જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 5th November, 2012 03:06 IST

અનેક ઉતાર-ચડાવ પછી તમારી ઑફિસમાં આજે તમે ખૂબ સારો સમય પસાર કરશો. જોકે ગણેશજી યાદ અપાવે છે કે તમારે મહેનત તો કરવી જ પડશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


અનેક ઉતાર-ચડાવ પછી તમારી ઑફિસમાં આજે તમે ખૂબ સારો સમય પસાર કરશો. જોકે ગણેશજી યાદ અપાવે છે કે તમારે મહેનત તો કરવી જ પડશે. તમને કોઈ સ્પૂનફીડિંગ કરશે એવી ભ્રમણા હોય તો કાઢી નાખજો. તમારી જે પામવાની ઇચ્છા હોય એ મેળવવા માટે મહેનત કરવા માંડો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમે જીવ રેડીને કામ કરી રહ્યા છો. તમે જેની અપેક્ષા નહોતી રાખી એવા શૅરમાંથી તમને આજે સારું વળતર મળશે. દરેક બાબતની ઊજળી બાજુ જોવાની આદત પાડો તો સુખી થશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા ચાર્મિંગ અને સદાબહાર નેચરને કારણે અનેક લોકોને તમારા પ્રભાવમાં લાવી દેશો. એમાં જરાય નવાઈ નહીં ગણાય જ્યારે લોકો તમારાથી પ્રભાવિત થઈને તમારા માટે ભરપૂર આકર્ષણ અનુભવે એમ ગણેશજી જણાવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને ઘણાબધા નવા પાવર સોંપવામાં આવશે. જોકે એનો ખોટો ઉપયોગ કરીને તમે તમારી છબિ નહીં બગાડતા એવી સૂચના ગણેશજી આપે છે. ખૂબ સાવચેત રહેજો અને તમારા ઈગોને કારણે કોઈને દુ:ખ ન પહોંચે એનું ધ્યાન રાખજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે એવો દિવસ છે જેમાં કુદરત તમારામાં રહેલી ધીરજ અને આવડતની પરીક્ષા કરશે. ગણેશજી પ્રોત્સાહન આપતા કહે છે કે એકદમ રિલૅક્સ રહો અને શાંતિથી આગળ વધો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે જાણે સ્પૉટલાઇટ તમારા પર જ જડાઈ ગઈ છે અને તમારો દિવસ સારો જશે એ ધારવામાં જરાય વાંધો નથી. જોકે ઘરે જઈને પરિવારના અન્ય સભ્યો સાથે વિચારોમાં મતભેદ ઊભો થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે ગ્રહો તમારા માર્ગમાં કેટલીક ઊધ્ર્વગામી ઊર્જા મોકલી રહ્યા છે. આજે તમારો ચાર્મ કાબૂમાં રખાય એવો નથી અને લોકો સામે ચાલીને તમારી મદદ માટે દોડી આવશે. ગણેશજી કહે છે આ તકનો ઍડ્વાન્ટેજ તરીકે ઉપયોગ કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આ સમય છે તમારી બધી ચિંતાઓ અને કામને બાજુએ મૂકવાનો. થોડો સમય ફ્રેન્ડ અને ફૅમિલીને આપો. ગણેશજીનો આદેશ છે કે રિલૅક્સ રહો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


સામાન્ય કરતાં આજે તમે એક પણ રૂપિયો ખરચતાં પહેલાં સો વાર વિચાર કરશો એમ ગણેશજી જણાવે છે. જોકે તમારો આવો ઍટિટ્યુડ બહુ થોડો સમય ચાલશે અને સાંજે તો એક લૅવિશ ડિનર-ડેટ પર જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ડેડલાઇનને કારણે ચિંતા કરવાનું બંધ કરો. ખાસ કરીને આજે એક નાનકડો બ્રેક લઈ લો જેમાં તમારા જીવનસાથી સાથે એક રોમૅન્ટિક ટ્રિપ લેવાનો આઇડિયા પણ ખોટો નથી અથવા સ્પા વિઝિટ કરો એમ ગણેશજી સૂચવે છે. એન્જૉય કરો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


છેલ્લા થોડા સમયથી તમે તમારા પ્રિયજનને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લીધા છે. જોકે હવે સમય છે બગડેલી સ્થિતિને સુધારવાનો એમ ગણેશજી સૂચવે છે. તેમનો પ્રેમ જીતવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરશો તો નિષ્ફળ તો નહીં જ જાઓ.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે બધું યોજનાબદ્ધ કરવાને કારણે ઑફિસમાં તમારું કામ થોડું સરળ બનશે. જોકે હજી એક વાર તમારી આગળની યોજનાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જરૂર છે એમ ગણેશજી કહે છે.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK