમ્સ
 •  શેકવા માટે તેલ
 •  ચાર બર્ગરના બન
 •  ચાર ચમચી બટર
 •  ચાર ચીઝ સ્લાઇસ
 •  ૭-૮ લેટિસનાં પત્તાં
 •  ૭-૮ કાંદાની ગોળ સ્લાઇસ
 •  ૭-૮ ટમેટાની ગોળ સ્લાઇસ
 •  ૬-૮ ચમચા ટૉમેટો કેચ-અપ


રીત

એક કડાઈમાં તેલ ગરમ કરો. એમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ અને કાંદા નાખી થોડું સાંતળો. ત્યાર બાદ કૅપ્સિકમ, બેક્ડ બીન્સ, રાજમા અને મકાઈ ઉમેરીને હલાવો. પછી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ ચિલી ફ્લેક્સ, મિક્સ હબ્ર્સ અને કૅપ્સિકો સૉસ ઉમેરીને હલાવો. પાણી બળી જાય ત્યાર બાદ ગૅસ પરથી ઉતારીને ઠંડું કરો.

હવે એમાં કોથમીર અને બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્સ કરો. એના ચાર સરખા ભાગ કરી પૅટીસનો શેપ આપો. એક પૅનમાં આ પૅટીસને બટર લગાવી બન્ને સાઇડથી શેકી લો. બર્ગરના બનને વચ્ચેથી કાપો. એને પણ બટર લગાવીને થોડું શેકી લો.

હવે બન પર ટૉમેટો કેચ-અપ લગાવો. એના પર લેટિસનાં પત્તાં મૂકો. ત્યાર બાદ પૅટીસ મૂકી એના પર કાંદાની તેમ જ ચીઝની સ્લાઇસ મૂકી બનનો બીજો ભાગ મૂકો. વચ્ચે ટૂથપિક ભરાવી સર્વ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK