જાણો શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 30th October, 2012 03:07 IST

આજે તમે તમારા રિયલ ચાર્મમાં છો. જોકે તમારા ઉપરી પાસેથી મળવું જોઈએ એટલું અપ્રિસિએશન તમને મળ્યું નથી.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે તમારા રિયલ ચાર્મમાં છો. જોકે તમારા ઉપરી પાસેથી મળવું જોઈએ એટલું અપ્રિસિએશન તમને મળ્યું નથી. છતાં એના પર ધ્યાન આપ્યા વિના તમે તમારાથી બનતું બેસ્ટ આપવાની કોશિશ કરો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ભલે અત્યારે તમને કુદરત તરફથી કોઈ મદદ નથી મળી રહી છતાં અગવડો વચ્ચે પણ માર્ગ શોધી કાઢવો એ તમારી આદત અને સ્ટાઇલ છે એમ ગણેશજી જણાવે છે. નસીબના હવાલે પોતાને સોંપવાને બદલે તમે જાતે જ પ્રયત્નો કરી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમે જો તમારું હોમવર્ક બરાબર કરશો તો તમને સોંપાયેલા બધા જ ટાસ્ક વ્યવસ્થિત રીતે પાર પાડી શકશો એમ ગણેશજી કહે છે. તમે કરેલી મહેનતની કદર થશે એટલે તમે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આવા દિવસ ખૂબ ઓછા હોય જ્યારે નસીબ સંપૂર્ણપણે તમારી તરફેણમાં હોય. તમારા કલીગ તમારી મદદ કરશે, બૉસ પણ તમારાથી ખુશ હશે અને તમારું ફાઇનૅન્શિયલ સ્ટેટસ પણ પહેલાં કરતાં બહેતર બનશે એવી ખાતરી ગણેશજી આપે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પ્રેમી હૈયાં માટે આજનો દિવસ ખૂબ સારો છે, કારણ કે વાતાવરણમાં ચારે બાજુ રોમૅન્સ છે. તમે ખૂબ લાગણીશીલ થઈ જશો. જોકે તમારો ઈગો તમને તમારી સાચી લાગણી વ્યક્ત કરવાથી દૂર રાખશે. ગણેશજી સૂચવે છે કે તમારી અંત: સ્ફુરણા પ્રમાણે આગળ વધો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી તમને સાવધાન કરે છે કે આજે તમારી લાગણીઓ તમારી તર્કબદ્ધતા પર પ્રહાર ન કરે એનું ધ્યાન રાખજો. તમારી ફરજો પ્રત્યે છટકબારી નહીં શોધતા. લાંબા ગાળે તમને મદદરૂપ થાય એવા પ્રોજેક્ટ પાછળ મહેનત કરજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જાણે તમે અર્ધનિદ્રામાં હો એવી લાગણી અનુભવી રહ્યા છો. જોકે ગણેશજીની સલાહ છે કે જાગો અને વિશ્વને બતાડી દો કે તમે શું ચીજ છો. સાંજે તમારા પ્રિયજન માટે થોડો સમય ફાળવજો અને તેમની સાથે એન્જૉય કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


બને ત્યાં સુધી શાંત રહેવાની કોશિશ કરજો, કારણ કે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનો આ એક જ માર્ગ છે. ગણેશજી સૂચવે છે કે શાંત રહેવા માટે મેડિટેશન કરો અને હકારાત્મક થઈને વિચારો. એનાથી ઘણો ફાયદો થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ગણેશજી કહે છે કે તમારી માન્યતાઓ બીજા પર થોપવાથી દૂર રહેજો. એના કરતાં લોકો સમક્ષ એવો દાખલો બેસાડો કે લોકો પોતાની મેળે જ એને સ્વીકારતા જાય. જો આજે તમને કોઈ મદદ કરવા માટે આગળ આવે તો ના નહીં પાડતા.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આત્મવિશ્વાસ, દૃઢ સંકલ્પશક્તિ અને નસીબના સહિયારા કૉમ્બિનેશનને કારણે તમે તમારા બધા જ ટાર્ગેટ આજે અચીવ કરી શકશો. તમારા તટસ્થતાપૂર્વક લીધેલા નિર્ણયો પર ગણશજીને ભરોસો છે એટલે ખુશ રહો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે સફળતા મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છો. જોકે ગણેશજી તમને યાદ અપાવે છે કે હજી તો તમે માત્ર એક લડાઈ જીત્યા છો, આખી જંગ જીતવાની બાકી છે. હવે તમારે એક બ્રેકની જરૂર છે. તમારા લાંબા ગાળાના ગોલ પરથી નજર હટાવશો નહીં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


અત્યારે તમારી નજર સમક્ષ રહેલી સમસ્યાઓ જોતાં તમે સ્પષ્ટપણે વિચારી નહીં શકો એટલે જ ગણેશજી તમને સલાહ આપે છે કે હાલપૂરતા કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહેજો.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK