કસરત કર્યા બાદ કરો છો આ પ્રવૃત્તિ, તો થઈ શકે છે નુક્સાન

Published: Jun 24, 2019, 17:06 IST | મુંબઈ

કસરત કરતા સમયે જો તમે કેટલીક ભૂલ કરશો તો તેની અસર તમારા શરીર પર પડશે. આવી ભૂલોને જાણો અને વર્કઆઉટ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી બચો.

કસરત કરતા સમયે જો તમે કેટલીક ભૂલ કરશો તો તેની અસર તમારા શરીર પર પડશે. આવી ભૂલોને જાણો અને વર્કઆઉટ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી બચો.

કસરત બંધ ન કરો

કસરત કવા દરમિયાન શરીરના તાપમાનની સાથે સાથે બ્લડ સરક્યુલેશન અને હ્રદયના ધબકારા વધી જાય છે. તેને સામાન્ય થતા થોડો સમય લાગે છે. ત્યારે વર્ક આઉટ કર્યા બાદ અચાનક કસરત કરવાનું ન છોડો ધીરે ધીરે કસરત ઓછી કરીને સામાન્ય સ્થિતિમાં આવો. વ્યાયામ બાદ ધીરે ધીરે જોગિંગ કરીને કે ચાલીને પણ શરીરને સામાન્ય સ્થિતિમાં આવી શકો છો.

excersise

સ્ટ્રેચિંગ ન કરવું

વર્કઆઉટ બાદ સ્ટ્રેચિંગ કરવાથી બીજા દિવસે માંસપેશીઓમાં મુશ્કેલી નથી થતી અને બીજા દિવસે તમને થાક પણ નહીં લાગે. પરંતુ લોકો કસરત બાદ સ્ટ્રેચિંગ નથી કરતા, આમ કરવાથી મુશ્કેલી થઈ શકે છે.

excersise

કસરત બાદ ભૂખ્યા રહેવું

વર્કઆઉટ બાદ કશુંને કશું તો ખાઈ જ લેવું જોઈએ, તેનાથી માંસપેશીઓ સરખી થાય છે. એટલે જ કસરત બાદ કાર્બ્ઝ કે પ્રોટીનયુક્ત નાસ્તો જરૂર કરવો જોઈએ. દહીં, બ્લૂબેરી અને સૂકા મેવા સારો વિકલ્પ છે.

કપડા ન બદલવા

કસરત કર્યા બાદ તરત કપડા ન બદલવાથી પણ મુશ્કેલી થઈ શકે છે. કસરત દરમિયાન પસરેવાના કારણે કપડા ભીના થઈ જાય છે, જો તેમને બદલવામાં ન આવે તો યીસ્ટ સંક્રમણ ફેલાય છે, એટલે જેટલા જલ્દી બને તેટલા જલ્દી કપડા બદલી લો

excersise

ન નહાવું

વર્કઆઉટ બાદ જો તમે શાવર નથી લેતા કે નહાતા નથી તો પણ તે યોગ્ય નથી. કસરત દરમિયાન પરસેવો સુકાવાથી બેક્ટેરિયા બનવાની શક્યતા રહે છે. એટલે ઈન્ફેક્શનથી બચવા માટે નહાવું જરૂરી છે.

પાણી ન પીવું

કસરત બાદ પાણી જરૂર પી લો. એટલું જ નહીં એક્સરસાઈઝના તરત બાદ આલ્કોહોલનું સેવન કરવાથી પણ નુક્સાન થઈ શકે છે.

આ પણ વાંચોઃ આયુર્વેદિક ઉપાય: જો તમારે તમારું લિવર ફિટ રાખવું હોય તો કરો આટલું

પૂરતી ઉંઘ લો

ભરપૂર ઉંઘ પણ જરૂરી છે. જો તમે કસરત કરીરહ્યા છો તો રોજ 7થી 9 કલાકની ઉંઘ લો. ઉંઘવાથી માંસપેશીઓને આરામ મળે છે અને તણાવ ઘટે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK