જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 30th November, 2012 03:14 IST

આજે તમે તમારા પરિવારજનો પર થોડું ધ્યાન આપશો, કારણ કે તમારી ખુશાલી માટે તેમણે પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે તમારા પરિવારજનો પર થોડું ધ્યાન આપશો, કારણ કે તમારી ખુશાલી માટે તેમણે પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે. ગણેશજી કહે છે કે આજે સાંજે કોઈની સાથે એકાએક મુલાકાત થશે અને એમાં રોમૅન્ટિક સંબંધનો યોગ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી જણાવે છે કે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ છે માટે તમે કોઈ અનપેક્ષિત પુરસ્કારની અપેક્ષા સેવી શકો છો, એમ ગણેશજી જણાવે છે. જોકે આજે છેતરપિંડીનો પણ અવકાશ છે, માટે સાવધાનીથી આગળ વધજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી સૂચવે છે કે અત્યારે તમે એક નાનકડો બ્રેક લેવાનું વિચારી રહ્યા છો, માટે એકાદ નાનકડા પ્રવાસનું આયોજન કરશો. પ્રેમમાં તમે કોઈને ઉદાહરણ આપીને આગળ વધો એવા નથી, પરંતુ તમે તમારા આત્મીયજનોને ખુશ રાખવા માટે ખૂબ બાંધછોડ કરી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા પ્રિયજનની લાગણીને મહત્વ આપીને તમારી પોતાની ઇચ્છાને મનમાં દબાવી રાખશો, એમ ગણેશજી જણાવે છે. સાંજના સમયે બ્યુટી-પાર્લરની મુલાકાત લઈને થોડું પોતાના પર ધ્યાન આપવાની કોશિશ કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમારા કંટાળાજનક રૂટીનમાંથી તરત બહાર કેવી રીતે આવવું એની તમને બરાબર ખબર છે. કદાચ એના માટે જ આજે તમે તમારો વૉર્ડરોબ ફંફોળશો, તમારા લુક સાથે એક્સપેરિમેન્ટ કરશો અથવા તો તમારા સંબંધોનું પણ ફરીથી મૂલ્યાંકન કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમારી અંગત વાતો પર જ તમારું સર્વાધિક ધ્યાન હશે અને તમે તમારી પ્રોફેશનલ લાઇફને થોડો સમય માટે બાજુએ રાખી દેશો. આજની સાંજ તમારા ભૂતકાળમાં ખૂબ ખાસ હોય એવી કોઈ વ્યક્તિ સાથે વિતાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

એક વચનબદ્ધ દિવસ આજે તમારી રાહ જોઈ રહ્યો છે. નહીં સમજ્યા? ગણેશજી આગાહી કરે છે કે આજે કરીઅર, ખોરાક અને પૈસા બનાવવાની તકોમાં તમને દુનિયાભરની ચૉઇસ મળશે, માટે એનો બેસ્ટ ઉપયોગ કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમે ખૂબ જ એનર્જેટિક અને ઉત્સાહી ફીલ કરશો, એમ ગણેશજી જણાવે છે. તમારા પ્રિયજન સાથે પણ તમે એવી જે વેવલેન્ગ્થ અનુભવશો. આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજમાંની એક છે એટલું યાદ રાખજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ભલે આજે તમારા કામમાં અનેક વિક્ષેપ તમે અનુભવો, એમ છતાં તમે તમારા કામને જરાય ઇફેક્ટ નહીં થવા દો. જોકે તમારી વસ્તુઓ અને તમારા પ્રિયજનને લઈને તમારી પઝેસિવનેસ તમને જરાય મદદરૂપ નહીં થાય.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારા મિત્રો અને તમારી પોતાની જાત માટે કેટલાક મહત્વના નિર્ણયો લેશો. જોકે એમાં તમારી અપેક્ષા મુજબનું પરિણામ નહીં મળે. ગણેશજી કહે છે કે ફાઇનૅન્શિયલ બાબતે અત્યારે થોડી અછત ચાલી રહી છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમારે સ્પૉટ લાઇટમાં આવવાનું છે, માટે તમારા દેખાવ વિશે થોડા સતર્ક થઈ જજો, એવી ગણેશજીની સલાહ છે તેમ જ કોઈ પણ બાબતમાં ઉતાવળ કરશો નહીં. ખૂબ વિચારીને ઍડ્વાન્ટેજ અને ડિસઍડ્વાન્ટેજ એમ બન્નેનો વિચાર કરીને આગળ વધજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમે એનર્જીથી છલોછલ છો. તમારા પ્રિયજન સાથે બહાર જવાનો મસ્ત પ્લાન બન્યો છે. ગણેશજી કહે છે કે આગળ વધો અને તમારા પ્રિયજનને પ્રેમ અને અનેક સગવડો આપી ભીંજવી દો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK