શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

Published: 25th November, 2012 03:44 IST

અત્યારની તમારી લાઇફમાં વિક્ષેપ ઊભો ન કરવાની સલાહ ગણેશજી આપે છે. તમારો અતડો અને રોષભયોર્ વ્યવહારથી દૂર જ રહેજો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

અત્યારની તમારી લાઇફમાં વિક્ષેપ ઊભો ન કરવાની સલાહ ગણેશજી આપે છે. તમારો અતડો અને રોષભયોર્ વ્યવહારથી દૂર જ રહેજો. આજે તમારી ઉદારતા અને તમારો પ્રેમ દર્શાવવા માટે શ્રેષ્ઠ દિવસ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે પૈસા બનાવવાના શ્રેષ્ઠ મૂડમાં છો. તો વિચારો છો શું આગળ વધો, પરંતુ વધુપડતી આકર્ષક અને લલચાવનારી ઑફરમાં વગર વિચારે રોકાણ નહીં કરતા, એમ ગણેશજી કહે છે. તમારા પ્રિયજન સાથે થોડી આળસભરી સાંજ વિતાવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી તમને ચેતવણી આપે છે કે લોકો તમને ઊપસાવે તો પણ કોઈની સાથે મગજમારીમાં પડશો નહીં. તમારા ટીકાખોર અને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારા લોકોનો આજે સામનો કરો. તેમની સાથે નમþતાભર્યું વર્તન કરો અને સાથે તેમને બતાવી દો કે તમારી કાબેલિયત શું છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારા મગજમાં એક નહીં તો બીજા નકારાત્મક વિચારો જ આવી રહ્યા છે. ભગવાનની પ્રાર્થના કરો અને અથવા થોડો સમય માટે મેડિટેશન કરો. તમારા ડર અને ચિંતા પર વિજય મેળવવા માટે આજની સાંજ મિત્રો સાથે વિતાવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમારી હકારાત્મકતાને કારણે તમને ચારે બાજુથી ખુશી મળી રહી હોય એવો અનુભવ થશે. તમારી સામે આવનારા પડકારોને તમે બાહોશીપૂર્વક પાર પાડી શકશો. નવા આઇડિયાઝ અને વ્યૂઝ સાથે આજે એક્સપરિમેન્ટ કરવા જેવો છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી તમને સાવચેત કરે છે કે જો તમે તમારી લાગણીઓ પર કાબૂ નહીં મૂકો તો તમે જે મહામહેનતથી પૈસા ભેગા કર્યા છે એને ખોટી જગ્યાએ વેડફી મારશો. પર્સનલી અને પ્રોફેશનલી લાભ મેળવવો હોય તો તમારી એનર્જીને યોગ્ય દિશામાં વાળો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે એનર્જી અને પૉઝિટિવિટીથી ભરેલા છો. તમારા ખુશીના વાઇબ્સ સર્વ જગ્યાએ ફેલાવો. તમારા પ્રિયજન સાથે આજે ખૂબ અંગત ક્ષણો વિતાવશો. સાંજે તેમની સાથે કૅન્ડલ લાઇટ ડિનર પર જવાનો પ્લાન પણ બને.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારા જીવનની મૉનોટોની તમને એ હદે બોર કરી નાખશે કે તમે બધું જ છોડીને કોઈ નવા જ માર્ગ પર દોડવા તત્પર બનશો, એવું ગણેશજી જણાવે છે. મિત્રો સાથે મસ્તીભરી સાંજ વિતાવવાને કારણે તમારું બધું જ ટેન્શન દૂર થઈ જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા ચાર્મ અને તમારામાં રહેલી શ્રેષ્ઠ લીડરશિપ ક્વૉલિટીને કારણે તમને અનેક લોકોની પ્રશંસા મળશે. લોકો તમારામાં રહેલી કામ કરવાની ધગશ અને સાતત્યતાને પ્રોત્સાહન આપશે. લોકોને કામ સોંપવા માટે આજે તમારી પાસે રહેલી સત્તાનો ઉપયોગ કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ગણેશજી કહે છે કે કદાચ નિષ્ફળતા મળે તો પણ જ્યાં સુધી ધારેલું પરિણામ ન મળે ત્યાં સુધી તમારા કાર્યમાં ધીરજપૂર્વક વળગી રહો. તમારી પોતાની ક્ષમતા પર ભરોસો મૂકો અને નકારાત્મક લાગણીઓને કાબૂમાં રાખો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગ્રહો અત્યારે તમારી સંપૂર્ણ તરફેણમાં છે માટે તમે સામે આવનારા દરેક વાવાઝોડાને સારી રીતે કન્ટ્રોલ કરી શકશો અને એમાંથી સહીસલામત બહાર પણ નીકળી શકશો માટે નાહકની ચિંતા છોડો. નવી શરૂઆત કરવા માટે આજે સારો દિવસ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારામાં રહેલી પૉઝિટિવ ક્વૉલિટીની આજે પરીક્ષા થશે. ગ્રહો એકદમથી તમને મદદ નહીં કરે. તમારે ધીરજ ધરવી પડશે. આજે સંજોગો થોડા ગૂંચવણભર્યા હશે માટે તમને ઊલઝાવી દે એવી કોઈ પણ બાબતમાં તમારા અભિપ્રાયો કે દલીલો આપવાનું ટાળજો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK