શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

Published: 29th November, 2012 03:11 IST

તમે કામના અતિશય બોજા તળે દબાઈ ગયા છો. એને લીધે તમે તમારી પર્સનલ લાઇફ પણ નિગલેક્ટ કરી રહ્યા છો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કામના અતિશય બોજા તળે દબાઈ ગયા છો. એને લીધે તમે તમારી પર્સનલ લાઇફ પણ નિગલેક્ટ કરી રહ્યા છો. ગણેશજી જણાવે છે કે આજે તમારા પરિવારજનો પણ તમારી પાસે તેમના ભાગનો સમય તમારી પાસે માગશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી જોઈ રહ્યા છે કે કેટલીક નાણાકીય બાબતોને લઈને થોડા વ્યસ્ત છો. ફરીથી જૂના શેડ્યુલ પર વળગી જવાની મહત્વાકાંક્ષા તેજ થઈ જશે. તમારામાં રહેલી ભાવતાલ કરવાની આવડત તમને તમારા પૈસાનો વધુપડતો વ્યય થતો અટકાવશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમારો મોટા ભાગનો સમય વ્યાવસાયિક પ્રવાસમાં જ વ્યતીત થશે. ઇચ્છા હોવા છતાં કોઈ પર્સનલ બાબતો પર ધ્યાન નહીં આપી શકો. તમારા વિચારો પર પણ અત્યારે તમારી કારકર્દિીને લઈને વિચારોનું પ્રભુત્વ હશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારા બુદ્ધિચાતુર્યનો જવાબ નથી અને આજે તમે તમારી એ આવડતનો ભરપૂર લાભ ઉઠાવવાનો છો. તમારા મિત્રો કે કઝિન્સ કેટલો પણ ફોર્સ કરે છતાં સફળતા માટે શૉર્ટ કટ નહીં અપનાવતા, કારણ કે ગણેશજી કહે છે કે શૉર્ટ કટથી મેળવેલી સફળતા પણ શૉર્ટ પિરિયડ માટે રહે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમારી સામે આવનારા સંજોગોથી તમે થોડા મૂંઝવણમાં મુકાઈ જશો. માટે ઉપરછલ્લી દલીલબાજી કરવાથી દૂર જ રહેજો. કોઈ વાત સાથે સહમત છો કે નહીં એ વિશેનો તમારો અભિપ્રાય આપવાની પંચાતમાં પણ આજે પડશો નહીં એમ ગણેશજી જણાવે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમારા બધા જ ટાસ્કમાં તમે સફળતાનો અનુભવ કરશો. જો તમે વિદેશમાં જવાનો પ્લાન બનાવતા હો તો એ હવે સફળ થશે, એમ ગણેશજી જણાવે છે. ઇમેજ મેકઓવરને કારણે તમારા ઍટિટ્યુડમાં ઘણો ફરક પડશે, માટે એ માટે આગળ વધો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમારી સફળતા માટે ઘણા લોકોએ તમારી મદદ કરી છે. હવે તેમના ઉપકારનો બદલો વાળવાની ઘડી આવી છે. ગણેશજીની સલાહ છે કે દાનધર્મ કરો અથવા કોઈને પોતાના પ્રૉબ્લેમમાંથી બહાર કાઢવાની કોશિશ કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી જણાવે છે કે કામને લગતી કેટલીક યોજનાને કારણે તમારા અંગત પ્લાન ખોરવાઈ જશે. તમે તમારા કામને પૂરું કરવા તમારું હૃદય નાખી દીધું છે, પરંતુ કદાચ તો પણ પરિણામથી નાખુશ છો. જોકે થોડી ધીરજ રાખજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમને કોઈ વણમાગી સલાહ આપે તો પણ એની અવગણના કરશો નહીં. એક વાર તો એના પર પણ ચોક્કસ વિચાર કરજો. જોકે છેલ્લે તો તમારું હૃદય જે કહે એ જ કરવાનો આગ્રહ રાખજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમને કુદરત તરફથી ભરપૂર સપોર્ટ મળશે, પરંતુ જો તમે મહેનત નહીં કરો તો તમને ધાર્યું પરિણામ ક્યારેય હાંસલ નહીં થાય. માટે ગણેશજીની સલાહ છે કે જીવ રેડીને તમારાં કાર્ય પાર પાડજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી કહે છે કે છેલ્લે તો તમારી સખત મહેનત જ તમને તમારી અપેક્ષા મુજબનું પરિણામ મેળવી આપશે. જોકે તમે તમારા જીવનની એક જ પ્રકારની મૉનોટોનીથી કંટાળી ગયા છો, તેમ છતાં આજે કોઈ પણ બિનજરૂરી રિસ્ક લેવાનું ટાળજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી તમને ખાસ નિવેદન કરે છે કે આજે કોઈ પણ પ્રકારની આગ્ર્યુમેન્ટ કરવાનું ટાળજો. એનાથી માત્ર તમારી સમસ્યા વકરશે. માટે તમારા સમયનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરીને તમારા લક્ષ્યની જેટલી નજીક જઈ શકાય એટલા નજીક પહોંચવાની કોશિશ કરજો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK