Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Google Play પર આ વર્ષે 2019ની બેસ્ટ એપ, બુક અને મૂવીની લિસ્ટ

Google Play પર આ વર્ષે 2019ની બેસ્ટ એપ, બુક અને મૂવીની લિસ્ટ

24 December, 2019 07:30 PM IST | Mumbai Desk

Google Play પર આ વર્ષે 2019ની બેસ્ટ એપ, બુક અને મૂવીની લિસ્ટ

Google Play પર આ વર્ષે 2019ની બેસ્ટ એપ, બુક અને મૂવીની લિસ્ટ


સ્માર્ટફોનનો ઉપયોગ આજે લગભગ બધાં જ કરે છે. કૉલિંગથી લઈને ઇન્ટરનેટ બ્રાઉઝિંગ અને એસએમએસથી લઈને પ્રૉફેશનલ ફોટોગ્રાફી સુધી સ્માર્ટફોન દ્વારા કેટલાય કામ કરી શકાય છે. તો, ફોનમાં કેટલાય એપ્સ પણ રહેલા છે જે અમારી માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ છે. તે ઇન્સટન્ટ મેસેજિંગ એપ હોય કે પછી યૂટિલિટી એપ, તેનાથી આપણાં કેટલાય કામ સરળ થઈ જાય છે. આમ તો બધી જ એપ કોઇક ને કોઇક રીતે યૂઝર ફ્રેન્ડલી અને તેમની વચ્ચે લોકપ્રિય થાય છે પણ કેટલીક એવી એપ્સ પણ છે જેમને Googleએ વર્ષ 2019ની બેસ્ટ એપ્સનું નામ આપ્યું છે. આ રેન્કિંગમાં બેસ્ટ એપ, બેસ્ટ ગેમ, બેસ્ટ મૂવી, બેસ્ટ બુક અને બેસ્ટ ઑડિયોબુક જેવી કેટેગરી ઉપલબ્ધ છે. અહીં તમને બધી જ સેગમેન્ટ Google પ્રમાણે વિજેતા રહેલી એપ્સની માહિતી આપે છે.

આ છે બેસ્ટ એપ : બેસ્ટ એપના સેગમેન્ટમાં Google Play Store પર Ablo નંબર વન પર રહી. આ એક ચેટ સર્વિસ છે. આ યૂઝર્સને એક-બીજા સાથે કનેક્ટ કરે છે સાથે જ યૂઝર્સ પોતાના ફ્રેન્ડ્સ સાથે વન-ટૂ-વન વાત પણ કરી શકે છે. આ એપને લૉન્ચ થયાને વધારે સમય નથી થયો. આ એપ યૂઝરને પરવાનગી આપે છે કે તે પોતાની ભાષામાં વાંચી શકે, લખી શકે અને વાત કરી શકે. આ એપ ચેટ અને વીડિયો કૉલ્સને રિયલ-ટાઇમમાં જ ટ્રાન્સલેટ કરવામાં સક્ષમ છે. આને 1 મિલિયનથી વધારે વાર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યો છે. સાથે જ 5માંથી 4.4 રેટિંગ પણ આપવામાં આવી છે.



આ છે બેસ્ટ ગેમ : આ વર્ષ સ્માર્ટફોનમાં Call of Duty: Mobile એચડી ગેમિંગ એપ ખૂબ જ લોકપ્રિય થઈ છે. આ કસ્ટમાઇઝેબલ કન્ટ્રોલ્સ, વૉઈસ અને ટેક્સ્ટ ચેટ સહિત થ્રિલિંગ 3ડી ગ્રાફિક્સ અને સાઉંડ સાથે આવે છે. આ ગેમ 50 મિલિયનવાર ડાઉનલોડ કરવામાં આવી છે સાથે જ આને 5માંથી 4.5 રેટિંગ મળી છે.


આ છે બેસ્ટ યૂઝર ચૉઇસ એપ :આ સેગમેન્ટમાં વિજેતા એપ યૂઝર્સની પસંદના આધારે છે. આમાં વીડિયો એડિટર Glitch ટૉપ પર રહી. આ એપને ગ્લોબલી યૂઝર્સ દ્વારા સૌથી વધારે પસંદ કરવામાં આવી છે. Glitch 100થી વધારે વીડિયો-ઇફેક્ટ્સ બૅકગ્રાઉન્ડ મ્યૂઝિક વિકલ્પ અને VHS રેટ્રો કૅમકૉડર જેવા ફીચર્સ સાથે આવે છે. આને 10 મિલિયન વાર ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. આની રેટિંગ 5માંથી 4.6 છે. તો, ફક્ત ભારતની વાત કરીએ તો આ 2019ની બેસ્ટ એપ Spotify છે.

આ છે બેસ્ટ યૂઝર ચૉઇસ મૂવી : સેગ્મેન્ટમાં વિજેતા મૂવીનું નામ કદાચ જ કોઇ અનુમાન લગાડી શકે છે. જી હા, આ સેગ્મેન્ટની વિજેતા Marvel Studios' Avengers: Endgame છે. આ વર્ષની સૌથી મોટી બ્લૉકબસ્ટર મૂવી છે. Google Play Movies પર આ મૂવીને ભારત અને ગ્લોબલી સૌથી વધારે પસંદ કરવામાં આવી છે.


આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

બેસ્ટ યૂઝર ચૉઈસ બુક/ઑડિયોબુક : Google Play Books પર Everything Is F*cked: A Book About Hope ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવી છે. તો, ગ્લોબલી Scary Stories to Tell in the Dark નંબર વન પર છે. ઑડિયોબુકની વાત કરીએ તો આ સેગ્મેન્ટમાં Michelle Obamaની Becoming emerged વિજેતા રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 07:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK