એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
ગણેશજી કહે છે કે અત્યારે નાણાકીય બાબત તમારા મુખ્ય ફોકસમાં રહેશે. જો તમે લોન માટે અરજી કરી હશે તો આજે તમને એનો જવાબ મળશે. એને કારણે તમે ખૂબ જ રાહત અને આનંદ અનુભવશો.
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
આજે તમે ઝીણી-ઝીણી બાબતોનો વિચાર કરીને એક ટ્રિપ પ્લાન કરશો. ગણેશજી જોઈ રહ્યા છે કે આજે મોટા ભાગનો સમય તમે તમારા વિચારોમાં ખોવાયેલા રહેશો. જોકે તમે ઘડેલી યોજના સફળ જ નીવડશે એવી અપેક્ષા રાખશો નહીં, કારણ કે સમય જતાં તમે પોતે જ એમાંથી પાછા હટો એવી શક્યતા છે.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
ગણેશજી કહે છે કે જેમ સારા દિવસો હોય એમ ખરાબ દિવસો પણ આવે જ એટલે રિલૅક્સ રહો. બધા જ દિવસો એક જેવા ન હોય. જ્યારે એકલતા અને લાગણીઓને કારણે ખૂબ ઇમોશનલ થઈ જાઓ ત્યારે કોઈ સારું ફિલોસૉફિકલ પુસ્તક વાંચીને કે મેડિટેશન દ્વારા મનને વાળવાની કોશિશ કરજો.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
જે જેવું હોય એને એવું કહેવું કઈ ખોટું નથી. જોકે આજે તમારો આવો ઍટિટ્યુડ તમારા માટે સમસ્યા નિર્માણ કરશે. વધુપડતી ટીકા કરશો નહીં એવી સલાહ ગણેશજી આપે છે તેમ જ સંવાદિતા અને શાંતિ જળવાય એ માટે પ્રયત્ન કરો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
કામ, કામ અને માત્ર કામ. આજે તમે કામના ઓવરલોડને કારણે ખૂબ જ બિઝી રહેશો. જોકે સારી વાત તો એ છે કે તમે જે કરશો એમાં તમારો પર્ફોમન્સ બેસ્ટ રહેશે. ગણેશજીને તમારા પર ગર્વ છે. આજના દિવસનો બેસ્ટ ઉપયોગ કરો.
વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
ગણેશજી કહે છે કે બને એટલા સહનશીલ બનીને જે આવે છે એનો સ્વીકાર કરો. અત્યારે કોઈ પણ બાબતમાં તમારો અભિપ્રાય આપવાની જરૂર નથી, કારણ કે એનાથી તમે તમારી નકારાત્મકતા પર કાબૂ રાખી શકશો. જીવન પર શ્રદ્ધા રાખો અને તમારા નિયમો મુજબ જ જીવો.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
ગણેશજી કહે છે કે આજે તમારું અંગત જીવન મુખ્ય ફોકસમાં રહેશે. એક મસ્તમજાની લૉન્ગ ડ્રાઇવ કે બેમિસાલ રોમૅન્ટિક ડિનર તમારા પ્રિયજન સાથે થાય એવો અણસાર જણાઈ રહ્યો છે. બસ, આજે મન મૂકીને એન્જૉય કરો.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
તમારા ધીરજની કસોટી થાય એવી એક પરિસ્થિતિ આજે નિર્માણ થશે. તમારા સંબંધોને સ્ટ્રૉન્ગ અને સ્મૂધ બનાવવા માટે તમારી સમસ્યાઓનો વહેલી તકે નિવેડો લાવો એવી સલાહ ગણેશજી આપે છે.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
આજે જાણે ભૂતકાળે તમારા હૃદય પર કબજો જમાવી દીધો છે અને તમે પહેલાં જેવા જ બાળક બનીને ઉત્સાહથી તરબતર અને નિશ્ચિંત બનવા માગો છો. ગણેશજી જોઈ રહ્યા છે કે તમે તમારા આજના દિવસને ખૂબ સ્પેશ્યલ બનાવી દેશો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
આજે તમારે વડીલોની એક વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. જ્યારે કામ કરો ત્યારે માત્ર કામ અને જ્યારે આરામ કરો ત્યારે માત્ર આરામ. એક વાર કામ પૂરું થઈ જાય એટલે તમારા પ્રિયજન સાથે મસ્તીની ક્ષણો વિતાવો.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
જાણે તમારી પાસે રહેલું કામ ઓછું હોય એમ તમારા સહકર્મચારીઓ તેમના ભાગનાં કામોનો બોજો પણ તમારા પર લાદી રહ્યા છે. એમ છતાં તમે દરેક પડકારને પહોંચી વળશો. ગણેશજી તમને સાવધાન કરે છે કે કેટલાક લોકોથી સાવચેત રહેજો.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
ગણેશજી કહે છે કે આજે તમે અત્યંત ઇમોશનલ મૂડમાં રહેશો. વાતાવરણમાં પ્રેમ છવાયો છે. જોકે ગણેશજી કહે છે કે લગ્ન માટે કોઈને પ્રપોઝ કરવું હોય તો આ સમય યોગ્ય નથી. કોઈ સારા દિવસની રાહ જુઓ અને પછી આગળ વધો.
સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
17th January, 2021 08:03 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
10th January, 2021 07:52 ISTધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ
8th January, 2021 14:07 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 IST