કેવો રહેશે તમારો આજનો દિવસ?

Published: 24th November, 2012 07:02 IST

ગણેશજીની સલાહ છે કે લાગણીઓમાં વહેવાથી દૂર રહેજો. જે પણ કંઈ કરો એમાં થોડા પ્રૅક્ટિકલ થઈને નિર્ણય લેજો. તમારી પાસે જે કામ છે એમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને દિવાસ્વપ્નો જોવાથી દૂર જ રહેજો.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમે જે સાહસ ખેડશો એમાં સફળતા મળશે. દિવસ સ્ટ્રેસ ફ્રી હશે તમે માઇન્ડ ફ્રેશ રાખવા તમારા એક નવી હૉબી અપનાવશો. તમે આધ્યાત્મિક જીવન તરફ પણ આકર્ષાશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજીની સલાહ છે કે લાગણીઓમાં વહેવાથી દૂર રહેજો. જે પણ કંઈ કરો એમાં થોડા પ્રૅક્ટિકલ થઈને નિર્ણય લેજો. તમારી પાસે જે કામ છે એમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો અને દિવાસ્વપ્નો જોવાથી દૂર જ રહેજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ભલે આજે ગ્રહો તમારા સંપૂર્ણ ફેવરમાં છે, પરંતુ તમારી સોશ્યલ અને પ્રોફેશનલ ઇમેજ સુધારવા માટે તમારે પ્રયત્નો કરવા જ પડશે. જો તમારા પ્રયત્નો યોગ્ય હશે તો સાંજ સુધીમાં તમે પરિણામ જોશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી તમને સાવચેત કરે છે કે મિત્રો બનીને તમારા માટે રાક્ષસી પ્લાન બનાવી રહેલા શત્રુઓથી સાવધાન રહેજો. જોકે તમારા કામની કદર કર્યા વિના લોકો રહી નહીં શકે. તમારા તબિયતની સંભાળ રાખજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે જીવનને હળવાશથી લેવાનો અને એને એન્જૉય કરવાનો પ્રયત્ન કરશો. ગણેશજી ખાતરી આપે છે કે એ તમે ડિઝર્વ કરો છો. વર્ક રિલેટેડ પ્રૉબ્લેમ્સનો ઉકેલ શોધવાની વાતને અત્યારે પડતી મૂકો, કારણ કે આજે તમે એ નહીં કરી શકો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી આગાહી કરે છે આજે તમારા કામમાં કેટલાક મહત્વના માર્ગ શોધી કાઢશો. કેટલીક બાબતોમાં ત્વરિત ધોરણે યોજનાઓ અમલમાં મૂકવાની કોશિશ કરશો અને સાંજ સુધીમાં તમને એવો ચાન્સ પણ મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કેટલીક ગેરસમજોને બાદ કરતાં આજનો દિવસ સારો જશે, એવી આગાહી ગણેશજી કરે છે. તમારી ઇમેજને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખજો. તમારા ભવિષ્યનું પ્લાનિંગ કરતા સમયે તમારા ભૂતકાળના અનુભવો કામ આવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજીની સલાહ છે કે તમારી તબિયતની એક્સ્ટ્રા કૅર કરજો. નિયમિત કસરત કરો તેમ જ સ્થૂળતાને દૂર કરવા પૂરતાં પોષક તત્વોયુક્ત આહાર લેજો. એનાથી તમારા મોટા ભાગના પ્રૉબ્લેમ્સથી પોતાને બચાવી શકશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે ગ્રહો તમારા ફેવરમાં છે, એમ ગણેશજી જણાવે છે. માટે આજના દિવસનો બને એટલો સંપૂર્ણ ઉપયોગ કરી દેજો. તમારા કામમાં ખૂબ જ ફોકસ કરજો તેમ જ સાચા રસ્તા પર પહોંચવા માટે તમારા અંતરના અવાજને ફૉલો કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ગણેશજી કહે છે કે આજે એક યોજનાને અમલમાં મૂકવામાં આવનારા કેટલાક પ્રૉબ્લેમ્સને કારણે તમે ફ્રસ્ટ્રેશન અનુભવશો. એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમારી સાતત્યતા તમે વહેલા-મોડું પરિણામ મેળવી આપશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ગણેશજી તમે ચેતવણી આપે છે કે કેટલાક મહત્વના નિર્ણય લેતી વખતે તમારી લાગણીઓને બાજુ પર રાખજો. તમારે વ્યાવહારિક થતા શીખવું પડશે. નહીં તો બહુ ખરાબ પરિસ્થિતિમાં અટવાશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે તમારી ઇમેજને લઈને ખૂબ કૉન્શિયસ થઈ ગયા છો. એટલે એકાદા બ્યુટી-પાર્લરની મુલાકાત લેશો. તમારામાં આવેલા ફેરફારોને કારણે તમારા પ્રિયજનો ખુશ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK