Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > Bajaj Auto એ લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક CT110, કિંમત માત્ર 37,997/-

Bajaj Auto એ લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક CT110, કિંમત માત્ર 37,997/-

22 July, 2019 09:56 PM IST | Mumbai

Bajaj Auto એ લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક CT110, કિંમત માત્ર 37,997/-

Bajaj Auto CT 110

Bajaj Auto CT 110


Mumbai : ભારતની સૌથી મોટી અને જુની ટુ વ્હિલર કંપની બજાજ ઓટોએ સોમવારે નવી CT 110 સીસી બાઇક લોન્ચ કરી છે. મહત્વનું એ છે કે આ બાઇક સામાન્ય જનતા માટે લોન્ચ કરી છે. બાઇક સેમી-નોબી ટાયર, રેઝ્ડ ગ્રાઉન્ડ ક્લીયરન્સ, મોટા અને મજબૂત ક્રેશ ગાર્ડ અને ક્રેશ ગાર્ડ અને સસ્પેંશન છે, જેના લીધે તેને ખરાબ માર્ગો અને કઠીન પરિસ્થિતિઓમાં પણ આરામદાયક સવારીનો આનંદ માણી શકશે. અપસ્વેપ્ટ એઝહોસ્ટ, રબર મિરર કવર્સ અને આગળના સસ્પેંશન પર લાગેલા બેલોસ, તેને દેખાવમાં કિલા જેવા સખત લાગે છે.

સીટી
110નું 115સીસી ડીટીએસઆઇ એન્જીન છે, જે 5,000 આરપીએમ પર 8.6 પીએસ પાવર અને 9.81 એનએમ ટોર્ક જનરેટ કરે છે, જેથી આ બાઇક ચઢાણમાં પણ સારું પ્રદર્શન આપે છે. બાઇક સારી માઇલેજ સાથે ઉત્તમ સવારી પુરી પાડે છે. એક લાંબી, મોટી ગાદીવાળી અને રબર ટેંક પેડ સાથે સીટી110ની આરામદાયક સીટ બેસવા માટે સારું પોશ્વર પુરૂ પાડે છે.

આ નવા વેરિએન્ટન્ના લોન્ચ પર બજાજ ઓટોના અધ્યક્ષ
, મોટરસાઇકલ બિઝનેસ, સારંગ કનાડેએ કહ્યું કે સીટી રેંજની કલ્પના તે ગ્રાહકો માટે કરવામાં આવી હતી, જે યોગ્ય કિંમતમાં એક મજબૂત બાઇક ઇચ્છે છે. અત્યાર સુધી 50 લાખથી વધુ ગ્રાહક સીટીની સવારી કરી રહ્યા છે અને તેની મજબૂતી અને સારી માઇલેજ માટે વખણાઇ છે. અમે ભારતીય માર્ગો પર ટેક્નિક અને સ્ટાઇલ બંનેને અનુરૂપ કિંમતને ધ્યાનમાં રાખી બેસ્ટ વેલ્યૂ મોટરસાઇકલમાં સતત રોકાણ કર્યું છે. અમારું માનવું છે કે નવી સીટી 110 આકર્ષક કિંમતમાં સારા પ્રદર્શનની સાથે સારા પર્ફોમન્સ અને માઇલેજ અને પાવરનો શાનદાર સંગમ છે.

આ પણ જુઓ : Chandrayaan 2 પર જુઓ આ મજેદાર મીમ્સ

જાણો, કેટલી છે કિંમત...
સીટી
100ના કિક સ્ટાર્ટ વેરિએન્ટની કિંમત 37,997 રૂપિયા અને ઇલેક્ટ્રિક સ્ટાર્ટ વેરિએન્ટની કિંમત 44,800 રૂપિયા છે. નવી સીટી110 આખા ભારતમાં બજાજ ઓટો ડીલરશિપ પર ત્રણ સ્ટાઇલિશ કલર મેટ ઓલિવ ગ્રીન, યલો ડેકલ્સની સાથે ગ્લોસ એબોની બ્લેક, બ્લ્યૂ ડેકલ્સ, ગ્લોસ ફ્લેમ રેડ, બ્રાઇટ રેડ ડેકલ્સમાં ઉપલબ્ધ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 09:56 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK