ક્લિક કરો અને જાણો તમારી આજ

Published: 29th October, 2012 03:05 IST

આજે તમારું બધું જ ધ્યાન ભૂતકાળની યાદોમાં ખોવાયેલું રહેશે જેમાં તમારા ધ્યાનમાં કેટલીક સાવ નવી જ બાબતો આવશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમારું બધું જ ધ્યાન ભૂતકાળની યાદોમાં ખોવાયેલું રહેશે જેમાં તમારા ધ્યાનમાં કેટલીક સાવ નવી જ બાબતો આવશે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારી તરફેણમાં છે. છતાં ગણેશજીની સલાહ છે કે આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય લેશો નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

લોકો પર તમારી હકૂમત ચલાવવાનું તમારું નેચર આજે અનેક લોકોના ધ્યાનમાં આવશે. હવે થોડા સતર્ક થઈને વર્તન બદલવું અનિવાર્ય છે, નહીં તો આગળ જતાં પસ્તાવાનો વારો આવી શકે છે. ગણેશજી જણાવે છે કે મેડિટેશન કરવાથી થોડા શાંત બનશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજકાલ તમે જે પણ કરો એમાં પર્ફેક્શન આવે એવો આગ્રહ રાખો છો જેને લીધે તમારી મોટા ભાગની એનર્જી એક જ કામમાં વપરાઈ જશે. ગણેશજી સૂચવે છે કે તમારી ઊર્જાનો યોગ્ય જગ્યાએ વપરાશ થાય એનું ધ્યાન રાખો અને સમયાંતરે બ્રેક પણ લેતા રહો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા અત્યારના ટાસ્ક પૂરા કરવામાં તમે વ્યસ્ત હતા એમાં તમારા પર નવી જવાબદારી લાદવામાં આવી છે. એને કારણે તમે ખૂબ દબાણ અને થાક અનુભવશો. ગણેશજી તમને થોડા સાવચેત રહેવાની સલાહ આપે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ટીચિંગ પ્રોફેશનમાં કામ કરી રહેલા લોકો માટે આજનો દિવસ ખૂબ સારો છે. આજે સમાજને ઓવરઑલ મદદ કરે એ પ્રકારના કામમાં પણ તમે ઇન્વૉલ્વ થશો. સામાજિક કામ કરવામાં તમને મજા પણ આવે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી કહે છે કે એક સમજાય નહીં એ પ્રકારની ચિંતા તમને કોરી ખાશે. એને કારણે આખો દિવસ તમારા માઇન્ડ પર એક અજબ પ્રકારનો ભાર અનુભવાશે. છતાં થોડી શાંતિ અને તમારા ખર્ચ પર થોડો કન્ટ્રોલ રાખજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે આજે તમને અધધધ નાણાકીય લાભ થવાનો છે અને એ કોઈ પણ ફૉર્મમાં હોઈ શકે છે. તમારો પગારવધારો થાય, તમે કરેલા રોકાણમાં સારું વળતર મળે અથવા વારસાગત જ ઘણુંબધું ધન મળે એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે નિષ્ઠા અને પ્રામાણિકતાથી તમારી ફરજ બજાવો છો. એમ છતાં આજે ગણેશજી જણાવી રહ્યા છે કે તમારા કામમાં થોડીક મુસીબતો આવશે એટલે ખૂબ સતર્ક રહેજો અને કોઈ પણ જોખમી ડીલ ફાઇનલ કરતાં પહેલાં સો વાર વિચારીને આગળ વધજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમે થોડા સોશ્યલ થઈ જશો. એને કારણે નાની યાત્રાઓ યોજાય એવી શક્યતા છે. એ સિવાય ગણેશજી જણાવે છે એમ આજે તમે આધ્યાત્મિક ક્રિયાઓમાં પણ રસ લેશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આખરે તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થયું એ માટે તમે ઈશ્વરનો પાડ માની રહ્યા છો. જોકે ગણેશજી કહે છે કે તમને જે પ્રશસ્તિ મળી છે એના તમે હકદાર હતા. કામમાં વિકાસ કયોર્ હોવા છતાં થોડા સમય માટે બ્રેક લેવાનું વિચારી રહ્યા છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારો વાસ્તવવાદી અને ધીરજભયોર્ ઍટિટ્યુડ કાબિલેદાદ છે. એને કારણે તમે અનેક કૉમ્પ્લિકેટેડ ઇશ્યુ સૉલ્વ કરી દેશો. જોકે લોકો તમારો ફાયદો ન ઉઠાવે એનું ધ્યાન રાખજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી કહે છે કે આજે નાણાકીય લેવડદેવડમાં કુદરત તમને સપોર્ટ નથી કરી રહી. જો તમે આજે કોઈ મહત્વની ફાઇનૅન્શિયલ ડીલ ફાઇનલ કરવાનું વિચારી રહ્યા છો તો હાલપૂરતી એને પોસ્ટપોન્ડ કરી દેજો. મુસીબતોથી દૂર રહેવા માટે તમારા આદર્શો સાથે કોઈ બાંધછોડ કરશો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK