કેવો રહેશે તમારો આજનો દિવસ?

Published: 28th November, 2012 03:36 IST

આજનો આખો દિવસ તમે તમારા પ્રિયજન સાથે સેલિબ્રેટ કરવાના છો. બહાર ખાવાનું, ફરવાનું અને શૉપિંગ. શું નથી કરવાનું એ વિચારો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજનો આખો દિવસ તમે તમારા પ્રિયજન સાથે સેલિબ્રેટ કરવાના છો. બહાર ખાવાનું, ફરવાનું અને શૉપિંગ. શું નથી કરવાનું એ વિચારો. જોકે ગણેશજીની સલાહ છે કે તમારા બૅન્ક બૅલેન્સ પર નજર રાખીને પછી ખર્ચ કરજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારી આત્મીયતા કરતા તમારા અધિકારભાવનું મૂલ્ય વધેલું નજરે પડશે, જેને લીધે તમારા જીવનસાથી સાથે તમારે બોલાચાલી પણ થઈ શકે છે, એવી ચેતવણી ગણેશજી આપે છે. માટે સાવધાન રહેજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી જણાવે છે કે આજે તમે એકલા પડી જશો. જોકે એ વાતનો આજે ફાયદો ઉઠાવજો અને થોડો સમય માટે આત્મનિરીક્ષણ કરજો, કારણ કે એકલા રહેવું કે નહીં એ આજે તમારા હાથમાં જ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


શરૂઆતમાં થોડી અડચણો આવશે, પરંતુ પછી તમે જે કરશો એમાં તમને સફળતા મળશે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. તમારી ક્રીએટિવિટી સોળે કળાએ ખીલશે અને તમારા કલીગથી લઈને તમારા પરિવારજનો પણ તમારાથી ખુશ થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે આજે તમારા પ્રૉબ્લેમ્સથી ભાગવાના નિરર્થક પ્રયત્નો નહીં કરતા, પરંતુ હિંમતપૂર્વક એનો સામનો કરજો તેમ જ તમારા ટીકાકારોની સાચી વાતને સમજીને તમારામાં બદલાવ લાવવાની કોશિશ કરજો તેમ જ હસતાં-હસતાં તમારી વાત બધાને કરજો તો એની જાદુઈ અસર થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમારે ઓપન માઇન્ડેડ રહેવાની જરૂર છે. બાકીનું કામ તમારી ફળદ્રુપ કલ્પનાશક્તિને જ કરવા દો. ગણેશજી તમને ખાતરી આપે છે કે કિસ્મત તમારો સાથ આપશે. કોઈ જોખમી સાહસ પણ તમે ખેડ્યું હશે તો પણ તમે એને આસાનીથી પાર પાડી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે તમારી સામાજિક ઇમેજ પર આજે એક મોટો ધક્કો મળશે. જોકે તમારી છબિ પર કોઈ આંચ ન આવે એની ખાસ કાળજી રાખજો. તમારા કૅરૅક્ટર પર દાગ લગાવવાની કોશિશ કરે એવા લોકોથી સાવધાન રહેજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારામાં ગ્રેટ બિઝનેસ સેન્સ છે અને ગણેશજી જોઈ રહ્યા છે કે કોઈ બિઝનેસ ડીલ ફાઇનલ કરતાં હશો કે પાર્ટનરશિપ માટે વિચારતા હશો ત્યારે એ ખૂબ કામે લાગશે. તમારી  લીડરશિપ ક્વૉલિટી કામને વધુ સરળ બનાવશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમારી દરેક બાબતો વધુ ને વધુ ગૂંચવાઈ રહી છે. જેમ-જેમ તમે એને સુલઝાવવાની કોશિશ કરશો એમ એ વધુ ગૂંચવાતી જશે. ગણેશજી કહે છે કે તમારાથી મોટા લોકોની સલાહ જ આ મુસીબતમાંથી ઉગારશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જ્યારે ગ્રહો તમારા ફેવરમાં હોય ત્યારે ખૂબ જોખમભયાર઼્ સાહસો પણ તમારા માટે લાભકારી સાબિત થશે અને માટે જ ગણેશજી કહે છે કે સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું આજે યોગ્ય રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે ગેમની બહાર રહીને દૂર ઊભાં-ઊભાં જ એની મજા લેશો. નહીં સમજ્યા? ગણેશજી કહે છે કે આજે તમારા બ્રિલિઅન્ટ આઇડિયા પર લોકો કામ કરશે. પબ્લિક ફંક્શનમાં પણ અત્યારે બધું અટેન્શન તમારા પર જ હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી તમને સલાહ આપે છે કે તમારી સમસ્યાને વધારી-વધારીને કહેવાની જરાય જરૂર નથી. વધારીને કહેવાથી એ દૂર પણ થવાની નથી. બસ, થોડી ધીરજ ધરીને એને ઉકેલવા માટેનું વ્યાવહારિક સૉલ્યુશન વિચારો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK