Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બટાટા-શક્કરિયાની બરફી

15 October, 2012 06:14 AM IST |

બટાટા-શક્કરિયાની બરફી

બટાટા-શક્કરિયાની બરફી







સામગ્રી

  •  બે બટાટા
  •  એક શક્કરિયા ગાજર
  •  એક ચમચો ઘી
  •  બા ચમચી એલચીનો પાઉડર
  •  ૬-૮ બારીક સમારેલા પિસ્તા
  •  એક ચમચો બારીક સમારેલી બદામ
  •  એક ચમચો કિસમિસ
  •  એક કપ ખમણેલો માવો.
  •  અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક


સજાવટ માટે

  •  પિસ્તાની ૩-૪ સ્લાઇસ, બદામની ૩-૪ સ્લાઇસ, એક ચમચી કિસમિસ


રીત


બટાટા અને શક્કરિયાની છાલ કાઢી ખમણી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. એમાં બટાટા અને શક્કરિયાને ૧૦-૧૫ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ ગૅસ ધીમો કરી એમાં એલચીનો ભૂકો, સમારેલા પિસ્તા, બદામ અને કિસમિસ ઉમેરી હલાવો અને ૨-૩ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ એમાં માવો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરો. મિશ્રણ જાડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું.એક થાળીમાં ઘી લગાવી બરફીના મિશ્રણને એમાં પાથરી દો. એને બદામ, પિસ્તાની સ્લાઇસ તેમ જ કિસમિસથી સજાવો. ઠંડું થાય એટલે મનગમતા આકારમાં કાપી પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK