Bhim UPI 2.0 એપ સોમવારે થશે લોન્ચ, ડોનેશન ગેટવે સહિતની હશે સુવિધાઓ

Published: Oct 20, 2019, 20:45 IST | New Delhi

ભારત સરકાર સોમવારે ‘Bhim UPI2.0 (યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) ’ એપ લોન્ચ કરશે. ઈલેક્ટ્રિક એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીનાં જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ સમિટિ આ નવી એપ લોન્ચ કરશે. આ નવી એપમાં ગ્રાહકો માટે વધારે ફિચર ઉપલબ્ધ કરવવામાં આવ્યા છે.

ભીમ એપ (PC : Financial Express)
ભીમ એપ (PC : Financial Express)

New Delhi : ભારત સરકાર સોમવારે Bhim UPI2.0 (યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) એપ લોન્ચ કરશે. ઈલેક્ટ્રિક એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીનાં જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ સમિટિ આ નવી એપ લોન્ચ કરશે. આ નવી એપમાં ગ્રાહકો માટે વધારે ફિચર ઉપલબ્ધ કરવવામાં આવ્યા છે. સાથે દેશના તમામ લોકોને ડિજિટલ પેમેન્ટ સાથે જોડવા માટે આ એપમાં વધારે ભાષા સામેલ કરવામાં આવી છે. અત્યારે ભીમ યૂપીઆઈ એપમાં 13 ભાષાઓમાં પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.


ભીમની નવી એપ્લિકેશનમાં તમે દાન પણ કરી શકશો
મળી રહેલ માહિતી પ્રમાણે લોન્ચ થઇ રહેલનવી ભીમ યૂપીઆઈ 2.0 એપમાં એક નવી સુવિધા આપવામાં આવશે. આ નવી સુવિધાનું નામ ડોનેશન ગેટને છે. આ ફિચર દ્વારા લોકો હવે ભીમ એપથી દાન પણ કરી શકશે. તે ઉપરાંતનવી એપમાં મર્ચન્ટની તરફથી આપવામાં આવેલ ઓફર પણ દેખાશે.

આ પણ જુઓ : 90ના દાયકાની યાદોઃ એ બૉર્ડ ગેમ્સ જે તમને લઈ જશે તમારા બાળપણમાં...

Bhim એપને વર્ષ2016માં લોન્ચ કરવામાં આવી હતી
ભારત સરકારે ડિસેમ્બર 2016માં ભીમ એપ લોન્ચ કરી હતી. આ એપનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાદ્વારા કરવામાં આવે છે. આ એપમાં અત્યાર સુધીમાં 1 હજાર કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થઈ ચૂક્યા છે. દેશમાં યૂપીઆઈ દ્વારા સૌથી વધારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK