Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બ્યુટિફુલ સોનાક્ષી

15 June, 2017 05:38 AM IST |

બ્યુટિફુલ સોનાક્ષી

બ્યુટિફુલ સોનાક્ષી


sonakshi

આ એક મર્મેડ સ્ટાઇલ ગાઉન છે. દૂરથી જોવાથી લાગે છે કે એ ઑફ શોલ્ડર છે, પરંતુ નજીકથી જોઈએ તો ખ્યાલ આવે કે આખો સ્કિન-ટોન નેટેડ લાયક્રામાં   બનાવાયેલો છે; જેમાં ડાયમન્ડ અને પર્લનું કામ કરવામાં આવેલું છે. લાયક્રા નેટ શરીરને ચોંટીને રહે છે અથવા તો એમ કહી શકાય કે લાયક્રા નેટ તમારા શરીરનો શેપ લે છે. જો તમારું મૉડલ ફિગર હોય તો જ લાયક્રા નેટનાં કપડાં પહેરવાં નહીં તો શરીરની ચરબી તરત જ ઊભરીને આવશે.

આ ગાઉનમાં નેકમાં વર્ક નથી કરવામાં આવ્યું. વર્ક ચાલુ થાય છે અપર ચેસ્ટથી, જેથી દૂરથી એમ લાગે છે કે ઑફ-શોલ્ડર ગાઉન પહેર્યો છે. અપર ચેસ્ટથી લઈને વેસ્ટલાઇન સુધી બ્રૉડ ડિઝાઇન આપવામાં આવી છે જે સ્લીવ્ઝમાં પણ કન્ટિન્યુ થાય છે. વેસ્ટલાઇનથી લઈને હેમલાઇન સુધી વર્ટિકલમાં ડાયમન્ડનું કામ કરવામાં આવ્યું છે. આ ગાઉન જ એટલો હેવી છે કે એમાં કોઈ જ્વેલરી પહેરવાની જરૂર નથી. સોનાક્ષીએ માત્ર કાનમાં ડાયમન્ડનાં ઈયર-રિંગ પહેરી એક ક્લાસી લુક મેઇન્ટેન કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2017 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK