Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > સાવધાન! જો WhatsApp પર કર્યું આ કામ તો જવું પડશે જેલ

સાવધાન! જો WhatsApp પર કર્યું આ કામ તો જવું પડશે જેલ

31 December, 2018 02:36 PM IST |

સાવધાન! જો WhatsApp પર કર્યું આ કામ તો જવું પડશે જેલ

ધ્યાન રાખીને વાપરજો WhatsApp

ધ્યાન રાખીને વાપરજો WhatsApp


ફેસબુકની માલિકીની કંપની વ્હોટ્સએપએ ફેક ન્યૂઝ રોકવા માટે અનેક નુસખાઓ અપનાવ્યા છે. વ્હોટ્સએપએ લોકોને એક બીજા સાથે વાત કરવાનું સરળ માધ્યમ ઉપલબ્ધ કરાવ્યું છે. ચેટિંગથી લઈને વીડિયો કૉલ અને વૉઈસ કૉલિંગથી વાત પણ કરી શકો છો. કોઈ ખબર કે ન્યૂઝ ફેલાવવાની વાત આવે ત્યારે પણ વ્હોટ્સએપ મહત્વની ભૂમિકા ભજવે છે.

વ્હોટ્સએપનો દાવો છે કે તેનું પ્લેટફોર્મ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. એટલે કે તમે જે મેસેજ મોકલો છો તે સાંકેતિક ભાષામાં રૂપાંતરિત થઈ જાય છે અને તેને કોઈ વાંચી નથી શકતું. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે જો માંગવામાં આવે તો વ્હોટ્સએપ આ ડેટા કાયદાકીય સંસ્થાઓને મોકલે છે. પોલીસ વિભાગના માંગવા પર યૂઝરનું નામ, આઈપી એડ્રેસ, મોબાઈલ નંબર, લોકેશન સહિતની જાણકારી મળી શકે છે. એટલું જ નહીં પોલીસને એ પણ ખબર પડી શકે છએ તમે કોની સાથે ક્યારે અને કેટલી વાર સુધી વાત કરી રહ્યો છે. એવામાં ઈન્ફૉર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અંતર્ગત જો તેમને વ્હોટ્સએપ પર કોઈ કાયદો તોડો છે તો તમારી ધરપકડ થઈ શકે છે.

WhatsApp પર આ કામ કરશો તો થઈ શકે છે જેલ

  • WhatsApp Group એડમિનને ગ્રુપના બીજા મેંબર સાથે ખરાબ રીતે વાત કરવા માટે પણ જેલ થઈ શકે છે.
  • WhatsApp પર કોઈ પણ પ્રકારના દેહ વ્યાપારને પ્રોત્સાહન આપ્યું.
  • કોઈ પણ મહત્વપૂર્ણ વ્યક્તિના ફોટો સાથે છેડછાડ કરીને શૅઅર કરવો.
  • કોઈ મહિલાને પરેશાન કરવી.
  • કોઈ બીજાના નામનથી WhatsApp અકાઉંટ વાપરવું.
  • કોઈ ધર્મ કે જાતિની વિરુદ્ધ ખોટો સંદેશ મોકલવો અથવો તો કોઈ ધાર્મિક સ્થળ વિશે ખોટું બોલવું.
  • કોઈ પણ સંવેદનશીલ મુદ્દા પર ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપવું.
  • પ્રતિબંધિત પ્રોડક્ટ્સને પ્રમોટ કરવી.
  • WhatsApp પર અયોગ્ય રીતે ફિલ્માવવામાં આવેલી વીડિયો ક્લિપ મોકલવી.


આ પણ વાંચોઃ હવે ઉડશે તમારી કાર, બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ





Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 02:36 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK