ક્લિક કરો અને જાણો તમારી આજ

Published: 13th November, 2012 03:34 IST

આજે તમને કોઈ બાબતમાં પ્રેરણા મળે તો એને તરત પકડી લેજો અને આગળ વધજો.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમને કોઈ બાબતમાં પ્રેરણા મળે તો એને તરત પકડી લેજો અને આગળ વધજો. ગણેશજી કહે છે કે પ્રેરણા આપતી ઘડીઓ જલદી નથી આવતી. તમારા જેવા વિચારો ધરાવતા લોકો તમારાથી આકર્ષાશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી પ્રેડિક્ટ કરે છે કે આજે તમારી લાગણીઓનું તમારા પર વિશેષ પ્રભુત્વ હશે. આજે તમે પૉઝિટિવ અને નેગેટિવ એમ બન્ને લાગણીઓ એકસાથે અનુભવશો. જોકે દલીલબાજીના પહેલા તબક્કામાં જ હાથ ઊંચા કરી દેજો, જેથી વાત વધુ વણસે નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


એક ખુશનુમા દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. ગણેશજી પ્રેડિક્ટ કરે છે કે તમારા પ્રિયજન સમક્ષ તમારી લાગણીઓ ખૂબ કાવ્યાત્મક રીતે રજૂ કરી શકશો. તમારી નિષ્ઠા અને પ્રામાણિકતાની કદર થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારા ચહેરા પરનું સ્માઇલ ચેપી છે, કારણ કે ભલભલાને ઇન્ફ્લુઅન્સ કરવાની ક્ષમતા એનામાં છે, જેને કારણે લોકો તમારી નજીક આવશે, જેમાં તમારી મુલાકાત એક સ્પેશ્યલ વ્યક્તિ સાથે પણ થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે તમારા પ્રિયજનના મનની ઇચ્છા પૂરી કરવામાં પણ તમારી પોતાની ખુશી છુપાયેલી છે, માટે જ તમે તમારા પરિવાર અને પ્રિયજનો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવાનું પસંદ કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજીની સલાહ છે કે આજે તમે તમારા પરિવાર પર ધ્યાન આપો. જો તમને તમારી નજીકની વ્યક્તિઓ પાસેથી પ્રેમ મળે અને તેઓ તમારી હિંમત વધારે એવું ઇચ્છતા હો તો સૌથી પહેલાં તમે એ લોકોને એ બધું આપો, જે આપીએ એ જ મળે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

વાત કરવાની કાબિલે દાદ કલા કુદરતે તમને એનાયત કરી છે. ગણેશજી કહે છે કે આજે તમે આ કલાનો સારો ઉપયોગ કરશો અને લોકોને પ્રભાવિત કરશો. એક ઉપરછલ્લું આકર્ષણ સિરિયસ સંબંધમાં કન્વર્ટમાં થઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

જીવનને વધુ ગૂંચવણભર્યું ન બનાવો અને બને એટલું એને સરળ રહેવા દો એવી ગણેશજી સલાહ આપે છે. નકારાત્મકતાથી દૂર રહેવા માટે થોડું ધ્યાન ધરો. જૂની વાતોને પકડી રાખવાની ટેવથી તમારી મુસીબતો વધવાની જ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી જોઈ રહ્યા છે કે આજનો તમારો દિવસ એક્સટ્રીમલી પૉઝિટિવ છે. કદાચ તમે પહોંચી ન શકો એવી સ્થિતિ નિર્માણ થશે તો પણ તમારામાં રહેલી હકારાત્મકતા બધું બરાબર કરી દેશે. અનેક લોકોનાં દિલ જીતી લેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી કહે છે કે તમે ખૂબ લકી છો, કારણ કે તમને એવા કલીગ મળ્યાં છે, જે તમારી મુસીબતમાં હંમેશાં તમારી પડખે ઊભા રહે છે. જો તમે તમારી જૉબ બદલવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જોજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી કહે છે કે તમારો મોટા ભાગનો સમય અને શક્તિ વિઝનમાં અને પ્લાનિંગમાં નીકળી જશે. પ્લાનને અમલમાં મૂકવાનો સમય જ નહીં મળે. આ કામ બીજાને સોંપી દો. તમારી સખત મહેનત માટે તમને પુરસ્કાર મળશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી જોઈ રહ્યા છે કે તમારા કાર્ડ પર સફળતા લખેલી છે, જે તમને હજી બહેતર કરવા માટે પ્રેરિત કરશે. મોટા ભાગે તમને લો-પ્રોફાઇલ રહેવું ગમે છે. જોકે આજે તમારે પબ્લિકલી જ લીડ કરવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK