શનિ : દરેક રાશિનું ફળ અને ઉપાયો

Published: Feb 03, 2020, 10:00 IST | Mumbai

દરેકેદરેકને પોતાની કુંડળીમાંના શનિની ચિંતા હોય અને અહીં જ્યોતિષ હસિત દવે વિવિધ રાશિમાં આ વર્ષે શનિનો કેવો પ્રભાવ રહેશે અેનો ચિતાર આપે છે

રાશિફળ
રાશિફળ

મેષ

શનિ તમારા દસમા અને અગિયારમા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા દસમા ભાવમાં રહેશે.

દસમો ભાવ વિશેષ રૂપે કર્મભાવ હોય છે અને શનિને પણ કર્મનો સ્વામી કહેવામાં આવે છે.

આ દરમ્યાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમને સખત મહેનત કરવી પડશે.

કોઈ નવા કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હોવ તો ૧૧ મેથી પહેલાં કરી લો કેમ કે તેના પછી શનિના વક્રી હોવાના લીધે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય માટે  મધ્યમ પરિણામવાળું રહેશે. ત્વચાસંબંધી કોઈ પણ રોગથી પરેશાની થઈ શકે છે.

માતા-પિતાની સાથે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો છો.

શનિના ગોચર દરમ્યાન પોતે નવું ઘર લેવાનું સ્વપ્ન પૂરું થઈ શકે છે.

ઉપાય: શનિ સ્ત્રોત્રનો પાઠ કરવો જોઈએ અને શનિવારના દિવસે હનુમાનજીને આંકડાની માળા ચઢાવવી. 

વૃષભ

શનિ તમારા નવમા અને દસમા ભાવનો સ્વામી છે.

સંક્રમણ દરમ્યાન શનિ તમારા નવમા ભાવમાં રહેશે.

જોકે નવમો ભાવ ભાગ્ય માટે જવાબદાર હોય છે તેથી આ દરમ્યાન પિતાની સાથે વાદવિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.

શનિના ગોચરના સમયે પોતાની વાણી પર સંયમ રાખો અને કોઈની સાથે પણ ખોટો વ્યવહાર ન કરો.

કોઈની જોડે પણ એવો વાયદો ન કરો કે જે તમે સમયસર પૂરા ન કરી શકો.

આળસનો ત્યાગ કરો નહીંતર બધાં મહત્ત્વપૂર્ણ કામ હાથથી જતા રહેશે.

નવી નોકરીની તલાશમાં હો તો આ કામ વર્ષની શરૂઆતમાં પૂર્ણ કરી લો.

ઉપાય: પહેરેલા વસ્ત્રો દાન કરવા  અને શનિ મંત્રના જપ. 

મિથુન 

શનિ તમારા આઠમા અને નવમા ભાવનો સ્વામી છે.

ગોચરના સમયે શનિ તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે.

આઠમો ભાવ વિશેષરૂપે અકસ્માત થનારા કર્મ માટે જવાબદાર હોય છે તેથી આનો પ્રભાવ તમારા જીવનના વિવિધ ભાગો પર પડી શકે છે.

પરિણામે અકસ્માત કોઈ કામમાં અવરોધો અને મુસીબત આવી શકે છે.

શનિના પ્રભાવથી આર્થિક સ્થિતિ ઉદાસીન રહેશે, નાણાકીય લેણદેણની બાબતોમાં સાવચેતી રાખો.

વિદેશ યાત્રા પર જવું હોઈ શકે છે.

લાંબા સમયથી ચાલી રહેલા જમીન-મિલકતની બાબતોનો હલ નીકળશે.

જીવનમાં લેનારા મહત્ત્વપૂર્ણ નિર્ણય વડીલોની સલાહ પછી જ લો.

ઉપાય:શનિવારના ઉપવાસ કરવા અને  શનિવારના દિવસે કાળાં વસ્ત્રો ન પહેરવાં. 

કર્ક

શનિ તમારા સાતમા અને આઠમા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા સાતમા ભાવમાં રહેશે.

શનિના ગોચરના સમયે આળસને પોતાનાથી દૂર રાખો કેમકે આ તમારા હિતમાં નહીં હોય.

વેપાર સાથે સંકળાયેલા લોકો વર્ષની શરૂઆતમાં અમુક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

કામના સંબંધમાં કોઈ વિદેશી સ્ત્રોત્રથી જોડાઈ શકો છો.

શનિના ગોચરના સમયે સંતાનના આરોગ્યનું ધ્યાન રાખવું.

ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેતી રાખો.

શણગારની વસ્તુઓ પર પૈસા ખર્ચવાથી બચો.

પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, કોઈ પણ જૂની માંદગીથી હેરાન થઈ શકો છો.

નકામા વિવાદમાં ન ગૂંચવાઓ, ધનહાનિની શક્યતા હોઈ શકે છે.

ઉપાય: શનિવારે સરસિયાનું તેલ કોઈ લોખંડના વાસણમાં ભરી તેમાં પોતાનું મોઢું જોઈ તેને દાન કરવું જોઈએ અને ગરીબોની સહાયતા કરવી. 

સિંહ

શનિ તમારા છઠ્ઠા અને સાતમા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે.

શનિનું ગોચર આ વર્ષે તમારા માટે લાભદાયક હશે.

આ વર્ષે તમને પોતાની મહેનતનો પૂરો લાભ મળશે એટલે કે સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનતની આવશ્યકતા હશે.

જમીન-મિલકતના ક્ષેત્રમાં નિવેશ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરી લો.

આરોગ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે આવી શકે છે, કોઈ જૂની માંદગીના લીધે માનસિક તાણથી ઘેરાઈ શકો છો.

વર્ષની વચ્ચે પોતાની નોકરીમાં પરિવર્તન માટે ન વિચારો.

કોઈ વર્ષો જૂના મિત્રથી આ દરમ્યાન મુલાકાત થઈ શકે છે.

ઉપાય: તેલનું દાન કરવું જોઈએ અને પીપળા નીચે તલના તેલનો દીવો સાંજે પ્રગટાવી પરિક્રમા કરવી જોઈએ.

કન્યા

શનિ તમારા પાંચમા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા પાંચમા ભાવમાં સ્થાપિત થશે.

શનિ ગોચરના દરમ્યાન આ વર્ષ તમે તમારી કોઈ અટકેલું શિક્ષણ પૂરું કરી શકો છો.

આ વર્ષે ગોચર દરમ્યાન તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.

કોઈ નવા બિઝનેસની શરૂઆત કરવા જઈ રહ્યા હો તો સારી રીતે વિચાર કરી લો.

કાર્યક્ષેત્રમાં કોઈ નજીકી સહયોગીથી મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે.

માતા-પિતાનો સહયોગ મળશે.

ઘરેણાં અથવા કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો.

વર્ષની વચ્ચે ઘર અથવા ગાડી ખરીદી શકો છો.

ઉપાય: શનિ પ્રદોષનું વ્રત રાખવું  અને શનિવારે સરસિયા તેલનો દીવો પ્રગટાવી  પીપળાની પ્રદક્ષિણા. 

તુલા

શનિ તમારા ચોથા અને પાંચમા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા ચોથા ભાવમાં રહેશે.

તેવા લોકો જે કોઈ પ્રકારના વેપારથી સંકળાયેલા છે તેમને આ વર્ષે સારો અવસર મળી શકે છે.

કોઈપણ પ્રકારના અહંકારથી પોતાને બચાવો.

ધનની બાબતોમાં વિશેષ રૂપથી વિચારી લો, કોઈના કહેવામાં ન આવો.

વર્ષની વચ્ચે શનિના વક્રી હોવાથી માતાની સાથે મતભેદ થઈ શકે છે.

માનસિક તાણની સ્થિતિથી જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી બચો.

સપ્ટેમ્બર મહિના પછી વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે

વાદવિવાદની સ્થિતિ ઊભી થવા પર દૂર રહો.

ઉપાય: શનિ પૂજા - લોખંડનું દાન.

વૃશ્ચિક

શનિ તમારા ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા ત્રીજા ભાવમાં રહેશે.

શનિ ગોચરના પછી લાંબા સમય સુધી તમારા ઉપર ચાલી રહેલી શનિની સાડાસાતી પણ ખતમ થઈ જશે.

કોઈપણ કામને પરિપૂર્ણ કરવા માટે આળસનો ત્યાગ ઘણો જરૂરી છે, આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

આ સમય તમારા માટે કોઈ નવું કાર્ય અથવા વેપાર શરૂ કરવા માટે સૌથી સારું રહેશે.

શનિના ગોચર દરમ્યાન આર્થિક સ્થિતિ સારી રહેશે અને વધશે.

કોઈ અટકેલા ભણતરને આ વર્ષે પૂરું કરી શકો છો.

ઉપાય: કીડીઓને લોટ નાખવો અને ધાર્મિક સ્થળની સાફસફાઈનું કામ.

ધનુ

શનિ તમારા બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા બીજા ભાવમાં રહેશે.

શનિની સાડાસાતીનું આ આખરી ચરણ હશે જે તમારી મહેનતનું ફળ તમને જરૂર આપશે.

શનિ ગોચર દરમ્યાન તમને નાણાકીય બાબતોથી સંકળાયેલી અમુક પરેશાનીઓ આવી શકે છે, પરંતુ આ દરમ્યાન તમારા કોઈ કાર્ય અટકશે નહીં.

જમીન મિલકત સાથે સંકળાયેલી બાબતોમાં લાભ મળશે.

નાણાકીય ક્ષેત્રમાં પિતાનો સહયોગ મળશે.

વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમને અવરોધોનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય: શનિવારના દિવસે કોઈ કાળા વસ્ત્ર અથવા કાળી દોરીમાં ધતુરાનું મૂળ ધારણ કરવું, હનુમાન ચાલીસા.  

મકર

શનિ તમારા પહેલા અને બીજા ભાવનો સ્વામી છે.

આ વર્ષ શનિ તમારા બીજા ભાવમાં રહેશે.

શનિ ગોચરના પછી શનિની સાડાસાતીનું બીજું ચરણ શરૂ થશે જેના લીધે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

આ દરમ્યાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને પોતાની મંઝિલ તરફ વધવામાં મદદ મળશે.

વેપારની દિશામાં આવકના નવા માર્ગ બનશે અને આર્થિક સ્થિતિ સુધરશે.

વિદેશ યાત્રાનો પણ લાભ ઉઠાવી શકો છો.

નવું ઘર લેવાનું સપનું પણ પૂરું થઈ શકે છે.

જીવનસાથીની સાથે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે, સમજદારીની સાથે કામ લો.

પોતાના આરોગ્યનો ખ્યાલ રાખો અને ચાલતા સમયે સાવચેતી રાખો.

ઉપાય: શનિ ચાલીસા અને પીપળાની પૂજા. 

કુંભ

શનિ તમારા બારમા અને પહેલા ભાવનો સ્વામી છે.

આ વર્ષે શનિ તમારા બારમા ભાવમાં રહેશે.

આ દરમ્યાન આ રાશિના જાતકો માટે શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થશે.

તેથી આ દરમ્યાન તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.

કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરતાં પહેલાં એકવાર બીજા લોકોથી સલાહ જરૂર કરો.

જીવનસાથીની સાથે મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, આ દરમ્યાન શાંતિથી કામ લો.

ઘરના શણગારની વસ્તુઓ અને નવું વાહન ખરીદવામાં ખર્ચ થઈ શકે છે.

ઉપાય: શનિદેવના  જાપ અને અપંગોને ભોજન કરાવવું જોઈએ.

મીન

શનિ તમારા અગિયારમા અને બારમા ભાવનો સ્વામી છે.

આ વર્ષ તમારા અગિયારમા ભાવમાં વિરાજમાન રહે છે.

આ દરમિયાન આળસને પોતાના પર ભારે ન થવા દો.

આ વર્ષ સમાજમાં નવી ઓળખ મળશે અને કાર્યક્ષેત્રમાં નવી તકો મળશે.

પરિણીત જીવન સુખમય પસાર થશે, જીવનસાથીની સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.

આરોગ્ય માટે શનિનું ગોચર તમારા માટે ઘણું ફાયદાકારક છે.

દરેક કાર્યમાં માતા-પિતાનો ભરપૂર સાથ મળશે.

ઉપાય: શનિ યંત્રની પૂજા અને ગરીબોને મફત દવા વહેંચવી  જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK