ક્લિક કરો અને જાણો તમારી આજ

Published: 2nd December, 2012 04:53 IST

અત્યારે સમય છે તમારાં સપનાંઓને સાચાં કરવાનો; એને પ્રત્યક્ષ કરવાનો, એમ ગણેશજી જણાવે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

અત્યારે સમય છે તમારાં સપનાંઓને સાચાં કરવાનો; એને પ્રત્યક્ષ કરવાનો, એમ ગણેશજી જણાવે છે. તમારા પ્રિયજન સાથે આત્મીયતાભર્યો અંગત વાર્તાલાપ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ઓવરકૉન્ફિડન્સ ન આવી જાય એનું ધ્યાન રાખજો. હવામાં ગોળીબાર પણ નહીં કરતા, કારણ કે તમારી નાની અમથી બેદરકારી મોટું નુકસાન કરાવી શકે છે. તમારા અંગત મિત્રો સાથે આજે સમય પસાર કરશો તેમ જ ઘણી બધી બાબતમાં તેમની સલાહ મેળવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી જણાવે છે કે આજે તમે ફુલ ઑન ચાર્જ્ડ છો અને તમારી વધારાની એનર્જીને કોઈ સ્પર્ધામાં ભાગ લઈને ઊજવશો તેમ જ તમારી વધુપડતી લાગણીઓને પણ કોઈ જગ્યાએ ચૅનલાઇઝ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા નસીબને અજમાવવું તમને ભારે પડી શકે છે. માટે ગણેશજી જણાવે છે કે ધીરજ રાખીને આગળ વધજો. થોડા ધીમા પડો અને આ સમયને પસાર થઈ જવા દો. આવતી કાલ કદાચ આજ કરતાં વધુ તેજસ્વી અને સારી હશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

લલચાવનારા અને જોખમી રોકાણથી આજે દૂર જ રહેજો. નફો મેળવવાની લાલચમાં નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવી એમ ગણેશજી જણાવે છે. શાંતિ જળવાઈ રહે માટે અંગત જીવનમાં બને એટલા ફ્લેક્સિબલ રહેવાની કોશિશ કરજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી જણાવે છે કે અત્યાર સુધી તમે કરેલી બધી મહેનત છેલ્લે પાણીમાં ગઈ છે એવું ભાન થયા પછી તમે સાવ જ ભાંગી પડશો. અપસેટ થવાને બદલે તમારા લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને દરેક બાબતની સારી બાજુને જોવાનો પ્રયાસ કરો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


પેન્ડિંગ ઇશ્યુ આજે શૉર્ટ આઉટ થઈ જશે માટે તમે થોડી રાહત અનુભવશો, એવી આગાહી ગણેશજી કરી રહ્યા છે. કેટલાક ઇશારા પર તમે પૂરતું ધ્યાન આપ્યું છે માટે બિનજરૂરી મુસીબતોમાંથી ટળી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી જોઈ રહ્યા છે કે તમે તમારા પ્રિયજનો પર આજે જાણે ન્યોછાવર થઈ ગયા છો. માટે તેમને જે જોઈએ એની શૉપિંગ કરાવશો. જોકે એને લીધે તમારાં ખિસ્સાં પર લોડ વધી જશે. માટે શૉપિંગ પર જાઓ ત્યારે એક ચાંપતી નજર તમારા ક્રેડિટ કાર્ડ પર પણ રાખજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી કહે છે કે આજે એવો દિવસ છે, જેમાં લાકોનું માઇન્ડ વાંચવું તમારા માટે બહુ ડિફિકલ્ટ નહીં નીવડે. તમારી સ્વીટહાર્ટને આજે ખુશ કરવાનો દિવસ છે. તેને કોઈ અજાણી જગ્યા પર પ્રવાસ માટે લઈ જાઓ.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી સૂચવે છે કે તમારા પર લદાયેલી જવબાદારીઓનો ભાર આજે ઓર વધી જશે. હજી દબાણ વધશે માટે તૈયાર રહેજો. ખૂબ શાંત રહેવાની કોશિશ કરજો અને જરૂર પડે તો તમારા માટે સદૈવ તૈયાર હોય એવા લોકોની મદદ લેતાં પણ અચકાશો નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજનો દિવસ ઑર્ડિનરી ડે જેવો તો નથી જ. આજે તમારો આત્મવિશ્વાસ અનેક નવી સફળતા તરફ તમને દોરશે, એવું ગણેશજી અનુભવી રહ્યા છે. ભવિષ્યને વધુ ને વધુ બહેતર બનાવવા ઇચ્છતા હો તો મહેનત કરતા રહેજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


હાર્ડ વર્ક કરશો તો સફળતા તમારી સાથે જ ચાલશે એટલું ધ્યાનમાં રાખજો, એવો વિશ્વાસ ગણેશજી આપે છે. તમારા ઉત્સાહને પણ જીવંત રાખજો. તમારા બિઝનેસને એક નવા લેવલ પર લઈ જવા માટે અને તમારા ગોલ્સને પૂરા કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK