આજની તમારી રાશિ શું કહે છે?

Published: 7th November, 2012 03:23 IST

આખરે તમને હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટનું મહત્વ સમજાયું છે. એમ છતાં આજે કેટલીક ભાવતી અને મોઢામાં પાણી લાવી દે એવી વાનગીઓ સામે આવશે તો તમે પોતાને રોકી નહીં શકોએરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આખરે તમને હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટનું મહત્વ સમજાયું છે. એમ છતાં આજે કેટલીક ભાવતી અને મોઢામાં પાણી લાવી દે એવી વાનગીઓ સામે આવશે તો તમે પોતાને રોકી નહીં શકો, એમ ગણેશજી આંખ મીંચકારીને જણાવે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે કેટલીક જૂની યાદોમાં તમે ખોવાયેલા રહેશો. એ યાદોમાં જ તમને અચાનક ખ્યાલ આવશે કે ખરેખર તમે એક વ્યક્તિને પ્રેમ કરો છો. મનમાં દબાયેલી આ વાત પરથી આજે પરદો ઊઠી જશે, એનાથી ગણેશજી ખુશ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા પ્રિયજનને લઈને તમારા મનમાં વધી રહેલી અપેક્ષાઓને કારણે તમે પોતે જ ઇરિટેટ થઈ જશો. જોકે ગણેશજી કહે છે કે તમે એમાં પણ સંતુલન શોધી લેશો અને બહુ ઝડપથી એ ઇરિટેશનમાંથી બહાર આવી જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા સ્વભાવને કારણે મોટા ભાગે તમે કોઈના ખરાબ ઍટિટ્યુડને લોકો સમક્ષ પ્રગટ કરતા નથી. જોકે એને લીધે હોળીનું નારિયેળ તમે પોતે જ બનશો, એમ ગણેશજી જણાવે છે અને સલાહ આપે છે કે તમારી સારપનો કોઈ ગેરલાભ ન ઉઠાવી જાય એ માટે સાવધાન રહો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આ સમય છે તમારામાં રહેલી ક્ષમતાને ઓળખવાનો અને એ દિશામાં વિકાસ સાધવાનો. વિશ્વને બતાવી દો કે તમે કઈ માટીના બનેલા છો. ગણેશજીના જણાવ્યા મુજબ હવેના ત્રણ-ચાર દિવસ તમારા માટે ખૂબ મહત્વના જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


બીજી બધી વાત કરતાં અત્યારે તમારે તમારા કામમાંથી બ્રેક લેવાની વાત વધુ મહત્વની છે એટલું સમજી લો. જો કામની સાથે થોડું એન્જૉયમેન્ટ ન મળે તો લાઇફ બોરિંગ થઈ જાય છે. ફરીથી તરોતાજા થવા માટે થોડાં સામાજિક ફંક્શનમાં હાજરી આપવા માંડો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે પરિવાર તમારી પ્રાયૉરિટીમાં મુખ્ય છે. આજે તમે તમારી ફૅમિલી સાથે ડિનર પર જશો અથવા એની સાથે વધુ સમય વિતાવી શકાય એવું કંઈક ગોઠવશો. જોકે ગણેશજી જણાવે છે કે પરિવારની નજીકની વ્યક્તિની તબિયતને કારણે તમે ચિંતિત રહેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


જેટલી તમે તમારી તબિયતની અવગણના કરશો એટલી તમારી તકલીફ વધવાની છે. ગણેશજીની સલાહ છે કે તબિયતને બહેતર બનાવવા માટે અત્યારથી જ સાવધાનીનાં પગલાં લઈ લો, નહીં તો આગળ જઈને પસ્તાશો. શરૂઆત તમારા રૂટીનમાં નિયમિતતા લાવીને કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ગણેશજી કહે છે કે આજે તમારામાં રહેલી નેતાગીરી તમને ખૂબ કામ લાગશે. જાણે ટીમના કેપ્ટન હો એમ તમે તમારા સહકર્મચારીઓને મોટિવેટ કરશો અને કેવી રીતે આગળ વધવું એ માટે ગાઇડ કરશો. ગ્રેટ ગોઇંગ!

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી અસ્ક્યામતોમાં આજે થનારો તોતિંગ વધારો તમને સ્વર્ગની અનુભૂતિ કરાવશે. જોકે ગણેશજી કહે છે કે તમને જે મળી રહ્યું છે એના તમે ખરા હકદાર છો. બીજા કોઈ પાસે આવું નથી એ માટે તમારે ખરાબ પણ લગાવવાની જરૂર નથી. બસ અત્યારે તો તમારા નસીબને એન્જૉય કરો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા ગ્રહોની દશા કહે છે કે આજે તમે ભારેખમ મૂડ-સ્વિંગ્સ અનુભવશો, જેને કારણે કેટલીક ગૂંચવણભરી પરિસ્થિતિ પણ નિર્માણ થાય. આજે કોઈ નવા કામની શરૂઆત કરતાં પહેલાં તમારી પાસે જે કામ હાથમાં છે એને પહેલાં પૂરું કરો, એમ ગણેશજી સૂચવે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના હેક્ટિક દિવસ માટે તમારી જાતને તૈયાર રાખો. સામાજિક અને ધાર્મિક મેળાવડામાં તમારો મોટા ભાગનો સમય રોકાઈ જશે. આજે તમે કેટલાક નવા સંબંધોમાં જોડાશો, એમ ગણેશજી જણાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK