Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સાવધાન, ફસાતા નહીં! Reliance Jioના નામથી પ્લે સ્ટોર પર છે 150 એપ્સ

સાવધાન, ફસાતા નહીં! Reliance Jioના નામથી પ્લે સ્ટોર પર છે 150 એપ્સ

19 July, 2019 01:14 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

સાવધાન, ફસાતા નહીં! Reliance Jioના નામથી પ્લે સ્ટોર પર છે 150 એપ્સ

Reliance Jioના નામથી પ્લે સ્ટોર પર છે 150 એપ્સ

Reliance Jioના નામથી પ્લે સ્ટોર પર છે 150 એપ્સ


Reliance Jioએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યા બાદ દેશની સૌથી મોટી બ્રાન્ડમાંથી એક બની ચુકી છે. જીયોના આવ્યા બાદ મોબાઈલ ડેટાના વપરાશમાં વધારો થયો છે. આવું એટલે છે કારણ કે બજારમાં જીયોના આવતા કંપનીએ યૂઝર્સને અનેક ફ્રીબીઝ ઉપલબ્ધ કરાવી. કંપનીના બજારમાં આવ્યા બાદને લઈને અત્યાર સુધીમાં પડતી નથી જોવા મળી. જેની સફળતાનું પરિણામ છે કે તેની સાથે જોડાયેલી અનેક સ્પામ એપ આવી ગઈ છે, જે યૂઝર્સ સાથે દગો કરી રહી છે. સાઈબરસિક્ટોરિટી Symantecને Reliance Jioના નામથી 152 ફેક એન્ડ્રૉઈડ એપ મળી છે.

સિક્યોરિટી ફર્મને ખબર પડી છે કે આ એપ્લિકેશન્સમાં 21 અલગ અલગ પેકેજ છે, જે 1 દિવસથી 1 વર્ષની વેલિડિટી સાથે 125 જીબી ડેટા ઑફર કરે છે. આ એપ્સ એવા દાવા પોતાના ડેવલપ્સ માટે એડરવટાઈઝિંગ રેવન્યૂ જનરેટ કરવાનો દાવો કરે છે. સીમેન્ટેકે એવું પણ જણાવ્યું કે આ એપ્સને 39,000થી વધારે ડિવાઈસીસમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ્સ અલગ અલગ ઑફર્સ આપવાનો દાવો કરે છે, પરંતુ યૂઝર્સને ટ્રિક કરવા માટે આ તમામમાં કેટલીક કોમન વાતો છે. જાણો તમે કેવી રીતે સતર્ક રહી શકો છો.

Reliance Jioની એપ જેવો આઈકન્સ અને UI
રિસર્ચર્સને જાણકારી મળી છે કે આ Malicious એપ્સના Logo જિયોની એપના લોગો સાથે મળતા આવે છે. આ સાથે જ તેમના નામ પણ MyJio એપ સાથે મળતા આવે છે. એક જેવા નામ હોવાના કારણે યૂઝર્સને છેતરી શકાય છે. તેમની સમાનતા માત્ર નામ પુરતી જ મર્યાદિત નહીં. તેવો જ યૂઝર ઈન્ટરફેસ પણ બનાવવામાં આવ્યો છે.

ખોટી ઑફર્સ
એ એપ્સ યૂઝર્સને ફ્રી ડેટા ઑફર આપવાની વાત કરે છે. જે લોકો આ એપ્સને ડાઉનલોડ કરે છે, તેમને ફ્રી ડેટા એક્ટિવ કરવા માટે મોબાઈલ નંબર ભરવાનું કહેવામાં આવે છે. MediaNamaના અનુસાર, Symantec રિસર્ચર્સને જાણકારી મળી છે કે સ્ક્રીન યૂઝર્સને નંબરની વેલડિટીને જોયા વગર જ કનેક્ટ કરવાનો મેસેજ આપે છે. જ્યારે આ કોડમાં સ્ક્રીન ટાઈમને વધારવા માટે સ્લીપ ટાઈમર લગાવવામાં આવે છે. જે બાદ, યૂઝર્સને મેસેજ મળે છે કે તેમનો ફ્રી ડેટા એક્ટિવ થઈ ગયો છે. આવી રીતે એપ છેતરપિંડી કરે છે.

એપ શેર
યૂઝર્સને આ એપ 10 વ્હોટ્સએપ યૂઝર્સને શેર કરવા માટે પણ કહે છે. આ એક્ટિવેશનનો એક ભાગ હોય છે. તેઓ યૂઝર્સને એપ ડાઉનલોડ કરવા માટે સ્પામ મેસેજ પણ મોકલે છે.

એડ
આવી એપ્સ પૈસા બનાવવાના લક્ષ્યથી યૂઝર્સને ટ્રિક કરે છે. ડિસ્પ્લે એડથી આ એપ્સને પૈસા મળે છે. આ એડ્સ પર યૂઝર્સને ઑફર અનલૉક કરવા માટે ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

પ્લે સ્ટોર પર છે ફેક એપ્સની ભરમાર
ગૂગલ પ્લેસ્ટોર આવી એપ્સનું ઘર બની ગયું છે. પ્લે સ્ટોર પર એવી અનેક એપ્સ મળી છે જે પૈસા મેળવવા માટે યૂઝર્સ સાથે છેતરપિંડી કરે છે. ગૂગલ પ્લે સ્ટોર ફેબ્રુઆરીમાં આવી લગભગ 57 એપ્સને હટાવી હતી. માલવેર રિસર્ચર Lukasએ પ્લે સ્ટોર પર લગભગ 15 જીપીએસ આધારિત એપ્સને સ્પોટ કરી હતી.

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો



આવા પ્રકારની એપ્સથી બચવા માટે ઉપર આપવામાં આવેલા તમામ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખો. ડાઉનલોડ કરતા પહેલા તેની જાણકારી મેળવો. લોભામણી ઑફર્સથી આકર્ષિત થઈને કોઈ એપ ડાઉનલોડ ન કરો કે ન તો તેને શર કરો. આવી રીતે તમારા ડેટાની સુરક્ષા તમારા જ હાથમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2019 01:14 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK