જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 26th November, 2012 03:27 IST

લગ્નના વિચારોને કારણે આજે તમે ઘેરાયલા રહેશો, એમ ગણેશજી કહે છે. આજે તમને કોઈનો ફાઇનલ જવાબ મળશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

લગ્નના વિચારોને કારણે આજે તમે ઘેરાયલા રહેશો, એમ ગણેશજી કહે છે. આજે તમને કોઈનો ફાઇનલ જવાબ મળશે. જોકે ખૂબ વિચારીને આગળ વધજો. સાંજ પછી તમે સાતમા આસમાન પર વિહરી રહ્યા હો એવી લાગણી અનુભવશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી તમને સાવચેત કરે છે કે તમારા અરોગન્ટ નૅચર પર આજે કાબૂ રાખજો નહીં તો એનું ખૂબ કડવું પરિણામ ભોગવવું પડશે. થોડી સહનશીલતા કેળવો. ભલે લોકો તમારી અપેક્ષા મુજબ વર્તન ન કરતા હોય તો પણ. તમારા જીવનસાથી સાથે કોઈ પણ જાતના વિવાદમાં પડશો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજનો દિવસ ખૂબ મસ્તીભર્યો છે. જોકે એમાં વધુપડતા ઇન્વૉલ્વ ન થશો. તમારા સેલિબ્રેશન માટે તમારા પરિવારજનોને પણ સામેલ કરો. તમારા કામના સ્થળે પણ તમે સંતોષકારક પ્રોગ્રેસ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે દરેક બાબતોને બને એટલી સિમ્પલ અને સ્ટ્રેઇટ ફૉર્વર્ડ રાખવાની કોશિશ કરજો. આજે લાગણીઓમાં તણાઈને કંઈ ખોટું થઈ જવાનો ભય છે. માટે પગને ધરતી પર રાખો. તમારી તબિયતનું ધ્યાન રાખજો. તમારી જીવનશૈલી અને લાઇફ સ્ટાઇલને સુધારવાની તાતી જરૂર છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી જણાવે છે કે આજે તમે તમારા સોલ મેટને મળશો. જેનાં લગ્ન થઈ ગયાં છે તે લોકો પોતાના પાર્ટનર માટે મોંઘી ગિફ્ટ ખરીદશો. આજકાલ તમે ખૂબ આર્ટિસ્ટિક મૂડમાં રહો છો. તમારા દિલની નજીક હોય એવી એક હૉબી માટે આજે ટાઇમ ફાળવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમને ભૂતકાળમાં કરેલાં સારાં કર્મોનું ફળ મળશે, એમ ગણેશજી જણાવે છે. આજે જાણે બધે જ તમારા ગુણગાન ગવાશે. તમે એને ખૂબ એન્જૉય કરશો. જોકે તમારા વિચારો તમારી આસપાસના લોકો પર થોપશો નહીં એમ ગણેશજી જણાવે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમારો દેખાવ અને પબ્લિક ઇમેજ સુધારવા માટે પ્રયત્ન કરશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. આજે સાંજે નવાં કપડાં, કૉસ્મેટિક્સ અને ઍક્સેસરીઝ પાછળ થોડો વધુપડતો જ ખર્ચ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી જોઈ રહ્યા છે કે આજનો તમારો દિવસ થોડો મૉનોટોનસ છે. જોકે એને લીધે નિરાશ થવાની જરૂર નથી. હજીયે તમારા સ્પિરિટને જાળવી રાખો અને સાંજ સુધી કઈ ઇન્ટરેસ્ટિંગ કરવાની કોશિશ કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમારા પરિવાર સાથે એન્જૉય કરવા માટે એક નાનકડું ગેટ-ટુગેધર યોજશો તો મજા આવશે. જેમાં તમારા નજીકના મિત્રો અને સ્વજનોને બોલાવજો. કામના સ્થળે પણ તમારી મહેનત આખરે રંગ લાવશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજનો દિવસ થોડો હૅક્ટિક જશે, પરંતુ ગણેશજીની સલાહ છે કે બને એટલા ઝડપથી તમારાં કામ પૂરા કરવાની કોશિશ કરજો. જેને લીધે તમે તમારી અંગત બાબતોમાં પણ થોડો સમય આપી શકો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમારા ગ્રહો ચમકી રહ્યા છે અને તમને વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમે તમારા લક્ષ્ય માટે સ્પષ્ટ રહો. સફળતા તમારી સાથે છે. આજે તમારા પ્રેમીને તમારા માટે કંઈક કરવાનો મોકો આપો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ બહુ સારો નથી, એમ ગણેશજી કહે છે. બે-ત્રણ દિવસ રાહ જુઓ. તમારી આવક કરતાં ખર્ચ વધશે માટે તમારી નાણાકીય સ્થિતિ પણ બહુ સારી નહીં હોય.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK