શું કહે છે તમારુ આજ? જુઓ આપની રાશી

Published: 13th November, 2012 18:18 IST

સમય છે પરિવારને બહાર પિકનિક પર લઈ જવાનો. તે લોકો તમે આમ એકાએક તેમના માટે બતાવેલી કાળજીથી ખુશ થઈ જશે,એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

સમય છે પરિવારને બહાર પિકનિક પર લઈ જવાનો. તે લોકો તમે આમ એકાએક તેમના માટે બતાવેલી કાળજીથી ખુશ થઈ જશે, એમ ગણેશજી જણાવે છે તેમ જ તમારી આસપાસ રહેતા રિલેટિવના પણ ખબર કાઢતા આવજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારી પાસે શક્તિનો અમાપ સ્ત્રોત છે. જેને લીધે તમે અત્યાર સુધી પેન્ડિંગ પડેલાં અનેક કામ પૂરાં કરશો અને માથા પરનો ભાર હળવો કરશો. ગણેશજી એમ છતાં તમને સલાહ આપે છે કે સફળતાનો કેફ ન ચડી જાય એનું ધ્યાન રાખજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે જે રીતે કામ કરશો એ તમારામાં રહેલી ક્રીએટિવિટીની શાખ પૂરશે. એમ ગણેશજી જણાવે છે. તમે તમારા પ્રિયજનની કંપની એન્જૉય કરશો અને સાંજના સમયે મિત્રો સાથે ગેટ-ટુગેધર કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમને ખુશ કરવા માટે તમારો પાર્ટનર જે હદ સુધી જઈ શકે છે એ જાણીને તમને કમાલનો આનંદ થશે. ગણેશજી જણાવે છે કે તમારા ભાવતાલ કરવાના પાવરને કારણે તમે ઘણા બધા રૂપિયા બચાવી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી જણાવે છે કે એક વાત તમારે વહેલી-મોડી પણ સમજવી જ પડશે કે મહેનતનું પરિણામ આવે જ છે. માટે જો તમારી કદર ન થઈ હોય તો પણ ચિંતા ન કરો. થોડી ધીરજ રાખો. કેટલાંક કામ થતાં થાય છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારી આજુબાજુનું વાતાવરણ પ્રેશર કુકર જેટલું દબાણ ઊભું કરે તો પણ તમે બરફ જેટલા ઠંડા રહેશો. ગણેશજી કહે છે કે તમારા આવા જ ઠંડા ઍટિટ્યુડને કારણે તમે કેટલીક વિકટ પરિસ્થિતિને પણ આસાનીથી હૅન્ડલ કરી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી કહે છે કે આજે તમારા બાળપણની એક એવી વાત યાદ આવશે જેને તમે ઑલમોસ્ટ ભૂલી ચૂક્યા હતા અને એટલી જ નિદોર્ષતાથી તમે તમારા પ્રિયજન સમક્ષ તમારા પ્રેમનો એકરાર કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમને તમારો અનુભવ કામે લાગશે એમ ગણેશજી જણાવે છે. ઑફિસમાં કેટલાક ગૂંચવણભર્યા પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આ અનુભવ કામે લાગશે. પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરવાના વિચારને તાત્કાલિક મનમાંથી કાઢી નાખો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી સલાહ આપે છે કે તોલી-મોલીનો બોલો નહીં તો પરિણામ તમારે જ ભોગવવાનું છે. તમારી ઍક્શનને બોલવા દો. તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે થોડી મહેનત  કરો. તમારા નવા ઘર માટે થોડું ઇન્ટિરિયર ડેકોરેશન પ્લાન કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારી આવડત અને નિષ્ઠા આજે જાદુ રેલાવશે. જે ટાસ્ક તમારા કલીગને દિવસે તારા દેખાડશે એને તમે આસાનીથી પાર પાડી શકશો. તમારા બૉસ તમારી સારી રીતે કદર પણ કરશે એમ ગણેશજી જણાવે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારામાં રહેલી એનર્જી આજે ઊભરાશે. જેમાં તમારા પર પ્રશંસાનો વરસાદ વરસશે. આજે તમે આ બધાને કારણે ખૂબ જ ખુશખુશાલ છો. તમારો કામ કરવાનો ઉત્સાહ બેવડાઈ જશે એમ ગણેશજી જણાવે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ભલે આજે તમે સંપૂર્ણ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હો છતાં લોકોને એનો અહેસાસ નહીં થવા દેતા, કારણ કે સમય જતાં બધું પાર પડી જશે. તમે તમારી ડેડલાઇનને પણ પહોંચી વળશો. બસ લોકો તમારું શોષણ ન કરે એનું ધ્યાન રાખજો એમ ગણેશજી સલાહ આપે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK