આજની તમારી રાશિ શું કહે છે?

Published: 17th November, 2012 04:33 IST

ઉતાવળમાં કામ પૂરું કરવાના ચક્કરમાં તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરી બેસશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

ઉતાવળમાં કામ પૂરું કરવાના ચક્કરમાં તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરી બેસશો. એટલે ગણેશજીની સલાહ છે કે થોડું ધ્યાન રાખજો, કારણ કે તમારી દૃઢ ઇચ્છાશક્તિ તમને આવનારી મુસીબતમાંથી બચાવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી તમને ખાતરી આપી રહ્યા છે કે આજનો તમારો દિવસ બહેતરીન રહેશે. આજે જે પ્રસંગો બનશે એનાથી તમારા સ્ટેટસમાં પણ વધારો થશે. તમારા કામ માટે તમને મળનારી પ્રશંસા અને તમારી નિષ્ઠા માટે તમને અનેક પુરસ્કાર મળશે, જેનાથી તમે ખુશખુશાલ બની જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને સંતુલન કરવાનું તમારા માટે ચૅલેન્જિંગ બની રહેશે, એવું ગણેશજી અનુભવી રહ્યા છે. તમે વધુપડતા લાગણીશીલ બની જશો. જોકે છેલ્લે તમે બધું વ્યવસ્થિત રીતે પાર પાડી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારી વર્તણૂક પર તમારી ધાર્મિક માન્યતાઓનો વિશેષ પ્રભાવ રહેશે. ગણેશજી કહે છે કે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો અને અગોચર વિશ્વ તરફ આકર્ષિત થશો. આજે તમે થોડા હવાઈ કિલ્લા પણ બનાવશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે આજે તમે સ્વતંત્રતા અનુભવશો. તમે તમારી અંતસ્ફુરણાને ફૉલો કરશો અને એમાં સફળતા પણ મળશે. તેમ છતાં આજે કોઈની સાથે ખોટેખોટા વિવાદથી દૂર જ રહેવાની કોશિશ કરજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી અનુભવી રહ્યા છે કે તમે જે મેળવ્યું છે એનાથી પણ વધુ મળે એવી ખેવના તમને છે. તમારો ચાર્મિંગ અને પૉઝિટિવ ઍટિટ્યુડ લોકોને આકર્ષિત કરશે અને તમારું સર્કલ મોટું થશે, જે સફળતા મેળવવા માટે જરૂરી છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી તમને ચેતવણી આપે છે કે આજનો દિવસ તમારા માટે એટલો ફેવરેબલ નથી, માટે સાવચેત રહેજો. તમારી ઈષ્ર્યા કરનારા લોકો તમારા કામમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરશે. તમારા પાર્ટનર સાથે પણ કોઈ મુદ્દે ચડસાચડસી થાય એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આનંદ કરો, કારણ કે તમારા માટે એક ખુશહાલ દિવસ રાહ જોઈ રહ્યો છે. તમે તમારા ઘરમાં નવું ફર્નિચર કરાવ્યું છે અને એ લોકોને બતાવવા માટે તમે કોઈ પાર્ટીનું આયોજન કરો એવી શક્યતા  છે. ગણેશજી કહે છે કે એન્જૉય કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી કહે છે કે આજે તમે તમારા ઓવરઑલ લુકને મેકઓવર કરવાના મૂડમાં છો અને આ વિચારને અમલમાં મૂકશો તો લોકો તરફથી ઘણી બધી પ્રશંસા મળશે. આજનો દિવસ તમારી તરફેણમાં છે એટલે બને એટલો એનો ઉપયોગ કરી લેજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે આજે ઑફિસનો કામકાજભયોર્ માહોલ તમે એન્જૉય કરશો. તમારી નાણાકીય સ્થિતિ સુધરશે. જોકે એનો અર્થ એ નથી કે તમે પાણીની જેમ પૈસા ખર્ચો. લક્ઝરી માટે વધુપડતો ખર્ચ ન થાય એનું ધ્યાન રાખજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે ખૂબ રૅશનલ દિવસ છે એટલે બધું સંતુલિત થતું નજરે પડશે. ઑફિસમાં પણ તમે બહેતરીન રીતે કામ કરશો. આજે તમને એક વાત રિયલાઇઝ થઈ છે કે તમે તમારા કામને એન્જૉય કરો છો. ગણેશજી કહે છે કે એ જ સ્પિરિટ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે ઑફિસના કામનું સ્ટ્રેસ, અંગત જીવનમાં ચાલી રહેલી મગજમારીઓ અને હેલ્થ પ્રૉબ્લેમ વગેરેને કારણે તમે ડિપ્રેશન અનુભવશો. ગણેશજીની તમને ખાસ સલાહ છે કે આંતરિક શક્તિ વધારવા માટે મેડિટેશનનો આશરો લો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK