આજની તમારી રાશિ શું કહે છે?

Published: 27th November, 2012 03:19 IST

આજે તમારે એક અઘરી પસંદગી કરવાની છે અને એને વળગી રહેવાનું છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમારે એક અઘરી પસંદગી કરવાની છે અને એને વળગી રહેવાનું છે. તમારી લાગણીઓના ઓવરફ્લોને કારણે આખી ગેમ બગડી શકે છે. માટે ખૂબ સાવધાની રાખજો જો કોઈ તમારું દિલ તોડે તો એનો પણ સ્વીકાર કરીને આગળ વધજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

જો તમે તમારા દેખાવને મેકઓવર કરવા માગો છો તો સૌથી પહેલાં પૈસાની સગવડતા કરો. ગણેશજીની સલાહ છે કે તમારા પ્રિયજન સાથે આજની સાંજ વિતાવો અને મનમાં ઘર કરી ગયેલા કંટાળાને દૂર ભગાવો.   

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારા બાહ્ય દેખાવ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. આજે કોઈ બાબત તમને ચિંતા કરાવવાની નથી. માટે ગણેશજી કહે છે કે ઊભા થાઓ અને કામે લાગે અને પોતાનામાં એવું કોઈ પરિવર્તન લાવો જેને જોઈને તમારા પ્રિયજન તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારા હાથ અત્યારે ઘરનાં મહત્વનાં કામ પૂરાં કરવામાં જ રોકાયલા છે તેમ જ અત્યારે તમે એ બધાં કામ વહેલી તકે પૂરા કરવાની તૈયારીઓમાં છો. જેને કારણે ખૂબ થાક પણ અનુભવશો એમ ગણેશજી જણાવે છે. એનાથી તમારી તબિયત પર પણ અસર પડી શકે છે માટે થોડા ધીમા પડો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે બાળકોને ફરવા લઈ જવાનો દિવસ છે. તમારાં બાળકો જેટલી ખુશી તમને દુનિયાની કોઈ બાબત નહીં આપી શકે. માટે ગણેશજીની સલાહ છે કે તમારો પ્રેમ અને પૈસા વરસાવવાનો કૉન્ટ્રૅક્ટ લીધો છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમે ધારેલા રસ્તે આગળ વધશો અને વહેલા મોડી એમાં સફળતા પણ મેળવશો એમ ગણેશજી કહે છે. બસ, તમારા લક્ષ્ય પ્રતિ ફોકસ્ડ રહેજો. અહીંતહીં ધ્યાન દોડાવવાને કારણે તમારી સામે આવનારી તકને ગુમાવી દેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી જણાવે છે કે આજે જે પણ કોઈ નાણાકીય લેવડ-દેવડ કરશો એમાં ગ્રહો તમારો સાથ આપી રહ્યા છે. એનો અર્થ એ થયો કે તમે સ્ટૉક માર્કેટ કે તમારા વ્યવસાયમાંથી સારો એવો લાભ રહી શકશો એટલે એશ કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી તમને સલાહ આપે છે કે પરિણામની ચિંતા કર્યા વિના તમારા પ્રયત્નો ચાલુ રાખો, કારણ કે એક સમય બાદ તમને પરિણામ મળી જ જશે. તમારું સ્પિરિટ હાઈ રાખજો અને નિરાશ નહીં થતા.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી કહે છે કે ગ્રહો તમારા પર આર્શીવાદ વરસાવી રહ્યા છે. આજે તમારે એકસાથે અનેક મોરચે લડવાનું છે. જોકે દિવસના અંતમાં તમે ધાર્યું છે એવું સંતોષજનક પરિણામ ચોક્કસ મેળવી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

જ્યારે તમારી સામે વૈવિધ્યસભર પરિસ્થિતિ આવે ત્યારે જ તમને તમારામાં રહેલા ધીરજની સાચી કસોટી થતી હોય છે. આજે તમારી સહનશક્તિની પણ પરીક્ષા થશે. સંજોગો આજે તમારી પરીક્ષા કરશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારી પ્રોફેશનલ અને પર્સનલ ગાડી સ્મૂધલી આગળ વધી રહી છે, એમ ગણેશજી જણાવે છે. આજની સાંજ તમારે સરસ પાર્ટી કરીને ઊજવવાની છે. એને માટે બેસ્ટ કંપની શોધી લો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારાં બાળકોને ભરપૂર વહાલ કરવાનું અત્યારે તમારી પ્રાયોરિટી લિસ્ટમાં છે. તમારાં બાળકો માટે તેમના શિક્ષકોએ જે કહ્યું છે એ માટે તમે ખૂબ ખુશ છે. આજનો દિવસ બાળકો માટે છે તમે તેમની સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK