જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 16th November, 2012 03:38 IST

આજે તમે જાતને સુધારવાના માર્ગ પર આગળ વધી રહ્યા છો. તમારી ભૂલોને સ્વીકારી રહ્યા છો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે જાતને સુધારવાના માર્ગ પર આગળ વધી રહ્યા છો. તમારી ભૂલોને સ્વીકારી રહ્યા છો. સંબંધને પણ સુધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છો અને તમારાં કર્તવ્યોને નિભાવી રહ્યા છો. આગળ વધો, કારણ કે તમારા બહેતર ભવિષ્યનો પાયો આ જ રીતે મજબૂત થશે એમ ગણેશજી જણાવે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

કેટલીક અનઅપેક્ષિત અને અનિચ્છનીય ઘટનાઓને કારણે તમે અપસેટ થઈ જશો. ગણેશજી કહે છે કે આ બધામાં વધારે ઇન્વૉલ્વ થવાની જરૂર નથી. માત્ર તમારા ટાસ્ક પૂરા કરો અને થોડો સમય તમારા પ્રિયજન સાથે વ્યતીત કરો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ગણેશજી કહે છે કે આજે તમારી ઑફિસમાં તમારું નસીબ તમને જરાય સપોર્ટ નહીં કરે અને તમે કામના બોજા તળે દબાઈ જશે. જોકે ગણેશજી કહે છે કે ઘરે જઈને તમારો મૂડ સુધરી જશે, કારણ કે તમારા પ્રિયજનો તમારા ઈગોને પંપાળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી કહે છે કે ઑફિસમાં તમને ગુસ્સો આવે એવા સંજોગો ભલે ગમે એટલા પ્રમાણમાં ઉદ્ભવે તોય તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. મેડિટેશન કરો અથવા કેટલીક આઉટડોર ઍક્ટિવિટીમાં કામે લાગો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી કહે છે કે તમારી ક્રીએટિવિટીનો આજે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ઉપયોગ કરો. કેટલીક અંગત પ્રવૃત્તિમાં તમે નિચોવાઈ જશો. જોકે તમારી શક્તિ અને સમૃદ્ધિનો ઇન્વેસ્ટમેન્ટ માટે ઉપયોગ કરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારા તાત્કાલિક ટાસ્ક સૌથી પહેલાં પૂરા કરો. નહીં તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો, એવી ચેતવણી ગણેશજી આપે છે. તમારા પ્રિયજન સાથે પ્રામાણિક રહેજો અને તેમના પર ભરોસો મૂકીને તમારા મનની વાત કહો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી તમારા માટે એક ફેવરેબલ દિવસ લાવ્યા છે. જો તમે કોઈ ઘરની કે બિઝનેસની ડીલ ફાઇનલ કરવાનું વિચારતા હો તો આજે કરો કંકુના. જોકે તમારા કામને લીધે તમે ડિપ્રેશનમાં ન સરી પડો એનું ધ્યાન રાખજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે સામાજિક પ્રસંગોમાં તમે આકર્ષણનું કેન્દ્ર બનશો. કામમાં તમે એક્સેલન્ટ પફોર્મ કરી શકશો. એને કારણે લોકો તમારા કામમાં અડચણ ઊભી કરવાની કોશિશ કરે. માટે ગણેશજી કહે છે કે સાવધાન રહેજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા પ્રોફેશનમાં તમે અનેક નવી સફળતા મેળવશો, એવુ ગણેશજી જોઈ રહ્યા છે. જોકે એની સાથે તમે કોઈ સારા વળતરની અપેક્ષા સેવી રહ્યા છો તો જાણી લો કે એ નહીં મળે. તમારા પ્રિયજન સાથે સાંજ એન્જૉય કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારામાં લોકોને તમારી વાત મનાવવાની આવડત સારી છે. માટે આજે પણ તમારા દૃષ્ટિકોણને લોકોનો દૃષ્ટિકોણ બનાવવામાં તમે સફળ રહેશો. જોકે ગણેશજી તમને સલાહ આપે છે કે દરેક પરિસ્થિતિમાં બને એટલા શાંત રહેવાની કોશિશ કરજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમારી પ્રભાવકતા ખીલી ઊઠી છે. તમે અનેક લોકોને આકર્ષિત કરશો. તે લોકો તમારી કંપની એન્જૉય કરશે. આ વખતે તમારા ચાર્મનો સોશ્યલ અને પ્રોફેશનલ લાભ મેળવવા માટે ઉપયોગ કરો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી કહે છે કે કેટલીક હકારાત્મક ઘટનાઓ તમને ખુશ કરી દેશે. કેટલીક પ્રવૃત્તિને કારણે તમને લાંબા ગાળાનો લાભ થશે. આજની સાંજ તમારા પ્રિયજનને ડેડિકેટ કરો અને થોડો ક્વૉલિટી ટાઇમ તેની સાથે પસાર કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK