જાણો તમારુ આજનું ભવિષ્ય

Published: 9th November, 2012 02:53 IST

તમારી વાઇબ્રન્ટ પર્સનાલિટીને કારણે તમે સારું નામ બનાવશો. જોકે યાદ રાખો કે હજી બહેતર બનવા માટેનો સ્કોપ તો રહેવાનો જ એમ ગણેશજી યાદ અપાવે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી વાઇબ્રન્ટ પર્સનાલિટીને કારણે તમે સારું નામ બનાવશો. જોકે યાદ રાખો કે હજી બહેતર બનવા માટેનો સ્કોપ તો રહેવાનો જ એમ ગણેશજી યાદ અપાવે છે. સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ માટે તમે બીજું શું કરી શકો છો અને આગળ કેવી રીતે વધશો એનો વિચાર કરો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ઍડ્મિનિસ્ટ્રેશનનું કામ સંભાળતા લોકો માટે આજનો દિવસ ખૂબ સારો છે. તમારી અસરકારક લીડરશિપ અને ટીમનો ઉત્સાહપૂર્વક કામ કરવાની આવડત આ સહિયારા કૉમ્બિનેશનને કારણે તમે ધાર્યું નહીં હોય એટલું સારું પરિણામ મેળવી શકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જીવનની કેટલીક શુષ્ક વાસ્તવિકતા સાથે જેમ-જેમ તમારો સામનો થતો જશે એમ બદલાવા માટેની તમારી ઝંખના હજી તીવ્ર બનવા માંડશે. તમારામાં આત્મસાત્ થયેલી કેટલીક ક્રીએટિવિટી તમને મદદ કરશે - જો તમે એને બહાર આવવાની પરમિશન આપશો તો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજીની તમને સલાહ છે કે બીજાના કામમાં માથું મારવાની આદત પર આજે તો ઍટ લીસ્ટ કન્ટ્રોલ રાખજો, કારણ કે એ લોકો તમારી વણમાગી સલાહને નેગેટિવલી લેશે. આજે બિનજરૂરી બહાદુરી કે હોશિયારી દેખાડવાથી પણ દૂર જ રહેજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારો આત્મવિશ્વાસ અને સ્વમાન તમને દરેક જગ્યાએ તમારાથી બનતું બેસ્ટ પફોર્ર્મ કરવામાં મદદ કરશે. લોકો તમારાં ગુણગાન ગાશે. એને લીધે તમે સો ટકા સાતમા આસમાનમાં હશો એવી ખાતરી ગણેશજી આપે છે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી કહે છે કે આજે તમે ફાઇનૅન્શિયલ સમસ્યાઓ અનુભવી રહ્યા છો. છતાં તમે જે ઇચ્છો છો એ મેળવવા માટે પ્રયત્નો કરશો. ગણેશજી કહે છે કે વધુપડતા અકળાશો નહીં, કારણ કે દિવસ આગળ વધશે એમ તમારી પરિસ્થિતિ સુધરશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી તમારા પર આર્શીવાદનો જાણે વરસાદ વરસાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે તમારા ગોલ્સને ફળીભૂત કરવામાં સફળ નીવડશો. ભલે તમે અત્યારે માત્ર પ્રોફેશનલ બાબતો પર જ ધ્યાન આપી રહ્યા છો, પરંતુ બીજી બાબતોને પણ અટેન્શનની જરૂર છે એ ભૂલતા નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી કહે છે કે આજે તમારા દિલની વાત સાંભળો અને તર્કબદ્ધ થઈને વિચારવાને બદલે તમારી અંતસ્ફુરણા પર ધ્યાન આપો. તમારી એનર્જી જાળવી રાખવા માટે નિયમિત ધોરણે બ્રેક લેતા રહો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ક્રીએટિવ ફીલ્ડમાં રહેલા લોકોએ આજે ઘણાબધા લોકોને વચન આપવાં પડશે. રેડિયો જૉકી અને ટેલિવિઝન ઍન્કર આજના દિવસને ખાસ નોંધી રાખે, કારણ કે આજનો દિવસ તેમના માટે યાદગાર નીવડવાનો છે એમ ગણેશજી કહે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


શબ્દો કરતાં ઍક્શન વધુ અસરદાર હોય છે. આજે તમારી નિષ્ઠા અને પ્રામાણિકતા બીજાને પણ પોતાનાથી બનતું બેસ્ટ આપવા માટે પ્રેરિત કરશે એમ ગણેશજી અનુભવી રહ્યા છે. બીજા લોકો તમારા હકની તકો ઝડપવાની કોશિશ કરશે એટલે અલર્ટ રહેજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે આધ્યાત્મિકતા તમારા પર સવાર થઈ જશે. તમે એકાંત અને આધ્યાત્મિક ગુરુની ઝંખના સેવશો. તમે ઇચ્છેલી શાંતિ મેળવવા માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો એવું સૂચન ગણેશજી આપી રહ્યા છે. તમારા ભૌતિક લક્ષ્ય આજે પાછળ રહી જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે કોઈના કડવા શબ્દોથી દુખી થવા કરતાં જે થાય એ જોયા કરજો અને પ્રૅક્ટિકલ રહી તમારા હિત અને ફાયદા વિશે વિચાર કરજો. જો તમે દ્રષ્ટાભાવ કેળવીને માત્ર જોયા કરશો તો ગણેશજી ખૂબ ખુશ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK