ઘણા મહિનાઓથી સમાગમ ન કર્યો હોવાથી ઉત્તેજના હોવા છતાં વહેલું સ્ખલન થઈ જાય છે

Published: Nov 15, 2019, 14:13 IST | Dr. Ravi Kothari | Mumbai

મારી ઉંમર ૫૩ વર્ષની છે. પહેલેથી જ જીવનમાં મને કદી સંબંધોમાં સારું નથી રહ્યું. પત્ની કે અન્ય કોઈ પણ પરિવારજન મને સમજતું જ નથી. બધા સાથે મારા સંબંધો તંગ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારી ઉંમર ૫૩ વર્ષની છે. પહેલેથી જ જીવનમાં મને કદી સંબંધોમાં સારું નથી રહ્યું. પત્ની કે અન્ય કોઈ પણ પરિવારજન મને સમજતું જ નથી. બધા સાથે મારા સંબંધો તંગ રહ્યા છે. બીજું સંતાન થયા પછી તો પત્ની પણ બેડમાં સહકાર આપતી નથી. તેના અસહકારને કારણે મારી કામક્ષમતા સાવ જ ઘટી ગઈ છે.  એને કારણે મેન્ટલી ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો. એક જૂની દોસ્ત સાથે નજદીકી વધી હતી, જોકે મારામાં જ ખામી થવા લાગી હોવાથી તકલીફ વધી છે. ઘણા મહિનાઓથી સમાગમ ન કર્યો હોવાથી ઉત્તેજના હોવા છતાં વહેલું સ્ખલન થઈ જાય છે. મારા સર્કલમાં મારાથી સિનિયર લોકો કામતૃપ્તિ માણી શકે છે તો મારે આટલી વહેલી નિવૃત્તિ લઈ લેવાની? મને ડાયાબિટીઝ છે અને શુગર કન્ટ્રોલમાં રહે એ માટે ઘણી દવાઓ લેવી પડે છે. મધુપ્રમેહ હોવાથી મકરધ્વજ ને બીજી વાજીકર દવાઓ લઈ શકતો નથી. વસંતકુસુમાકર લઈ શકાય? મારી કામેચ્છા ભરપૂર છે, પણ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ યોગાસન કામ આવે?

જવાબ : અંગત સંબંધોની અસર સેક્સલાઇફ પર ચોક્કસપણે પડે છે. સંબંધોમાં પરસ્પર પ્રેમ અને સમજણ હોય તો સેક્સલાઇફમાં પણ અન્ડરસ્ટૅન્ડિંગ આવી જાય છે. જોકે જ્યાં સુદી તમે સંબંધોમાં હંમેશાં સામેવાળાનો જ વાંક છે એવું સમજતાં રહેશો ત્યાં સુધી સંબંધોમાં તંગદિલી રહેવાની જ છે. આ બાબતે માનસિક અભિગમ બદલ્યા સિવાય છુટકો નથી. બીજું, ડાયાબિટીઝને કારણે જાતીયજીવનમાં ચોક્કસપણે તકલીફ પડી શકે છે. મકરધ્વજ અને વસંતકુસુમાકર જેવી આયુર્વેદિક દવાઓમાં મેટલ, પારો અને ગંધક હોય છે. આ બધાં દ્રવ્યો આજકાલ સ્વચ્છ અને સાચાં મળવાં ખૂબ મુશ્કેલ છે એટલું જ નહીં, આ ચીજો પચવામાં પણ ભારે હોય છે. આ દવાઓની અસર લાંબા ગાળે દેખાશે ને ત્યાં સુધીમાં શરીરમાં બીજે એની આડઅસરો પણ શરૂ થઈ ચૂકી હશે. ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમારે ડૅપોક્સિટિન ગોળી લેવાથી જોઈએ જે તમારું સ્ખલન લંબાવવામાં મદદ કરશે. શીઘ્રસ્ખલન માટે અશ્વિની અને વજ્રાલી મુદ્રા દિવસમાં ત્રણ વાર કરવાની આદત રાખશો તો સ્ખલન પરનો કન્ટ્રોલ વધશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK