જાણો તમારુ આજનું ભવિષ્ય

Published: 3rd November, 2012 21:36 IST

આજે કુદરતમાં પ્રસરેલી સારપ અને સુંદરતા તમારું ધ્યાન ખેંચશે. કદાચ આજે કોઈ ખાસ વસ્તુ જોઈને તમને તમારા માટે નવો બિઝનેસ આઇડિયા મળે એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કુદરતમાં પ્રસરેલી સારપ અને સુંદરતા તમારું ધ્યાન ખેંચશે. કદાચ આજે કોઈ ખાસ વસ્તુ જોઈને તમને તમારા માટે નવો બિઝનેસ આઇડિયા મળે એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે. કેટલાક પૂર્વગ્રહોને કારણે તમે જે બાબતો પર વધુ ધ્યાન નથી આપતા એના તરફ આજે થોડું ધ્યાન આપજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારો દિવસ ખૂબ જ પ્લેઝન્ટ અને કમ્ફર્ટેબલ રહેશે. કામ કર્યા પછીયે તમને હૉલિડે જેવી ફીલિંગ્સ આવશે એમ ગણેશજી જણાવે છે. ગમી જાય એવા વાઇબ્સને કારણે તમે એકદમ હાઈ સ્પિરિટમાં રહેશો. તમારા મનગમતા પાત્ર સાથે મોડી રાત્રે આઇસક્રીમ ખાવા જવાનો પ્રોગ્રામ બનશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારો હકારાત્મક ઍટિટ્યુડ તમને ખૂબ મદદરૂપ નીવડશે. આજે તમારો દિવસ ખૂબ વ્યસ્ત હશે. જોકે એનો તમને જરાય વાંધો નથી. કામના બોજને પહોંચી વળવા કુદરત જ તમને એક્સ્ટ્રા એનર્જી અને ઉત્સાહ પૂરાં પાડશે. તમારી ઇચ્છાઓ પૂરી કરવાના પ્રયત્નો અને એના માટે મળતા વળતરને એન્જૉય કરી રહ્યા છો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી કહે છે કે આજે એવો દિવસ છે જે તમારામાં રહેલી બેસ્ટ બાબતોને બહાર લાવશે. આજે તમારા પરિવારના સભ્યોને જે કરવું હોય એ કરવા દો. તમારા કજિયાળા પાડોશીથી દૂર જ રહેજો. બીજા બધાના અસહકારભર્યા વર્તન બાદ પણ તમે તમને ગમતું કરી જ લેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ગણેશજી કહે છે કે તમારામાં રહેલો આત્મવિશ્વાસ બેમિસાલ છે. તમારે તમારી સ્ટ્રૉન્ગ બાજુ વ્યક્ત કરવાની હોય ત્યારે કોઈ પણ કડક નિર્ણય લેવાથી પાછા નહીં હટતા. તમે તમારું કામ જ કરી રહ્યા છો, પણ તમારા ઘરના વડીલો સાથેના તમારા અંગત મતભેદોને દૂર કરવા માટે તૈયાર રહેજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી સલાહ આપે છે કે આજે તમે કેટલીક ટ્રિકી પરિસ્થિતિમાં ફસાઓ એવી શક્યતા છે. જોકે એમાં નકામી દલીલબાજીનો ઉમેરો ન થાય એનું ધ્યાન રાખજો. તમારા રોમૅન્ટિક સંબંધને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારામાં રહેલી ક્રીએટિવ ટૅલન્ટનો ફ્લો કોઈ પણ જાતની અડચણ વિના આગળ વધશે. ગણેશજી કહે છે કે તમે જે કરી રહ્યા છો એને જ પ્રેમ કરવા માંડશો તો તમારો વિકાસ ઑર ઝડપી બનશે. કોઈ કૉન્ટ્રૅક્ટ પર સહી કરવાની ફરજ પડે તો એમાં છટકબારીનો અવકાશ રાખીને જ આગળ વધજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કામના બેહિસાબ બોજને કારણે તમે ફ્રસ્ટ્રેશન અનુભવશો. રિલૅક્સ થઈ જાઓ. તમારે બધું આજે ને આજે કરવાની જરૂર નથી. આજે લેટ નાઇટ પાર્ટીમાં તમારા મનમાં વર્ષોથી દબાવી રાખેલી કોઈ વાત કહી દેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારું નસીબ અને લાગણીઓ બન્ને ડામાડોળ હશે. ગણેશજી કહે છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એકદમ રિલૅક્સ રહેજો. તમારી સામે આવતી સમસ્યા સામે નીચા હાથ કરવાને બદલે તમારામાં રહેલા સાહસની પરીક્ષા કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ભલે એવું અનુભવો કે તમે કામના બોજા તળે ચગદાઈ ગયા છો. જોકે ગણેશજીને ખબર છે કે તમે દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકો છો. તમારામાં રહેલી સ્માર્ટનેસનો ઉપયોગ કરીને અશક્ય ગણાતા ટાસ્કને ઓછી મહેનતથી આસાનીથી પૂરા કરી શકો છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


પરદેશમાંથી આજે તમારા વિકાસને લગતા એક સારા સમાચાર આવશે. ગણેશજી કહે છે કે એને લીધે તમારામાં રહેલો સ્પિરિટ હજી ઊંચાઈ પર પહોંચશે. આનંદભર્યા વાઇબ્રેશન્સ તમે તમારી આસપાસ ફેલાવી રહ્યા છો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે બને ત્યાં સુધી પરિપક્વ વ્યવહાર રાખજો. આજે કામમાં રજા છે તોય તમારા વ્યવહારમાં કોઈ બાલિશતા ન આવે એની તકેદારી રાખજો. તમારા બધા ટાસ્ક તર્કબદ્ધ રીતે પૂરા કરશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK